________________
વિનયથી થતાં લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સિંહરથનું દષ્ણત-૬૧૯ કંઈક પણ આપ્યું નથી. બીજા અશ્વે કોઈનું ય કંઇપણ છિનવી લીધું નથી. પણ વિનયથી શોભતો એક અશ્વ પૂજા, ઘણા ભોગો, યશ અને કીર્તિને પામે છે. બીજાને આ બધુંય વિપરીત થાય છે.
હું પણ અવિનયના કારણે માતા-પિતાઓથી ત્યાગ કરાયો, લોકોથી અને સ્વજનોથી સ્થાને સ્થાને પરાભવ પામ્યો. છેવટે હું અહીં આવ્યો. અતિવત્સલ પણ આ રાજા મારા અવિનયના દોષોથી હમણાં કંટાળી ગયો છે. પણ લજ્જાથી અને મોટાઈના કારણે કંઈપણ બોલતો નથી. તેથી હે જીવ! આટલો કાળ જવા છતાં હજીપણ જો તું બોધ પામે તો સર્વ અનર્થોનું કારણ આ અવિનયને છોડીને સર્વ ઇચ્છિતનું કારણ એવા વિનયમાં આત્માને સ્થાપન કર. પુત્ર, પુત્રી, પુત્રવધૂ અને પત્ની પણ પોતાના અવિનયથી નોકરથી પણ અધિક દૂર ત્યાગ કરાય છે એવું જોવામાં આવે છે. અજ્ઞાતજાતિ-કુલમાં ઉત્પન્ન થયેલા હોય તો પણ, પૂર્વે ક્યાંય જોવામાં ન આવ્યા હોય તો પણ, દાસ હોય તો પણ, વિનયથી અન્યની ઋદ્ધિના માલિક થાય છે. વધારે શું કહેવું? અહીં જે કોઈ તિર્યંચ(=પશુ) કે મનુષ્ય સર્વ સુખ અનુભવતો દેખાય છે તે સઘળા તિર્યંચો કે મનુષ્યો વિનયથી જ સર્વસુખ અનુભવે છે. અવિનીત જીવોને તો માનસિક-શારીરિક સઘળુંય દુઃખ હોય છે. તેમને પોતાનાથી થયેલું અને બીજાઓથી પણ થયેલું પગલે પગલે કેવળ દુઃખ જ હોય છે. (૭૫) તેથી હવેથી સુખનું મુખ્ય મૂળ એવા વિનયની જ પ્રતિજ્ઞા કરું છું. દુઃખનું મુખ્ય કારણ એવા અવિનયનો દૂરથી ત્યાગ કરું છું.
ત્યારથી તે કુમાર પ્રભાતના સમયે ઊઠીને વરુણ રાજાને પિતાની જેમ પરમવિનયથી પ્રણામ કરે છે. રાજાના ચિત્તના પરિણામને જાણીને સઘળાં કાર્યો કરે છે. સદાય અપ્રમત્ત બનીને રાજાની દેવની જેમ સેવા કરે છે. યથાયોગ્ય સઘળું સામંત અને મંત્રિવર્ગને અનકૂળ હોય તેવું વર્તન કરે છે. (આવા વર્તનથી) તે નગરના સઘળા લોકોને પ્રસન્ન કરે છે. વધારે શું કહેવું? તેણે સુવિનયથી અને ધર્મ-ન્યાય-પરાક્રમથી રાજાસહિત સઘળા નગરને તેવી રીતે પ્રસન્ન કર્યું કે જેથી આખું નગર તન્મય( કુમારમાં જ ચિત્તવાળું) થઈ ગયું. રાજા તેના વિરહમાં ક્ષણવાર પણ કોઈપણ રીતે આનંદને પામતો નથી. તે હોય ત્યારે રાજા બીજાની સાથે વાર્તાલાપ પણ કરતો નથી. સ્વગુણોથી સર્વ અવસ્થામાં સામત અને મંત્રિવર્ગના હૃદયરૂપ પાટિયામાં જાણે ખીલાથી જકડાઈ ગયો હોય તેમ સદા રહે છે. નગરલોક સદાય તેના વિનય વગેરે ગુણોની કથાને કરતો કોઇપણ રીતે અટકતો નથી.
આ રીતે કુમારનો યશ ફેલાતાં, પૂર્વે તે જેટલા રાજાઓના ઘરમાં ગયો હતો તે બધાએ તેનો વિનય વગેરે સાંભળ્યું. તેમણે વિચાર્યું કે, તેનામાં વિનય વિના બીજા સર્વગુણોની કોઈ અવધિ ન હતી. હવે જો તે વિનયમાં પણ પ્રવૃત્ત થયો છે તો વિશ્વમાં તે જ ગુણી