________________
૬૧૦વિનય દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઔપચારિક વિનયના પ્રકારો કાયિોગના અભુત્થાન, અંજલિબંધ, આસનપ્રદાન, અભિગ્રહ, કૃતિકર્મ, શુક્રૂષા, અનુગમન અને સંસાધન એમ આઠ પ્રકાર છે.
વિશેષાર્થ(૧) અભુત્થાન– અભુત્થાન એટલે ઊભા થવું. અભુત્થાન કરવાને યોગ્ય સાધુ વગેરે
આવે ત્યારે અભુત્થાન કરવું. (૨) અંજલિબંધ- ગુરુને પ્રશ્ન કરવો વગેરે પ્રસંગે અંજલિ જોડવી. (૩) આસનપ્રદાન– કૃતવૃદ્ધ વગેરેને બેસવા માટે આસન આપવું. (૪) અભિગ્રહ– ગુરુ આદિના આવશ્યક કાર્યોને કરવાનો નિશ્ચય કરવો અને સાક્ષાત્ તે
કાર્ય કરવું. (૫) કૃતિકર્મ– સૂત્રના અર્થનું શ્રવણ કરવું વગેરે પ્રસંગે વંદન કરવું. (૬) શુશ્રુષા– ગુરુની બહુ નજીકમાં ન રહેવું અને બહુ દૂર ન રહેવું એ રીતે મર્યાદાથી
વિધિપૂર્વક ગુરુ વગેરેની સેવા કરવી. (૭) અનુગમન- ગુરુ વગેરે આવતા હોય ત્યારે તેમની સામે જવું. (૮) સંસાધન- ગુરુ વગેરે જાય ત્યારે તેમની પાછળ જવું.
આ પ્રમાણે કાયિકવિનય આઠ પ્રકારે છે. પ્રશ્ન- પૂર્વે વિનયના પાંચ પ્રકારમાં લોકોપચારવિનય બતાવ્યો છે, અને અહીં પણ ઉપચારવિનય બતાવ્યો છે. તો લોકોપચાર વિનયથી આ ઉપચારવિનયમાં શો ભેદ છે?
ઉત્તર- પૂર્વે અભુત્થાન વગેરે જે વિનયો કહ્યા છે તે ઇતરલોકોથી માત્ર વ્યવહાર વગેરેથી કરાતા વિનયો કહ્યા છે. અહીં તો મોક્ષના ધ્યેયથી કરાતા તે વિનયો મોક્ષવિનય તરીકે કહેવાય છે. આ પ્રમાણે લોકોપચારવિનયમાં અને ઉપચારવિનયમાં ભેદ છે. [૪૦૨]
વાચિકયોગના ચાર પ્રકારોને બતાવે છેहियमियअफरुसवाई, अणुवीईभासि वाइओ विणओ । अकुसलमणोनिरोहो, कुसलमणोदीरणं चेव ॥ ४०३॥
વાચિકયોગના હિતવચન, મિતવચન, અપરુષવચન અને અનુવિચિત્યભાષણ એમ ચાર પ્રકાર છે. માનસિકવિનયના અકુશલ મનોનિરોધ અને કુશલમનોદીરણા એમ બે પ્રકાર છે.