________________
વિનયથી થતાં લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સિંહરથનું દૃષ્ટાંત-૬૨૧ રાજાએ કહ્યું જલદી પ્રવેશ કરાવ. દ્વારપાળે પ્રવેશ કરાવ્યો એટલે તે રાજાની પાસે આવ્યો. આ મારા પિતાનો અમૃતમુખ નામનો પ્રધાન પુરુષ છે એમ ઓળખીને રાજા સંભ્રમથી તેને ભેટે છે. પછી રાજાએ તેને પૂછ્યું: દેવને, દેવીને, પરિવારને અને નગરજનોને કુશલ છે? અમૃતમુખે કહ્યું: હા. પણ મેં વિચાર કર્યા વિના પરવચનથી જ નરરત્ન સ્વપુત્રનો ત્યાગ કર્યો એમ પશ્ચાત્તાપથી સંતાપ પમાડાયેલ દેવ જે દરરોજ ક્ષીણ થાય છે તે જ મહાન અકુશલ છે. ઠપકો આપતો વિદ્વાન લોક પણ રાજાને કહે છે કે, હે દેવ! ગુણનિધિ પણ કુમારનો ત્યાગ કર્યો તે સારું ન કર્યું. એનો જે કયાંક અવિનય હતો તે પણ ત્યાગનો હેતુ નથી. કારણ કે દિવસોના કારણે ચંદ્ર કયાંક વક્ર થાય છે તો પણ શું આકાશ તેનો ત્યાગ કરે છે? અને ચંદ્ર પણ (સમય જતાં) તેના વક્રભાવને શું છોડતો નથી? વળી બીજું- સુપુરુષો પણ કારણસર કોઇપણ રીતે વક્રતાને પ્રગટ કરે છે. ગંગાનદીનો પ્રવાહ પણ જો સર્વથા સરળ હોય તો જુઓ, અર્થાત્ ગંગાનદીનો પ્રવાહ પણે સર્વથા સરળ નથી. તેથી રાજા અધિક ખેદ કરે છે. આ પ્રમાણે સ્વચિત્તમાં વિચારીને તે રીતે કરો કે જેથી માતા-પિતા જલદી સુખને પામે.
(આ સાંભળીને) રાજાની આંખો આંસુના પાણીથી ભરાઇ ગઇ. રાજાએ કહ્યું: ખરેખર તું સાચે જ અમૃતમુખ છે. તારા સિવાય બીજો કોઈ આ પ્રમાણે બોલવાનું જાણે? પણ પોતાની મહાનતાના કારણે પિતાજી મારા માટે પશ્ચાત્તાપ કરે છે તો ભલે કરે, બાકી તેમનો શો દોષ છે? અર્થાત્ તેમનો કોઈ દોષ નથી. માતા-પિતાના વિયોગમાં મારા પોતાના જ દુર્વિનયનો અપરાધ છે. પાકેલો ફલસમૂહ પોતાની મેળે જ પડે છે તો તેમાં વૃક્ષ શું કરે? વળી બીજું- અતિશય ઘણા લોકાપવાદનું કારણ એવા પોતાના પણ દુર્વિનીતનો ત્યાગ કરતા સદ્ગુરુઓ પણ અપયશને પામતા નથી. કારણ કે મલિનતાનું કારણ એવા મધ્યમાં આવેલા પણ કચરાને શું સમુદ્ર પણ તરંગોરૂપી હાથોથી લઇને પોતાનાથી દૂર ફેંકતો નથી? લાંબા કાળથી સંબંધને પામેલા પણ મળનો ત્યાગ કરતા રત્ન- સુવર્ણ વગેરે પદાર્થો પણ લોકાપવાદને પામતા નથી, અને નિર્મલ કાંતિને નથી પામતા એવું પણ નથી. વળી બીજું- જો ત્યારે પિતા મને રજા ન આપત તો ઘણા કુતૂહલોનું ઘર એવા પૃથ્વીવલયને હું કેવી રીતે જોત? તેથી જેવી રીતે પિતા મારા કલ્યાણનું મુખ્ય કારણ થયા તેવી રીતે તેમના દુઃખનું કરાણ હું જ થયો. બાલ્યકાળથી જ અવિનયના કારણે માતા-પિતાને મેં સંતાપ ઉત્પન્ન કર્યો અને હમણાં વિયોગના દુઃખમાં નાખ્યા. તેથી જો હું સુકુલમાં ઉત્પન્ન થયો છું તો આટલો કાળ પસાર થવા છતાં હવે કોઈપણ રીતે તેવો પ્રયત્ન કરીશ કે જેથી મારા માતા-પિતા સુખને પામે. અમૃતમુખને આ પ્રમાણે કહીને અને સન્માનિત કરીને યોગ્ય આવાસ અપાવ્યો. (૧રપ) રાજાના