________________
સ્વાધ્યાયરતિ દ્વારા
ઉપદેશમાલા (પુષ્પમાલા) [નવકાર દ્વાદશાંગીનો સાર છે-૬૪૫ કરવાનું હોય ત્યારે લાકડી, બરછી, તલવાર અને ભાલા વગેરેને છોડીને એકપણ અમોઘ( શત્રુનો ઘાત કરવામાં નિષ્ફળ ન જાય તેવા) બાણ અને શક્તિ વગેરે શસ્ત્ર લેવામાં આવે છે. તે પ્રમાણે અહીં પણ મરણ ઉપસ્થિત થતાં તે અવસ્થામાં દ્વાદશાંગીને યાદ કરવાનું શક્ય ન હોવાથી તેને મૂકીને અરિહંત આદિને નમસ્કાર કરાય છે. તેથી દ્વાદશાંગીના સ્થાને અરિહંતાદિને નમસ્કાર કરવાનું અન્યથા ઘટી શકતું ન હોવાથી નમસ્કાર દ્વાદશાંગીનો અર્થ(=સાર) છે.
અહીં ભાવાર્થ આ છે- જ્ઞાન-દર્શન-ચારિત્ર જ દ્વાદશાંગીનો અર્થ છે. જ્ઞાન-દર્શનચારિત્ર અરિહંતાદિ પાંચમાં જ રહેલા છે, બીજે નહિ. અહીં પંચપરમેષ્ઠિ નમસ્કારમાં નમસ્કાર દ્વારા તે અરિહંત વગેરે જ અભિધેય છે. તેથી પરમાર્થથી નમસ્કાર દ્વાદશાંગીનો અર્થ છે એ યુક્ત જ છે. ઇત્યાદિ વિચારીને પરમમહર્ષિઓને નમસ્કાર દ્વાદશાંગીનો અર્થ છે એ સંમત છે. [૪૨૬-૪૨૭]
હવે આવશ્યકસૂત્રના ભાષ્યકારે કહેલી યુક્તિથી જ નમસ્કાર બાર અંગોનો અર્થ છે એ વિષયનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છે
सव्वंपि बारसंगं, परिणामविसुद्धिहेउमित्तागं । तक्कारणमित्ताओ, किह न तयत्थो नमोक्कारो ॥ ४२८॥
સઘળી ય દ્વાદશાંગી પરિણામની વિશુદ્ધિનું જ કારણ છે. નમસ્કાર પણ પરિણામની વિશુદ્ધિનું જ કારણ હોવાથી નમસ્કાર દ્વાદશાંગીનો અર્થ કેમ ન હોય?
વિશેષાર્થ- સઘળી ય દ્વાદશાંગી પરિણામની વિશુદ્ધિનું જ કારણ છે. કારણ કે દ્વાદશાંગી પરિણામની વિશુદ્ધિ માટે ભણવામાં આવે છે. પરમપુરુષ એવા પરમેષ્ઠીના નામનું કીર્તન પણ નમસ્કાર દ્વારા પરિણામવિશુદ્ધિનું જ કારણ હોવાથી નમસ્કાર દ્વાદશાંગીનો અર્થ કેમ ન હોય? અર્થાત્ નમસ્કાર દ્વાદશાંગીનો અર્થ જ છે. [૪૨૮]
મરણ આદિ અવસ્થામાં પણ દ્વાદશાંગી જ કેમ યાદ કરવામાં આવતી નથી એ પ્રશ્નનું સમાધાન કરે છે
न हु तम्मि देसकाले, सक्को बारसविहो सुयक्खंधो । सव्वो अणुचिंतेउं, धंतंपि समत्थचित्तेणं ॥ ४२९॥
તે દેશકાળમાં, એટલે કે મરણાદિનો પ્રસંગ હોય તે કાળે, અત્યંત સમર્થ ચિત્તવાળા માટે પણ બાર પ્રકારના સઘળા ય શ્રુતસ્કંધનું (દ્વાદશાંગીનું) ચિંતન કરવાનું શક્ય નથી.