________________
૬૧૪-વિનય દ્વાર].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [વિનય સમાન કોઈ ગુણ નથી અત્યંત વિનીત જેવી શોભા પામે છે, તેવી શોભા બહુમૂલ્ય વસ્ત્રો અને અલંકારોથી અલંકૃત મનુષ્ય પામતો નથી. અત્યંત વિનીત મનુષ્ય શ્રુત(આગમ)જ્ઞાન અને સદાચારની ખાસ કસોટી છે. કારણ કે શ્રુતજ્ઞાન અને સદાચારનું મહત્ત્વ વિનયના આધારે છે. વિનયરહિત મનુષ્યમાં શ્રુતજ્ઞાન અને સદાચાર હોતા નથી, હોય તો પણ વાસ્તવિક કોટીના ન હોવાથી મહત્ત્વ રહિત હોય છે. જો મનુષ્ય વિનીત હોય તો તેનું શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાન છે અને સદાચાર સદાચાર છે. અવિનીતનું શ્રુતજ્ઞાન એ શ્રુતજ્ઞાન નથી અને સદાચાર એ સદાચાર નથી. આથી વિચક્ષણ પુરુષો અમુક વ્યક્તિમાં શ્રુતજ્ઞાન અને સદાચાર છે કે નહિ, છે તો કેવા છે એ પરીક્ષા કરવા માટે તે વ્યક્તિમાં વિનય કેવો છે એ તપાસે છે. આથી વિનીત મનુષ્ય શ્રુતજ્ઞાન અને સદાચારની પરીક્ષાનું મુખ્ય સ્થાન છે. [૪૦૮]
કોને આ વિનય હોય, અર્થાત કેવો જીવ વિનય કરે, એ વિષયને દૃષ્ટાંતસહિત બતાવે છે
चंदणतरूण गंधा, जुण्हा ससिणो सियत्तणं संखे । सहनिम्मियाइं विहिणा, विणओ य कुलप्पसूयाणं ॥ ४०९॥
જેમ ચંદનવૃક્ષમાં સુગંધ, ચંદ્રમાં યોગ્ના, શંખમાં શ્વેતરંગ વિધિએ સાથે જ નિર્મિત કરેલા છે, તેવી રીતે સુકુલમાં ઉત્પન્ન થયેલાઓને વિનય હોય છે.
વિશેષાર્થ- જેવી રીતે ચંદનવૃક્ષ વગેરેમાં ઉત્પત્તિના સમયથી જ પ્રારંભીને સુગંધ વગેરે ઉત્પન્ન થાય છે, તેવી રીતે સુકુલમાં ઉત્પન્ન થયેલા જીવોમાં વિનય પણ જન્મની સાથે જ ઉત્પન્ન થાય છે. [૪૦૯] | વિનયને કંઈપણ અસાધ્ય જ નથી એમ બતાવતા ગ્રંથકાર કહે છે
होज्ज असझं मन्ने, मणिमंतोसहिसुराणवि जयम्मि । नत्थि असझं कजं, किंपि विणीयाण पुरिसाणं ॥ ४१०॥
હું માનું છું કે મણિ, મંત્ર, ઔષધિ અને દેવોને પણ જગતમાં અસાધ્ય હોય, પણ વિનીત પુરુષોને કોઇપણ કાર્ય અસાધ્ય નથી.
વિશેષાર્થ– મણિ, મંત્ર અને મહાઔષધિઓનો પ્રભાવ અચિંત્ય છે, દેવોને મનથી કાર્યસિદ્ધિ થાય છે” ઇત્યાદિ વચનથી અને સાક્ષાત્ જોવાથી મણિ વગેરેને કંઈપણ અસાધ્ય નથી, અર્થાત્ એવું કોઈ કાર્ય નથી કે જે મણિ વગેરેથી ન થાય. તો પણ હું માનું છું કે જગતમાં તેમને પણ કોઈક કાર્ય અસાધ્ય હોય, અર્થાત્ તેમનાથી પણ કોઈક