________________
વિષયસંબંધી નિરપેક્ષતા-અપેક્ષામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [જિનપાલિત-જિનરક્ષિતની કથા-પ૯૯ હોય તો કોઈ જીવ તે નિમિત્તે અશુભકર્મબંધ કરીને નરકમાં ન જાય. તેમ થાય તો (=વિષયો ન હોય તો) નિમિત્ત વિના નરકરૂપ અગ્નિ પ્રજવલિત ન થાય. આથી પરમાર્થથી વિષયો જ નરકરૂપ અગ્નિના બળતણ છે. [૩૮૭]
આ પ્રમાણે હોવાથી વિષયોની આસક્તિના ત્યાગ માટે દૃષ્ટાંત સહિત ઉપદેશને કહે છે
विसयावेक्खो निवडइ, निरवेक्खो तरइ दुत्तरभवोहं । जिणवीरविणिद्दिट्ठो, दिद्रुतो बंधुजुयलेणं ॥ ३८८॥
વિષયોની અપેક્ષાવાળો જીવ દુસ્તર સંસારના પ્રવાહમાં પડે છે, વિષયોથી નિરપેક્ષ જીવ દુસ્તર સંસારના પ્રવાહને તરી જાય છે. આ વિષે શ્રીવીરજિને બંધુયુગલનું દૃષ્ટાંત કહ્યું છે.
બંધુયુગલ જિનપાલિત-જિનરક્ષિતનું દૃષ્ટાંત ગાથાનો ભાવાર્થ કથાનકથી કહેવામાં આવે છે– ચંપાપુરી નામની નગરી હતી. જેવી રીતે મહાસતીને કોઈપણ રીતે પરપુરુષનો સંગ ન થાય તે રીતે આ નગરીને કોઈપણ રીતે શત્રુ મનુષ્યોનો સંગ થયો ન હતો, અર્થાત્ તેનો કોઈ શત્રુ ન હતો. તે નગરીમાં ચારે બાજુ સારી રીતે રક્ષણ કરાયેલા પ્રાસાદો હતા. તે નગરીમાં માકંદી નામનો સાર્થવાહ રહે છે. બીજાઓની વૈભવ કથાઓ તેના વૈભવમાં સમર્પિત થાય છે, અર્થાત્ બધાના વૈભવથી તેનો વૈભવ વધારે છે. તેને જિનપાલિત અને જિનરક્ષિત એ બે ઉત્તમ પુત્રો છે. તે બે અગિયાર વાર સમુદ્રમાં જઈને (=મુસાફરી કરીને) કોઇપણ જાતની તકલીફ વિના પાછા આવ્યા. તેમની ધનતૃષ્ણા વધવા લાગી. આથી ફરી પણ બારમી વાર પણ વહાણમાં બેસીને ગયા. જેટલામાં સમુદ્રમાં કેટલુંક દૂર ગયા તેટલામાં સહસા કરિયાણાથી ભરેલું તે વહાણ ભાંગી ગયું. પછી તે બંને ભાઈઓ પાટિયાઓમાં વળગીને સમુદ્ર તરીને તે પ્રદેશથી નજીક આવેલા રત્નદ્વીપમાં આવે છે. આ દ્વીપ અતિશય રમણીય છે. તેના મધ્યપ્રદેશમાં વૃક્ષોની ઘટાવાળા ચાર વનોથી વિંટળાયેલો અતિશય મહાન પ્રાસાદ છે. તેમાં ગુણરત્નાદેવી નામથી વિખ્યાત એક દેવી રહે છે. તે ક્ષુદ્ર, રૌદ્ર, પાપિણી અને સાહસિક છે. પછી સાર્થવાહ પુત્રો ત્યાં રસાળ ફળો લઇને પ્રાણનિર્વાહ કરીને ક્યાંક શિલાતલ ઉપર બેઠા.
જેમનો મનસંકલ્પ હણાઈ ગયો છે એવા તે બે જેટલામાં પોતાના વૃત્તાંતને વિચારે છે તેટલામાં દેવીએ તેમને જોયા. તેથી તે ઉડીને ત્યાં આવી. મેઘ જેવી શ્યામ, ચમકતી, અને અતિશય ભયંકર તલવારથી તેના હાથનો અગ્રભાગ ભયંકર છે. આવીને તેણે તે ઉ. ૧૫ ભા.૨