________________
વિનય દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ વિનયસમાન કોઇ ગુણ નથી-૬૧૩
ભક્તિ- તીર્થંકર વગેરેની ઉચિત સેવા કરવી તે ભક્તિ.
બહુમાન– તીર્થંકર આદિ ઉપર અંતરના ભાવથી પ્રેમ રાખવો તે બહુમાન. વર્ણસંજ્વલના– તીર્થંકર આદિના સદ્ભૂત(=સત્ય)ગુણનું કીર્તન કરવું=પ્રશંસા કરવી તે વર્ણસંજ્વલના.
તીર્થંકર વગેરે તેને અનાસાતના વગેરે ચાર વડે ગુણવાથી બાવન થાય. આમ અનાસાતના વગેરે ગુણોના ભેદથી અનાસાતના વિનયના બાવન ભેદો છે.
પ્રશ્ન– અભ્યુત્થાન વગેરે વિનય છે એમ લોકમાં પણ રૂઢ છે. દ્રવ્યોની શ્રદ્ધા, જ્ઞાનનો અભ્યાસ, ચારિત્રનું સેવન વગેરે વિનય છે એમ પ્રસિદ્ધ નથી. તેથી અહીં તેને વિનય કેમ કહેવામાં આવે છે?
ઉત્તર– આ આ પ્રમાણે નથી. કેમકે તમોએ અમારો અભિપ્રાય જાણ્યો નથી. જે આઠ પ્રકારના કર્મને દૂર કરે તે વિનય. આ પ્રમાણે વિનયશબ્દની વ્યુત્પત્તિથી થતો વિનયનો અર્થ અહીં પ્રારંભમાં જ બતાવ્યો છે. દ્રવ્યોની શ્રદ્ધા વગેરે પણ આઠ પ્રકારના કર્મને દૂર કરે છે એ પ્રસિદ્ધ જ છે. આમ વિનયશબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે દ્રવ્યોની શ્રદ્ધા વગેરે પણ વિનય છે એ યુક્ત જ છે. પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. [૪૦૭]
વિનયની પ્રસિદ્ધિ કરવા માટે અને વિનયના માહાત્મ્યને જણાવવા માટે ગ્રંથકાર કહે છે–
अमयसमो नत्थि रसो, न तरू कप्पहुमेण परितुल्लो । विनयसमो नत्थि गुणो, न मणी चिंतामणिसरिच्छो ॥ ४०८ ॥
અમૃત સમાન કોઇ રસ નથી, કલ્પવૃક્ષ સમાન કોઇ વૃક્ષ નથી, વિનય સમાન કોઇ ગુણ નથી, ચિંતામણિ સમાન કોઇ રત્ન નથી.
વિશેષાર્થ– જેવી રીતે રસ, વૃક્ષ અને રત્નોમાં અનુક્રમે અમૃત, કલ્પવૃક્ષ અને ચિંતામણિ મુખ્ય છે, તેવી રીતે ગુણોમાં વિનય જ પ્રધાન છે એ પ્રમાણે અહીં તાત્પર્ય છે. (પ્રશમરતિ ગાથા ૬૭-૬૮માં) કહ્યું છે કે
મનુષ્યની પાસે ગમે તેવું ઉચ્ચ કુલ હોય, કામદેવ જેવું રૂપ હોય, મધ જેવા મીઠાં વચનો હોય, આકર્ષક થનગનતું યૌવન હોય, ધનના ઢગલા હોય, મિત્ર સમુદાય હોય, ઐશ્વર્ય હોય, પણ વિનય અને પ્રશમ-વૈરાગ્ય ન હોય તો સઘળું જલરહિત નદીની જેમ શોભા પામતું નથી. અર્થાત્ વિનય અને વૈરાગ્યથી વિહીન મનુષ્ય જલરહિત નદીની જેમ શોભતો નથી.