________________
વિષયસંબંધી નિરપેક્ષતા-અપેક્ષામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [જિનપાલિત-જિનરક્ષિતની કથા-૬૦૧ આ શૂળીમાં નાખ્યો. તેણે બીજા પણ માણસોને આ રીતે ક્રમશઃ મારી નાખ્યા છે. અતિશય ભય પામેલા માર્કદીના પુત્રોએ તેને કહ્યું. એનાથી કબજે કરાયેલા અમે પણ આ રીતે જ રહીએ છીએ. તેથી અમારું શું થશે? શૂળીમાં ભેદાયેલા પુરુષે કહ્યું તમારું શું થશે તે કોણ જાણે? પણ હું કલ્પના કરું છું કે તમારો પણ માર્ગ આ જ છે. તેથી દીન-મુખવાળા તેમણે કહ્યું: મહાનુભાવ! અહીં જો કોઇપણ ઉપાયને જાણો છો તો મહેરબાની કરીને કહો. તેથી તેણે કહ્યું: જો એમ છે તો તમને ઉપાય કહું છું.
પૂર્વના ઉદ્યાનમાં સુંદરરૂપને ધારણ કરનાર અને ઉત્તમ શેલક નામનો યક્ષ સદા રહે છે. તે મહાત્મા ચૌદશ, આઠમ, પૂનમ અને અમાસના દિવસે કોને તારું? કોનું રક્ષણ કરું? એમ કહે છે. ત્યારે તમે “હે મહાનુભાવ! કૃપા કરીને તમે અમને તારો, અમારું રક્ષણ કરો.' એમ કહેજો. તેથી તે તમને સુખી કરશે. આસક્ત, મૂઢ અને અજ્ઞાન મેં આ ન કર્યું. પણ તમારે આ વિષે પ્રમાદ ન કરવો. તે બે પુત્રોએ અમૃતની જેમ તે વચનનો સ્વીકાર કર્યો. પછી પૂર્વદિશાના ઉદ્યાનમાં જઈને બંનેએ વાવડીના નિર્મલ પાણીમાં સ્નાન કર્યું. પછી કમળોને લઈને યક્ષના મંદિરમાં ગયા. ત્યાં યક્ષપ્રતિમાને પૂજે છે અને ભક્તિપૂર્વક વિનયથી નમે છે. આ પ્રમાણે કરતા તેમને યક્ષ પોતાના સમયે કોને તારું? કોની રક્ષા કરું? એમ કહે છે. પછી બંને બંધુઓ તેની પાસે જઈને વિનયથી કહે છે કે, હે સ્વામી! હે કરુણારસના અદ્વિતીય સમુદ્ર! હમણાં શરણરહિત અમને જ તારો, અમારું રક્ષણ કરો. તેથી યક્ષે કહ્યું. હું તમારું રક્ષણ કરું છું. તમારે મારી પીઠ ઉપર બેસી જવું. તમને સમુદ્રમાં મારી પીઠ ઉપર બેઠેલા જોઈને દેવી તમારા ચિત્તનું હરણ(=આકર્ષણ) કરશે. પણ જો તમે મનમાં ક્યાંય પણ તેના ઉપર અનુરાગ ધારણ કરશો, દૃષ્ટિથી પણ જો તેને જોશો, તો તમને મારી પીઠ ઉપરથી દૂર કરીને દૂર નાખી દઇશ. હવે જો તમે દેવીની અપેક્ષા નહિ રાખો તો હું તમને સંપત્તિનાં ભાજન કરીશ. તે બંનેએ કહ્યું તમે જે પ્રમાણે કહો છો તે પ્રમાણે કરીશું. (૫૦) પછી યક્ષે શ્રેષ્ઠ અશ્વનું રૂપ વિકુર્તીને તે બંનેને પીઠ ઉપર બેસાડ્યા. પછી તે સમુદ્રની મધ્યમાં ચાલ્યો.
આ દરમિયાન તે ક્ષુદ્રદેવી પોતાના સ્થાનમાં બધીય તરફ તે બેને શોધવા લાગી. તે બેને કયાંય ન જોતાં અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે. તેથી તે બેને સમુદ્રની મધ્યમાં રહેલા જુએ છે. તેથી જેમ ઘીથી અગ્નિ પ્રજવલિત બને તેમ, તે દેવી કોપથી સર્વ અંગોમાં સળગી ઊઠી. આકાશથી ઊડીને તેમની પાસે આવી. હે હે દુષ્ટો! મને છોડીને શેલકની સાથે કેમ ચાલ્યા? શું તમોએ હજી સુધી મારું સ્વરૂપ જાણ્યું નથી ? તેથી જો એને (=શેલકને) છોડીને ફરી પણ મારું શરણ નહિ સ્વીકારો તો આ તલવારથી તમારા