________________
૬૦૪-ભવવિરાગ દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
શરીરની અસારતા જેવી રીતે વિષયોની અપેક્ષાવાળો જિનરક્ષિત અહીં વિનાશને પામ્યો અને વિષયોથી નિરપેક્ષ જિનપાલિત કલ્યાણને પામ્યો, તે રીતે બીજા જીવો પામે છે. શ્રી વીરજિને શિષ્યોને આ દૃષ્ટાંત કહ્યો છે. તેનો ઉપનય આ પ્રમાણે કહે છે જેવી રીતે રત્નદ્વીપની દેવી છે એવી રીતે અહીં મહાપાપી અવિરતિ છે. જેવી રીતે લાભાર્થી વણિકો છે તેવી રીતે અહીં સુખકામી જીવો છે. જેવી રીતે ભય પામેલા તેમણે વધસ્થાનમાં પુરુષને જોયો, તેવી જ રીતે સંસારદુ:ખથી ભય પામેલા જીવો ધર્મોપદેશકને જુએ છે. તે પુરુષે તેમને કહ્યું કે દેવી ઘોર દુઃખોનું કારણ છે. તેનાથી તમારો નિતાર શેલકયક્ષથી થશે, બીજા કોઇથી નહિ. તે રીતે અવિરતિનું સ્વરૂપ જાણનાર ધર્મોપદેશક પુરુષ ભવ્યજીવોને કહે છે કે, જીવોના સકલદુ:ખોનું કારણ વિષયોસંબંધી અવિરતિ (=વિષયોનો ભોગ) છે. દુ:ખથી દુઃખી બનેલા જીવોને શેલકની પીઠસમાન ચારિત્ર છે. વાંછિતમાર્ગના સુખનું કારણ એવા ચારિત્રને પામીને જેવી રીતે વિશાલ સમુદ્રને તરવાનો છે તેવી રીતે સંસાર તરવાનો છે. જેવી રીતે તેમને સ્વઘરે જવાનું હતું તેવી રીતે અહીં મોક્ષમાં જવાનું છે. અહીં સેલકની પીઠે ચડવા સમાન ચારિત્રાનો સ્વીકાર જાણો. જેવી રીતે દેવીના વ્યામોહથી તે પતિત થઈને મૃત્યુને પામ્યો તેવી રીતે અહીં અવિરતિથી વ્યાકુલ કરાયેલ જીવ ચારિત્રાથી પડીને દુ:ખ રૂપ પ્રાણીઓથી સંકીર્ણ, ભયંકર અને અપાર એવા સંસારસાગરમાં પડે છે. (૧૦૦) જેવી રીતે દેવીથી ક્ષોભ ન પામેલ જિનપાલિત સ્વસ્થાનને અને ઉત્તમસુખને પામ્યો તેવી રીતે ચારિત્રથી ક્ષોભ ન પામેલ જીવ જેમાં પરમસુખ છે તેવા મોક્ષમાં જાય છે. [૩૮૮]
આ પ્રમાણે બંધુયુગલનું કથાનક પૂર્ણ થયું. વિષયની અનિત્યતા કહી. હવે શરીરની અસારતાને બતાવતા ગ્રંથકાર કહે છેआहारगंधमल्लाइएहिं सुअलंकिओ सुपट्ठोऽवि । देहो न सुई न थिरो, विहडइ सहसा कुमित्तो व्व ॥ ३८९॥
આહાર, સુગંધ અને પુષ્પમાળા વગેરેથી સારી રીતે વિભૂષિત કરાયેલ અને સારી રીતે પુષ્ટ કરાયેલ પણ દેહ પવિત્ર થતો નથી, સ્થિર થતો નથી, અને કુમિત્રની જેમ સહસા અલગ થઈ જાય છે=નાશ પામે છે. [૩૮૯]
આ પ્રમાણે ઉપસંહાર કરવા દ્વારા ફરી પણ મનુષ્યોમાં સુખાભાવને હેતુપૂર્વક બતાવતા ગ્રંથકાર કહે છે
तम्हा दारिद्दजरापरपरिभवरोयसोयतवियाणं । मणुयाणवि नत्थि सुहं, दविणपिवासाइ नडियाणं ॥ ३९०॥