________________
૬૦૬-ભવવિરાગદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સુખ-દુઃખની પરંપરા વિશેષાર્થ- પૂર્વે (૩૯૨મી ગાથામાં) કહેલી યુક્તિથી દેવોને પણ જરાય સુખ નથી. અથવા દેવોને સુખ છે એમ સ્વીકારવામાં આવે તો પણ ભવભ્રમણનું કારણ છે ઇત્યાદિ હેતુઓથી એ સુખો અંતે (Fપરિણામે) ભયંકર જ છે. એ સુખોથી શું સિદ્ધ થાય છે? એ સુખો પૂર્વે અનંતવાર પ્રાપ્ત કરેલા જ છે. છતાં જરાય વૃતિ થઈ નથી. એ સુખોથી સંસારમાં થનારાં દુઃખોથી રક્ષા પણ થઈ નથી. તેથી એ સુખોમાં સુખનું અભિમાન શું? અર્થાત્ એ સુખોને સુખો ન માનવા જોઇએ. કહ્યું છે કે–“લાંબા કાળે પણ જેનો અંત છે, અને જે અનહદ ભવદુઃખનું કારણ છે, પરમાર્થના જાણનારાઓ તેનો સુખ તરીકે વ્યવહાર કેવી રીતે કરે? અર્થાત્ તેને સુખ તરીકે કેવી રીતે માને?” [૩૩]
આ જ વિષયને વિચારતા ગ્રંથકાર કહે છેतं नत्थि किंपि थाणं, लोए वालग्गकोडिमेत्तंपि ।। जत्थ न जीवा बहुसो, सुहदुक्खपरंपरं पत्ता ॥ ३९४॥
વાળના અગ્રભાગ જેટલું પણ તે કોઇપણ સ્થાન નથી કે જ્યાં જીવો બહુવાર સુખ-દુ:ખની પરંપરાને ન પામ્યા હોય.
વિશેષાર્થ- આ વિષે કહ્યું છે કે- “જેમાં ક્ષણવારમાં સુખનો વિયોગ થાય છે, જેમાં અસંખ્ય દુઃખો પ્રસિદ્ધ છે, કષ્ટોના કારણે જેનું સ્વરૂપ ગહન છે, જેણે અનંતજીવોને દુ:ખી કર્યા છે, જેણે નિપુણ પુરુષોને સંતોષ પમાડ્યો નથી, જેમાં સઘળાં દુઃખો જોવામાં આવ્યા છે, આવો આ સંસાર કોના અનુરાગ માટે થાય? અર્થાત્ આવા સંસાર ઉપર (સંસારસ્વરૂપના જાણકાર) કોઈને ય રાગ ન થાય.” [૩૯૪]. આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલાના વિવરણમાં ભાવના દ્વારમાં
ભવવિરાગનામનું પ્રતિદ્વાર પૂર્ણ થયું.
આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવના દ્વારમાં ભવવિરાગરૂપ પ્રતિદ્વારનો
- રાજશેખરસૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.