________________
૬૧ર-વિનય દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અનાશાતના વિનયના ભેદો ભગવંતો ગુરુને વંદન ન કરવું ઇત્યાદિ અપરાનુવૃત્તિસ્વરૂપ વિનય કરે છે. અને એનાથી જ એમનાં કર્મો દૂર થાય છે. હવે જો કેવળીઓનું કેવલજ્ઞાન અન્યના જાણવામાં ન આવ્યું હોય તો જ્યાં સુધી કેવળજ્ઞાન અન્યના જાણવામાં ન આવે ત્યાં સુધી કેવળીઓ પણ ગુરુને વંદન કરવું ઇત્યાદિ પરાનુવૃત્તિસ્વરૂપ વિનય કરે.) [૪૦૪]
ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છેएसो भे परिकहिओ, विणओ पडिरूवलक्खणो तिविहो । बावण्णविहिविहाणं, बिंति अणासायणा विणयं ॥ ४०५॥
આ કાયિક-વાચિક-માનસિક એમ ત્રણ પ્રકારનો પ્રતિરૂપ વિનય તમને કહ્યો. અનાસાતના વિનય બાવન પ્રકારનો છે એમ તીર્થકરો અને ગણધરો કહે છે. [૪૦૫]
આ જ વિષયને કહે છેतित्थयरसिद्धकुलगणसंघकिरियधम्मनाणनाणीणं ।
आयरियथेरुवज्झायगणीणं तेरस पयाणि ॥ ४०६॥
તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય અને ગણી એમ તેર પદો છે.
વિશેષાર્થ- તીર્થકર અને સિદ્ધ પ્રસિદ્ધ છે. કુલ=નાગેન્દ્ર વગેરે કુલ. ગણ=કોટિક વગેરે ગણ. સંઘ પ્રસિદ્ધ છે. ક્રિયા-આત્મા છે, પરલોક છે, ઈત્યાદિ-શ્રદ્ધા રાખીને આત્મહિત માટે થતી ધર્મક્રિયા. ધર્મ=દશ પ્રકારનો સાધુધર્મ વગેરે. જ્ઞાન=મતિજ્ઞાન વગેરે. જ્ઞાની=જ્ઞાનવાન. સ્થવિર=સીદાતાઓને સ્થિર કરનાર. ઉપાધ્યાય પ્રસિદ્ધ છે. ગણી=કેટલાક સાધુસમુદાયના અધિપતિ. [૪૦૬]
જો આ તેર પદો છે તો તેનાથી શું? તે કહે છેअणसायणा य भत्ती, बहुमाणो तह य वनसंजलणा । तित्थयराई तेरस, चउग्गुणा हुंति बावन्ना ॥ ४०७॥
આ તેર પદોનો અનાસાતના, ભક્તિ, બહુમાન અને વર્ણસંજવલના એ ચાર પ્રકારનો વિનય કરવો. તેર પદોને ચારથી ગુણવાથી બાવન થાય.
વિશેષાર્થ– અનાસાતના-જાતિ આદિથી હીલના કરવી તે આસાતના. આસાતનાનો અભાવ તે અનાસાતના. તીર્થકર આદિની હંમેશા અનાસાતના (=આસાતનાનો ત્યાગ) કરવા યોગ્ય છે.