________________
૬૩૦-વેયાવચ્ચથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ભુવનતિલકનું દૃષ્ટાંત दण्डमात्रैरपि क्षिप्ताः, यतो दूरेण शत्रवः । महानिति प्रतापस्ते, गदतस्तेन शोभते ॥१॥
પછી કુમારે કહ્યું કે અહીં પણ અતિત એ પદમાં કાર માત્રા છૂટી ગઈ છે. તે રકાર મેળવતાં તિતઃ પદ બને છે. તેનો અર્થ આ પ્રમાણે થાય છે
હે રાજન! જેના વડે ફક્ત દંડોથી શત્રુઓ દૂર ભગાડાયા છે એવા તમારો પ્રતાપ મહાન છે. એમ નગ્નાચાર્ય આદિએ કહ્યું છે. તે કારણથી તમારો પ્રતાપ શોભે છે.”
પછી કંઈક જિનવચનથી ભાવિત કાવ્યનિકષે કહ્યું: મારો પણ જેમાં અનુસ્વાર છૂટી ગયો છે તેવો એક શ્લોક છે. તેને તમે સાંભળો. પછી કુમારે કહ્યું. તે શ્લોકને તમે કહો. પછી કાવ્યનિકષે શ્લોક કહ્યો. તે આ પ્રમાણે
ब्रह्ममार्गनिषण्णस्य, बहिरन्तर्गुप्ताः (:सिता )त्मनः । देवानां स्तुतिभिः साधो! वदनं ते विराजते ॥१॥
પછી કુમારે કહ્યું કે અહીં પણ તને એ સ્થળે એક મીંડું ઉમેરતાં ચં થાય. તેનો અર્થ આ પ્રમાણે થાય
“હે સાધુ! તમારું વંદન શોભે છે. કોને કરેલું વંદન શોભે છે? દેવોને કરેલું વંદન શોભે છે. શેનાથી શોભે છે? સ્તુતિઓથી શોભે છે. તમે કેવા છો? તમે બ્રહ્મમાર્ગમાં (=મોક્ષની સાધનામાં) રહેલા હોવાથી બહાર-અંદર શુદ્ધ છો, માયાવી નથી. તેથી તમારું વંદન શોભે છે. માયાવીઓનું દેવવંદન શોભતું નથી.” આવો આ શ્લોકનો ભાવ છે.
પછી કવિભૂષણે જેમાં અક્ષર છૂટી ગયો છે એવા એક શ્લોકને કહ્યો. તે આ પ્રમાણે– जनं वीक्ष्य मूर्योऽपि लभ्यमानं बुभुक्षितः । उदास्ते कः पराधीनवृत्तिर्न स्याद् यदि प्रभो! ॥ १॥
પછી કુમારે કહ્યું: હું ! અહીં પણ અક્ષર મળી ગયો છે. તે આ પ્રમાણેજનંના સ્થાને મોન જોઇએ. અર્થ તો પ્રગટ જ છે. તે આ પ્રમાણે
' “મળતા ભોજનને જોઇને મૂર્ખ પણ ભૂખ્યો થાય છે. હે પ્રભુ! આજીવિકાની પરાધીનતા ન હોય તો કોણ ઉદાસીન ( દુઃખી) થાય?”
પછી મતિચંદ્રિકાએ આક્ષેપ સહિત કહ્યું: હે કુમાર! આ સર્વ (ખૂટતા અક્ષરવાળા) શ્લોકો તમારા વડે જણાવાયા. પરંતુ શ્લોક એક છે, પણ તે શ્લોકમાં બે ક્રિયા ગુપ્ત છે, અને અર્થ બે છે, આવો જે શ્લોક મારા વડે વિચારાયો છે તેને તમે જો જાણશો (તેના અર્થને કહેશો, તો તમે પ્રત્યક્ષ જ બૃહસ્પતિ છો, અથવા તેનાથી પણ અધિક