________________
૬૦૦-વિષયસંબંધી નિરપેક્ષતા-અપેક્ષામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [જિનપાલિત-જિનરક્ષિતની કથા પુત્રોને કઠોરવચનોથી કહ્યું રે! રે! આ પ્રાસાદમાં મારી સાથે ભોગોને ભોગવો. અન્યથા તલવાર રૂપ લતાથી આ મસ્તકોને છેદી નાખું છું. તેથી ભય પામેલા તેમણે કહ્યું: તમે જે આજ્ઞા કરો તે અમે કરીએ છીએ. તેથી દેવી બંનેને ઊંચકીને મહેલમાં લઈ ગઈ. તેમના શરીરમાંથી સઘળા ય અશુભ પુદ્ગલોને દૂર કર્યા. શુભ પુદ્ગલવાળા શરીરોથી તેમની સાથે દેવી નિત્ય ઘણા ભોગોને ભોગવે છે. તેમને દરરોજ અમૃતફળોનો આહાર આપે છે. આ પ્રમાણે કાળ પસાર થઈ રહ્યો છે. એક દિવસ દેવીએ એમને કહ્યું: શક્રની (સૌધર્મદેવલોકના ઇંદ્રની) આજ્ઞાથી મારે લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિતદેવની સાથે સઘળા ય સમુદ્રમાં એકવીસવાર પરિભ્રમણ કરવાનું છે. પછી તૃણ, પત્ર, કાષ્ઠ અને કચરો વગેરે જે મલિન વસ્તુ હોય તે સર્વ વસ્તુને વારંવાર હલાવીને સમુદ્રના જ કિનારે નાખવાની છે. આ પ્રમાણે સમુદ્રને શુદ્ધ કરીને જ્યાં સુધીમાં હું અહીં આવું ત્યાં સુધી તમારે અહીં મહેલમાં રહેવું. હવે જો કોઇપણ રીતે તમને અરતિ ઉત્પન્ન થાય (=ગમે નહિ) તો પૂર્વદિશાના, ઉત્તર દિશાના અને પશ્ચિમદિશાના એ ત્રણેય ઉદ્યાનોમાં તમે સ્વેચ્છા પ્રમાણે રમજો. એક એક ઉદ્યાનમાં ક્રમશઃ વર્ષા વગેરે બે બે ઋતુઓ છે. પણ દક્ષિણ દિશાના ઉદ્યાનમાં તમારે કોઈપણ રીતે ન જવું. કારણ કે તેમાં શાહી જેવો કાળો અને ભયંકર સર્પ રહે છે. તેથી ત્યાં ગયેલા તમારો અવશ્ય વિનાશ થશે. એથી તમારે ત્યાં ન જવું. તે બધું તેમણે સ્વીકાર્યું.
આ પ્રમાણે શિખામણ આપીને દેવીના ગયા પછી તે બંને ત્રણેય ઉદ્યાનોમાં પોતાની ઇચ્છા પ્રમાણે ફરે છે. પછી (એકવાર) પરસ્પર મંત્રણા કરીને કુતૂહલથી ખેંચાયેલા તે બે દેવીનો નિષેધ હોવા છતાં દક્ષિણ ઉદ્યાનમાં આવ્યા. ઉદ્યાનમાં પ્રવેશ કરે છે તેટલા ઘણી દુર્ગધ આવે છે, દુર્ગધથી પરાભવ પામેલા તે બે કષ્ટથી ઉદ્યાનના મધ્યભાગમાં ગયા. (૨૫) પછી કરુણ શબ્દ સાંભળીને શબ્દના અનુસાર આગળ જાય છે. થોડું અંદર ગયા એટલે ભયંકર શ્મશાનને જુએ છે. તેની અંદર મોટી શૂળી ઉપર ચડાવેલા એક પુરુષને જુએ છે. તે દીનશબ્દોથી આક્રન્દન અને વિલાપ કરી રહ્યો છે. જેમાંથી દુર્ગધ પ્રસરેલી છે એવા બીજા પણ હાડકાંના ઢગલાઓને એમણે જોયા. પછી ભય પામેલા તે બે કોઈપણ રીતે ધીમે ધીમે શૂળીથી ભેદાયેલા પુરુષની પાસે જઈને પૂછે છે કે, હે મહાશય! તું કોણ છે? કેવી રીતે તેવી ભયંકર આપત્તિને પામ્યો છે? અનેક જીવોના ઘાતનું આ વિરુદ્ધસ્થાન કોનું છે? હવે કરુણાથી તે પુરુષ કહે છે કે તમે સાંભળો, હું કહું છું.
હું કાકંદી નગરીમાં રહેનારો વણિક છું. સમુદ્રમાં વહાણ ભાંગી ગયું. પાટિયાને વળગીને હું આ દ્વીપમાં આવ્યો. પછી આ દેવીની સાથે મેં ભોગો ભોગવ્યા. એકદિવસ કોઇક અલ્પ અપરાધની સંભાવના (=કલ્પના) કરીને પાપિણી દેવીએ વિલાપ કરતા મને