________________
૬૨૬-વેયાવચ્ચથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભુવન તિલકનું દૃષ્ટાંત
એક સાધુની પૂજાથી સર્વસાધુઓની પૂજાનો લાભ થતો હોવાથી તું ભક્ત-પાન આદિથી સાધુઓની ધનદ રાજાના પુત્રની જેમ વેયાવચ્ચ કર.
વિશેષાર્થ– અહીં તાત્પર્ય આ છે- પંદર કર્મભૂમિઓમાં જઘન્યથી પણ (aઓછામાં ઓછા પણ) બેથી નવ હજાર ક્રોડ સાધુઓ સદા ય પ્રાપ્ત થાય છે. કારણ કે ભગવતી સૂત્ર (શ.૨૫ ઉ.૭ સૂત્ર ૯૨ વગેરે)માં કહ્યું છે કે- “હે ભગવન્! સામાયિકસંયતો એક સમયે કેટલા હોય? હે ગૌતમ! પ્રતિપદ્યમાન (=વર્તમાન સમયે સામાયિકસંતપણાને પ્રાપ્ત થતા) સામાયિકસંયતોની અપેક્ષાએ કદાચ હોય, અને કદાચ ન હોય, જો હોય તો જઘન્યથી એક, બે અને ત્રણ હોય, અને ઉત્કૃષ્ટથી બે હજારથી નવહજાર સુધી હોય. પૂર્વપ્રતિપન્ન (જેમણે પૂર્વે સામાયિકસંયમ સ્વીકારી લીધું છે. અને હમણાં વિદ્યમાન છે તેવા) સંયતોની અપેક્ષાએ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બે હજાર ક્રોડથી નવ હજાર ક્રોડ સુધી હોય. છેદોપસ્થાપનીયસયતો પ્રતિપદ્યમાનની અપેક્ષાએ કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી બે હજારથી નવહજાર સુધી હોય. પૂર્વપ્રતિપન્નની અપેક્ષાએ કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બસોથી નવસો ક્રોડ હોય. પરિહારવિશુદ્ધિકો પ્રતિપદ્યમાનની અપેક્ષાએ જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય, ઉત્કૃષ્ટથી બસોથી નવસો સુધી હોય. પૂર્વપ્રતિપત્રની અપેક્ષાએ જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય, ઉત્કૃષ્ટથી બે થી નવ હજાર હોય. સૂક્ષ્મપરાયસયતો પણ પ્રતિપદ્યમાનની અપેક્ષાએ જો હોય તો જઘન્યથી એક, બે ત્રણ હોય, ઉત્કૃષ્ટથી એકસો બાસઠ હોય. ૧૦૮ ક્ષપકશ્રેણીવાળા અને ૫૪ ઉપશમ શ્રેણિવાળા એમ એકસો ને બાસઠ હોય. પૂર્વપ્રતિપક્ષની અપેક્ષાએ જો હોય તો જઘન્યથી એક, બે ત્રણ હોય, ઉત્કૃષ્ટથી બસોથી નવસો હોય. યથાખ્યાતસયતો પ્રતિપદ્યમાનની અપેક્ષાએ સૂક્ષ્મસંપરાયસંયતની જેમ જાણવું. પૂર્વપ્રતિપક્ષની અપેક્ષાએ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બેથી નવ ક્રોડ હોય.”
આ પ્રમાણે એક પણ સાધુની ભક્ત-પાન આદિ વડે પૂજા કરવાથી વર્તમાનકાલની અપેક્ષાએ ચોક્કસ બેથી નવહજાર ક્રોડ સાધુઓની પૂજા થાય, અને અતીત-અનાગત કાલની અપેક્ષાએ તો અનંત પણ સાધુઓની પૂજા થાય. તેથી આટલો લાભ થાય એમ વિચારીને તું હંમેશા જ ધનદરાજાના પુત્રની જેમ વેયાવચ્ચ કર. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે
ધનદરાજાના પુત્ર ભુવનતિલકનું દૃષ્ટાંત ભરતક્ષેત્રમાં કુસુમપુર નામનું નગર પ્રસિદ્ધ હતું. તે નગરની અંદર લોક અને બહાર વૃક્ષસમૂહ શોભે છે. એ લોક અને વૃક્ષસમૂહ ઘણી શાખાઓથી વિસ્તારને પામ્યો છે. લોકમાં શુભ મનવાળાઓથી પાત્રસમૂહ (કલાયક જીવોનો સમૂહ) શોભી રહ્યો છે. વૃક્ષોમાં સારાં પુષ્પોથી પાંદડાંઓનો સમૂહ શોભી રહ્યો છે. તે નગરનો કુબેરની જેમ ધનથી સમૃદ્ધ ધનદ