________________
વેયાવચ્ચથી થતા લાભમાં] ઉપદેશમલા (પુષ્પમાલા) [ભુવનતિલકનું દૃષ્ટાંત-૬૨૭ નામનો રાજા પ્રખ્યાત હતો. તેની મોતીઓના હારથી વિભૂષિત અને શ્રેષ્ઠ પત્રતિલકની કાંતિવાળી શત્રુસુંદરીઓ વૃદ્ધ હોવા છતાં શોભે છે. તે રાજાનો પદ્માવતી દેવીના ગર્ભમાં ઉત્પન્ન થયેલો ભુવનતિલક નામનો અતિપ્રિય પુત્ર હતો. જો કે તેના રૂપ વગેરે ગુણોની ઉપમા કોઈપણ રીતે કદાચ કામદેવ વગેરેની સાથે આપી શકાય, પણ તેનો બુદ્ધિગુણ અનુપમ હતો. ઉચિતસમયે પિતાએ તેને કળાઓનો અભ્યાસ કરવા અમિતબુદ્ધિ નામના ઉપાધ્યાયને સોંપ્યો. ભુવનતિલક આદરથી કળાઓ ગ્રહણ કરે છે. સઘળોય લોક તેની ઉત્તમબુદ્ધિની પ્રશંસા કરે છે. એક દિવસ રાજા રાત્રિના અંતે વિચારે છે કે, કુમારનો અનુપમ બુદ્ધિગુણ સંભળાય છે. પણ અમોએ ક્યાંય તેની પરીક્ષા કરી નથી. તેથી સવારે કોઈપણ રીતે તેની કોઇપણ પરીક્ષા કરવી એ યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને સવારે ઉઠ્યો, તે કાળે કરવા યોગ્ય કાર્ય કર્યું. રાજ્યના કેટલાક વિદ્વાનોને બોલાવ્યા. રાજા પરિમિત પરિવારની સાથે બેઠેલો છે. મતિચંદ્રિકા અને રંભા વગેરે વારાંગનાઓ તેના ચરણોની ચંપી કરી રહી છે.
આ દરમિયાન ભુવનતિલક રાજપુત્ર પિતાને વંદન કરવા માટે ત્યાં આવ્યો. ઘણી ભક્તિથી રાજાના ચરણોમાં નમ્યો. રાજાએ પણ આશીર્વાદની સાથે તેના પીઠપ્રદેશ ઉપર બળાત્કારથી ગ્રહણ કરેલા શત્રુઓના હસ્તિસમૂહના ગંડસ્થલોમાં ઠોકવામાં કુશળ એવો હાથ મૂક્યો. પિતાથી રજા અપાયેલો કુમાર યોગ્ય સ્થાનમાં બેઠો. પછી પૂર્વે સંકેત કરાયેલા જ મતિવિલાસ નામના રાજપંડિતે કહ્યું: કુમારનું કલાગ્રહણ વિધ્વરહિત થાય છે ને? કુમારે કહ્યું: પિતાજીના ચરણોની કૃપાથી થાય છે. કળાઓનું કંઈપણ સહસ્ય સમજાય છે ને? કુમાર બોલ્યોઃ સ્વશક્તિ અનુસાર કંઈક કંઈક રહસ્ય જણાય છે. તેથી મતિવિલાસે કહ્યું: કુમારની અનુપમ તર્કશક્તિ જણાય છે. તેથી પ્રશ્નોત્તર માત્ર મારાથી કંઈક વિચારાયેલ છે તેને સાંભળો. કુમારે પૂછ્યું. તે કેવું છે? તેથી મતિવિલાસ પ્રશ્નોત્તર બોલ્યો તે આ પ્રમાણે–
ગમનમાં ( જવામાં) પક્ષી, રાજા અને હાથી કેવી રીતે સંબોધન કરાય છે? કામથી પીડાયેલો પુરુષ કામિનીના સ્તનગંડ પર કોને (મું) ફેંકે છે? કુમારે જવાબ આપ્યોઃ ગમનમાં પક્ષી, રાજા અને હાથી “સર્કતગમન' શબ્દથી સંબોધન કરાય છે. અર્થાત્ હે સકુંતગમન પક્ષી! હે સકુંતગમન રાજા! હે સકુંતગમન હાથી! એ પ્રમાણે સંબોધન કરાય છે. તેનો અર્થ આ પ્રમાણે છે(૧) પક્ષીના પક્ષમાં સકુંત એટલે આકાશ. આકાશમાં જેનું ગમન એવો પક્ષી. ૧. પત્રતિલક એ સ્ત્રીઓની વિભૂષાનો એક પ્રકાર છે. ૨. અહીં અમને એ સ્થળે અમને એમ હોવું જોઇએ એમ જણાય છે. આથી અહીં મને એવો પાઠ સમજીને
અર્થ કર્યો છે.. ૩. સર્કત શબ્દનો આકાશ અર્થ શબ્દકોષમાં જોવામાં આવ્યો નથી. સંભાવનાથી આકાશ અર્થ કર્યો છે. બીજો અર્થ થતો હોય તો કરવો.