________________
વિનયથી થતાં લાભમાં] . ઉપદેશમાલા (પુષ્પમાલા) [સિંહરથનું દૃષ્ટાંત-૬૧૫ કાર્ય ન થાય. પણ વિનીતપુરુષોને તો કોઈપણ કાર્ય અસાધ્ય નથી, અર્થાત્ વિનીતપુરુષના બધાં જ કાર્યો સિદ્ધ થાય છે. કારણ કે વિનીતપુરુષ તો સ્વર્ગ-મોક્ષની પ્રાપ્તિને પણ સાથે છે. મણિ અને મંત્ર વગેરે તેને સાધી શકતા નથી. [૪૧૦]
વિનયના આ લોકસંબંધી અને પરલોકસંબંધી ફળને દૃષ્ટાંતસહિત કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
इहलोए च्चिय विणओ, कुणइ विणीयाण इच्छियं लच्छिं । जह सीहरहाईणं, सुगइनिमित्तं च परलोए ॥४११।।
વિનીતપુરુષોનો વિનય સિંહરથ આદિની જેમ આ લોકમાં જ ઈચ્છિત લક્ષ્મીને કરે છે અને પરલોકમાં સુગતિનું કારણ બને છે. સિંહરથનું દૃષ્ટાંત કહેવામાં આવે છે–
સિંહરથનું દૃષ્ટાંત શ્રીકામરૂપ દેશમાં સુગંધિપુર નામનું નગર હતું. તેમાં કસ્તૂરીની રજનો સમૂહ આકાશમાં દૂર સુધી ઉછળી રહ્યો હતો. તેથી આકાશ તેનાથી ઢંકાઈ ગયું હતું. બળતા અગચંદનના સમૂહના ઘણા ધૂમાડાથી આકાશ અંધકારવાળું થઈ ગયું હતું. આવા આકાશને જોઈને મોરલાઓને પ્રગટતી નવી વર્ષાઋતુની આશંકા થઈ. આથી તે નગરીમાં સર્વ મોરલાઓનો સમૂહ સદાય હર્ષપૂર્ણ બનીને નૃત્ય કરે છે. પુંડરીકાક્ષ નામનો રાજા તે નગરનું પાલન કરે છે. તેનો સિંહરથ નામે પુત્ર છે. તેની રૂપસંપત્તિ જોઇને કામદેવ પણ અદશ્ય થઈને વિશ્વમાં વાયુની જેમ ભમે છે. તેનું વિજ્ઞાન પણ અપૂર્વ હતું. તથા તેની કળાઓ પણ અનુપમ હતી. વધારે કહેવાથી શું? તેના સર્વ અંગો ગુણરૂપ અમૃતથી ઘડાયેલા હતા.
આવા પણ તેણે એક અવિનયના કારણે, મૃગલાંછનના કારણે ચંદ્રની જેમ, પોતાના આત્માને મલિન બનાવ્યો હતો. જેથી જગતમાં પણ તેનો અપયશરૂપ ઢોલ વાગે છે. અવિનીત તે, બીજાલોકની વાત દૂર રહી, ગુરુઓને પણ નમતો નથી, ગુણાધિકને પણ જાણતો નથી, વૃદ્ધલોકની પૂજા કરતો નથી, ક્યારેય સ્વપ્નમાં પણ અભ્યત્યાન વગેરે વિનય કરતો નથી, ગમે તેમ બોલીને બધાયને ઘણો ઉદ્દેગ ઉત્પન્ન કરે છે, કોઇના મર્મને બોલે છે, દુર્વચનથી કોઈના દેહને બાળે છે, કઠોર અને અવિનયની પ્રધાનતાવાળા વચનને છોડીને બીજાં વચનો બોલતો નથી. વિનય કરવાને યોગ્યનો પણ પરાભવ કરે છે. અનાર્ય તે ગુણોથી મહાનની પણ નિંદા કરે છે. પોતાની ઉ. ૧૬ ભા.૨