________________
ઉપદેશમાલા (પુષ્પમાલા)
तं नत्थि जं न पासइ, सज्झायविऊ पयत्थपरमत्थं । गच्छइ य सुगइमूलं, खणे खणे परमसंवेगं ॥ ४२३ ॥
સ્વાધ્યાયરતિ દ્વાર]
[સ્વાધ્યાયના પ્રકાર-૬૪૩
તેવો કોઇ પદાર્થનો પરમાર્થ નથી કે જેને સ્વાધ્યાયથી જ્ઞાની બનેલ ન જુએ. સ્વાધ્યાયથી જ્ઞાની બનેલ જીવ ક્ષણે ક્ષણે સુગતિનું મૂળ એવા સંવેગને પામે છે. [૪૨૩]
જેવી રીતે સ્વાધ્યાયમાં, તેવી રીતે પડિલેહણા આદિ અન્યયોગમાં પણ અસંખ્યભવના કર્મને ખપાવે જ છે, તો સ્વાધ્યાયની શી વિશેષતા છે? આવી આશંકા કરીને ગ્રથંકાર કહે છે
कम्ममसंखिज्जभवं, खवेइ अणुसमयमेव आउत्तो । अन्नयरम्मिवि जोगे, सज्झायम्मी विसेसेणं ॥ ४२४ ॥
કોઇ એક યોગમાં પણ આદરપૂર્વક પ્રવૃત્ત થયેલો સાધુ પ્રત્યેક સમયે જ અસંખ્યભવના કર્મ ખપાવે છે, સ્વાધ્યાયમાં વિશેષથી ખપાવે છે.
વિશેષાર્થ પડિલેહણા, પ્રમાર્જના, ભિક્ષાચર્યા અને વેયાવચ્ચ વગેરે યોગમાંથી કોઇ એક યોગમાં=સંયમવ્યાપા૨માં આદરથી પ્રવૃત્ત થયેલ સાધુ પ્રત્યેક સમયે અસંખ્યભવની સ્થિતિવાળા કર્મને ખપાવે છે, એમ અમે પણ માનીએ છીએ. પરંતુ સ્વાધ્યાયમાં વર્તમાન સાધુ તેને પણ વિશેષથી=સ્થિતિ અને રસથી વિશેષપણે ખપાવે છે.
અહીં ભાવાર્થ આ છે– અશુભ મન-વચન-કાયાના યોગોનો નિગ્રહ કરવો અને શુભ મન-વચન-કાયાના યોગોને પ્રવર્તાવવા, આ જ બે કર્મક્ષયનું મુખ્ય કારણ છે, અને આ સ્વાધ્યાયમાં જેવી રીતે કર્મક્ષય થાય તેવી રીતે પડિલેહણા કરવી અને ઉપવાસ કરવો વગેરે વ્યાપારોમાંથી એકપણ વ્યાપારમાં પ્રાયઃ ન થાય. કેમકે આ યુક્તિ, આગમ અને અનુભવથી સિદ્ધ છે. આ વિવક્ષાથી અહીં સર્વત્ર સ્વાધ્યાયની મહત્તા વિચારવી.
પ્રશ્ન- અહીં અસંભવની સ્થિતિવાળા કર્મને ખપાવે છે એમ કહ્યું. તો પ્રશ્ન થાય કે અનંતભવની સ્થિતિવાળા કર્મને ખપાવે એમ કેમ ન કહ્યું?
ઉત્તર– બંધાયેલા કર્મની અનંતભવો સુધી સ્થિતિ જ રહેતી નથી. કેમ કે આગમમાં ઉત્કૃષ્ટથી પણ સિત્તેર કોડાકોડિસાગરોપમથી અધિક સ્થિતિનો નિષેધ કર્યો છે. સિત્તેર કોડાકોડિસાગરોપમ પ્રમાણ સ્થિતિથી અનંતભવોની પૂર્તિ ન થાય. તેથી અહીં અસંખ્યભવની સ્થિતિવાળા કર્મને ખપાવે છે એમ કહ્યું, અને અનંતભવની સ્થિતિવાળા કર્મને ખપાવે છે એમ ન કહ્યું. [૪૨૪]