________________
વૈયાવૃત્ય દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [એકની હિલનાથી સર્વની હિલના-૬૨૫ વિશેષાર્થ- જ્યાં સાધુઓ હોય તેવાં ત્રણ ક્ષેત્રો છે. તે આ પ્રમાણે- ભરત, ઐરાવત અને મહાવિદેહ.
આ ત્રણ ક્ષેત્રોને કર્મભૂમિ કહેવામાં આવે છે. ભરત પાંચ છે, ઐરવત પાંચ છે, અને મહાવિદેહ પણ પાંચ છે. એથી કર્મભૂમિ ૧૫ છે. ભાવની શુદ્ધિપૂર્વક એક પણ સાધુની પૂજા કરવાથી આ પંદર કર્મભૂમિમાં જે કોઈ સાધુઓ છે તે સર્વ સાધુઓ પૂજાયેલા થાય છે. આવું શાસ્ત્રવચન હોવાથી સાધુની વેયાવચ્ચમાં ઘણો લાભ હોવાથી ભક્ત-પાન આદિથી સાધુની વૈયાવચ્ચ કરવી જોઈએ એવું તાત્પર્ય છે. [૪૧૪]
હમણાં જે કહ્યું તેનાથી ઉલટું કહે છેएक्कम्मि हीलियम्मिवि, सव्वे ते हीलिया मुणेयव्वा । नाणाईण गुणाणं, सव्वत्थवि तुल्लभावाओ ॥ ४१५॥
એક સાધુની હીલના(=અપમાન વગેરે) કરવાથી સર્વસાધુઓ હીલના કરાયેલા જાણવા. કારણ કે બધા ય સાધુઓમાં જ્ઞાનાદિ ગુણો સમાન છે.
વિશેષાર્થ– એક સાધુની પૂજા કરવાથી સઘળા ય સાધુઓ પૂજાયેલા થાય છે, એટલું જ નહિ, કિંતુ એક સાધુની હીલના કરવાથી આ હલકી જાતિનો છે એમ જાતિનું પ્રકાશન કરવું ઇત્યાદિ દ્વારા અપમાન કરવાથી સઘળા ય સાધુઓ હીલના કરાયેલા જાણવા.
| મુશ્કેલીથી ઘટી શકે તેવું આ કેવી રીતે માનવું એવી આશંકા કરીને ગ્રંથકાર યુક્તિને કહે છે- “કારણ કે બધા ય સાધુઓમાં જ્ઞાનાદિ ગુણો સમાન છે. અહીં તાત્પર્ય એ છે કે બધા સ્થળે જ્ઞાનાદિ ગુણો જ પૂજાય છે, મનુષ્યોની માત્ર જાતિ નથી પૂજાતી. જો માત્ર જાતિ જ પૂજાય તો અતિપ્રસંગ આવે, એટલે કે બધા ય મનુષ્યોની પૂજા કરવાનો પ્રસંગ આવે, એથી જ્ઞાનાદિ ગુણો જ પૂજનીય છે. જ્ઞાનાદિ ગુણો બધા સાધુઓમાં સામાન્યથી સમાન જ છે. તેથી “જ્ઞાનાદિ ગુણથી યુક્ત આ સાધુની પૂજા કરું” એવી બુદ્ધિથી એકપણ સાધુની પૂજા કરનાર વડે જ્ઞાનાદિ ગુણવાળા બધા ય સાધુઓ પૂજાયેલા જ થાય છે. કારણ કે સામાન્યથી જ્ઞાનાદિની પૂજાનો જ તેનો ભાવ છે. એ પ્રમાણે જ્ઞાનાદિ ગુણવંતોની હાલના પણ જે અવિવેકથી યુક્ત હોય તે જ કરે છે. જે અવિવેકી મૂઢે એક સાધુ વ્યક્તિમાં જ્ઞાનાદિની હિલના કરી તેણે બધાય સાધુઓમાં તે કરેલી જાણવી. કારણ કે અવિવેક સર્વત્ર તુલ્ય છે. આ પ્રમાણે મુશ્કેલીથી ઘટી શકે તેવું કંઈ નથી. [૪૧૫]
પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છેतम्हा जइ एस गुणो, साहूणं भत्तपाणमाईहिं । कुज्जा वेयावच्चं, धणयसुओ रायतणउ व्व ॥ ४१६॥