________________
વિનય દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [પ્રતિરૂપ-અપ્રતિરૂપવિનય-૬૧૧ વિશેષાર્થ(૧) હિતવચન- પરિણામે સુંદર (=હિતકર) હોય તેવું વચન. (૨) મિતવચન- થોડા (=જરૂર પૂરતા જ) અક્ષરોવાળું વચન. (૩) અપરુષવચન- કઠોર ન હોય તેવું વચન. (૪) અનુવિચિંત્યભાષણ– સારી રીતે વિચારીને બોલવું.
આ પ્રમાણે વાચિકવિનયના ચાર પ્રકાર છે. (૧) અકુશલમનોનિરોધ– અકુશલ મનનો વિરોધ કરવો=આર્તધ્યાન (વગેરે)થી ખરડાયેલ
મનનો નિરોધ કરવો, એટલે કે મનને અશુભધ્યાનથી રોકવો તે અકુશલ
મનોનિરોધવિનય છે. (૨) કુશલમનોદીરણા- કુશલ મનની ઉદીરણા કરવી=મનને ધર્મધ્યાન આદિ (શુભ
ભાવ)માં પ્રવર્તાવવો. આ પ્રમાણે માનસિક વિનયના બે પ્રકાર છે. [૪૦૩] આ વિનયનું સ્વરૂપ શું છે અને આ વિનય કોને હોય એ વિષે અહીં કહે છેपडिरूवो खलु विणओ, पराणुवित्तिमइओ मुणेयव्यो । अप्पडिरूवो विणओ, नायव्वो केवलीणं तु ॥ ४०४॥ પ્રતિરૂપવિનય પાનુવૃત્તિસ્વરૂપ જાણવો. કેવળીઓનો વિનય અપ્રતિરૂપવિનય જાણવો.
વિશેષાર્થ- પ્રતિરૂપવિનય એટલે ઉચિતવિનય. પ્રતિરૂપવિનય પરાનુવૃત્તિસ્વરૂપ છે. પરાનુવૃત્તિ એટલે તે તે વસ્તુની અપેક્ષાએ પ્રાયઃ પોતાના સિવાય અન્ય મુખ્યનું અનુસરણ, અર્થાત્ પોતાના સિવાય અન્ય મુખ્ય વ્યક્તિનું અનુસરણ કરવું એ પરાનુવૃત્તિ છે. અહીં તાત્પર્ય એ છે કે- પોતાના સિવાય અન્ય મુખ્ય વ્યક્તિનું અનુસરણ કરવું એ પરાનુવૃત્તિસ્વરૂપ પ્રતિરૂપવિનય છે. આ ગાથાના ઉત્તરાર્ધમાં કેવળીઓનો અપ્રતિરૂપવિનય હોય એવો નિર્દેશ કર્યો હોવાથી આ પ્રતિરૂપવિનય મોટા ભાગે છબસ્થોનો જ જાણવો. અહીં ભાવ એ છે કે– છદ્મસ્થ જીવો જે વિનય કરે તે પરાનુવૃત્તિસ્વરૂપ વિનય છે. અને કેવળીઓનો વિનય અપરાનુવૃત્તિસ્વરૂપ વિનય છે. કેમ કે કેવળીઓને તે જ રીતે (=અપરાનુવૃત્તિસ્વરૂપ વિનયથી જ) કર્મ દૂર થાય છે. જે કેવળીઓનું કેવલજ્ઞાન જાણવામાં નથી આવ્યું તેવા કેવળીઓને પણ કેટલાક કાળ સુધી ગુરુઓને અનુસરવારૂપ પ્રતિરૂપ વિનય હોય એમ જાણવું.
(છદ્મસ્થજીવો ગુરુને વંદન કરવું ઇત્યાદિ પરાનુવૃત્તિસ્વરૂપ વિનય કરે. અને એ વિનયથી તેમનાં કર્મો દૂર થાય. પણ કેવળી ભગવંતો કોઇને વંદન વગેરે કરતા નથી. તો તેમનાં કર્મો કેવી રીતે દૂર થાય? એ પ્રશ્નના જવાબમાં અહીં કહ્યું કે કેવળી