________________
૬૩૪-વેયાવચ્ચથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભુવનતિલકનું ઝંત સળગ્યો. દાવાનલથી ઘેરાયેલ તેનું શરીર બધી તરફ બળી ગયું. અતિદીન, મૂઢ અને આક્રન્દન કરતો તે ત્યાંથી મરીને સાતમી પૃથ્વીમાં અપ્રતિષ્ઠાન નરકાવાસમાં તેત્રીશ સાગરોપમ આયુષ્યવાળો નારક થયો. (૫૦) ત્યાંથી નીકળીને માછલાઓમાં ઉત્પન્ન થયો. ફરી નરકમાં ઉત્પન્ન થયો. ફરી તિર્યંચોમાં અને તે પ્રમાણે નારકોમાં ઉત્પન્ન થયો. બધા સ્થળે દહન-છેદન-ભેદનની વેદનાઓથી સંતાપ પામ્યો. ઘણા ભવો સુધી ભમ્યા પછી કોઈપણ રીતે તેવા પ્રકારના કર્મોને કરીને એ ધનદરાજાના પુત્ર તરીકે ઉત્પન્ન થયો છે. મુનિઓને મારવાના પરિણામથી તે વખતે જે કર્મ ઉપાર્જન કર્યું હતું, આ કુમારનું બાકી રહેલું તે કર્મ હમણાં ઉદયમાં આવ્યું છે. તે કર્મના પ્રભાવથી આને રોગસમૂહ થયો છે. રોગસમૂહની વેદનાથી મૂઢ બનેલો તે આ અવસ્થાને પામ્યો છે.
પછી ગભરાયેલા કંઠીરવે કેવલીને નમીને પૂછ્યું: હે ભગવન્! કયા ઉપાયથી તે રોગરહિત થાય? તેથી મુનિપતિએ કહ્યું આ મંત્ર અને ઔષધ વગેરેથી સારો કરી શકાય તેમ નથી. કાળ આદિના કારણે તેનું તે કર્મ લગભગ ક્ષીણ થઇ ગયું છે. તેથી હમણાં તે વેદનાઓથી મૂકાઈ રહ્યો છે. અહીં આવેલો તે (=તે અહીં આવશે ત્યારે) રોગ વગેરે ક્લેશોથી સર્વથા મુક્ત થશે. આ પ્રમાણે સાંભળીને ખુશ થયેલા કંઠીરવ વગેરે કુમારની પાસે આવ્યા. તેમણે કુમારને લગભગ નિરોગી થયેલો જોયો. પછી કુમારને પ્રણામ કરીને શરીરની વિગત પૂછી. તથા કેવળીએ તેમને તેનો પૂર્વભવ વગેરે જે વૃત્તાંત કહ્યો હતો તે સઘળો વૃત્તાંત કંઠીરવ વગેરેએ કુમારને કહ્યો. હવે ભયને અને હર્ષને પામેલો તે મુનિની પાસે ગયો. પછી કેવલીએ તેને વિસ્તારથી પૂર્વનો સઘળો વૃત્તાંત કહ્યો, તથા સંસારના રાગ પ્રત્યે નિર્વેદ ઉત્પન્ન કરનારી દેશના કરી. તેથી પોતાના દુશ્ચરિત્રને અને તેના કારણે થયેલા સંસારદુઃખને સાંભળીને તેવી રીતે તે નિર્વેદ પામ્યો કે જેથી સામંત વગેરે લોક બહુ પ્રલાપોથી દીનવદનવાળો થવા છતાં અને અતિશય ગભરાયેલો થવા છતાં કેવલીની પાસે તે કુમારે દીક્ષાનો સ્વીકાર કર્યો. તેથી ભવસ્વરૂપથી નિર્વેદને પામેલા કંઠીરવ સામત અને બીજા પણ સામંત વગેરે ઘણા મનુષ્યો ત્યાં દીક્ષા લે છે. આ વૃત્તાંત સાંભળીને જસમતી પણ ત્યાં જ આવીને કુમારના અનુરાગથી જ જિનની પાસે દીક્ષા લે છે. અન્યલોક પાછો ફરીને ધનદરાજાને તે વૃત્તાંત કહે છે.
ભુવનતિલક મુનિ જલદી ગીતાર્થ થાય છે. પૂર્વે કરેલા મહાઘોર સાધુદ્વેષને યાદ કરતા તે સર્વ સાધુઓની વેયાવચ્ચ કરવાનો નિયમ કરે છે. પછી સૂર્યોદયથી પ્રારંભી આચાર્ય, ગ્લાન, બાલ અને વૃદ્ધ વગેરેને જેને ભક્ત-પાન અને ઔષધ વગેરે જે કંઈ ઉપકારી થાય છે તેને તે લાવીને આ આપે છે. આ પ્રમાણે આખો દિવસ નિમેષ