________________
૫૯૮-ભવવિરાગ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[વિષયોની અસારતા
મહાશોકથી પકડાયેલો (ઘેરાયેલો) પૂણિક રાજ્યની પણ ચિંતા કરતો નથી. તેથી મંત્રીઓએ રાજા શોકને ભૂલી જાય એ માટે સ્વમતિથી કલ્પેલાં ઘણાં મૃતક કાર્યો ઘણા દિવસો સુધી કૂણિકની પાસે કરાવ્યાં. પછી શોકરહિત બનેલ કૂણિક રાજ્યને ચંપાપુરી નગરીમાં વસાવીને પાળવા લાગ્યો. એકવાર શ્રીવીરજિનને હાથી અને અશ્વ વગેરે અતિશય ઘણી ઋદ્ધિને બતાવીને પૂછે છે કે હું ચક્રવર્તી છું કે નહિ? ચક્રવર્તીના સ્વામી શ્રીવીરજિને કહ્યું: બારેય ચક્રવર્તીઓ થઇ ગયા. (કોઇપણ ઉત્સર્પિણીમાં કે અવસર્પિણીમાં બારથી વધારે ચક્રવર્તીઓ ન થાય.) પછી કૂણિકે પૂછ્યું: હે નાથ! હું મરીને ક્યાં જઇશ? સ્વામીએ કહ્યું: તું છઠ્ઠી નરકમાં જઇશ. ‘તું ચક્રવર્તી નથી’ એમ વીરે જે કહ્યું તેની કૂણિક શ્રદ્ધા કરતો નથી. તેથી કૃત્રિમ રત્નો બનાવીને સર્વ સૈન્યસમૂહથી પૂર્ણ તે તમિસ્રા ગુફા પાસે આવ્યો. અઠ્ઠમ તપ કરીને ત્યાં રહ્યો. (તમિસ્ર ગુફાના અધિષ્ઠાયક) કૃતમાલદેવે તેને કહ્યુંઃ આ અવસર્પિણીમાં બધાય ચક્રવર્તીઓ થઇ ગયા છે. એથી તું પાછો ફર. કૃતમાલદેવ વિવિધ યુક્તિઓથી તેને રોકે છે. છતાં તે શ્રેષ્ઠ હાથી ઉપર ચડીને અને હાથીના મસ્તકે મણિરત્ન મૂકીને તમિરુગુફાના દ્વારને દંડથી વારંવાર ઠોકે છે. તેથી કૂપિત થયેલા કૃતમાલદેવે તેને થપાટથી તે રીતે માર્યો કે જેથી તે મરીને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. (૧૦૦)
પરમાર્થને જાણનારા જીવો આ રીતે પુત્રો ઉપર પણ પ્રેમને રસ રહિત જાણીને પુત્રો ઉપર પ્રેમને છોડીને સ્વકાર્યની સિદ્ધિને સ્વીકારે છે, અર્થાત્ પોતાનું આત્મહિત થાય તેમ કરે છે. [૩૮૫-૩૮૬]
આ પ્રમાણે અશોકચંદ્રનું ચરિત્ર પૂર્ણ થયું.
આ પ્રમાણે પ્રેમની અસારતા બતાવી. હવે વિષયની અસારતાને બતાવતા ગ્રંથકાર કહે છે—
हुंति मुहे च्चिय महुरा, विसया किंपागभूरुहफलं व । परिणामे पुण तेच्चिय, नारयजलणिंधणं मुणसु ॥ ३८७॥
વિષયો કિંપાકવૃક્ષના ફલની જેમ પ્રારંભમાં જ મધુર હોય છે. તે જ વિષયોને પરિણામે નરકરૂપ અગ્નિનું બળતણ જાણ.
વિશેષાર્થ– વિષયો નરકરૂપ અગ્નિના બળતણ છે. અહીં આશય આ છે– જેવી રીતે મનુષ્યલોકનો અગ્નિ ઘાસ વગેરે બળતણથી પ્રજ્વલિત બને છે, તેવી રીતે નરકરૂપ અગ્નિ કારણભૂત વિષયરૂપ બળતણથી જ નરકમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓના શરીરને બાળવા માટે પ્રજ્વલિત બને છે, અન્યથા (=વિષયો વિના) નહિ. જો અહીં વિષયો ન