________________
૫૯૬પ્રેમના વિપાકમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[કૂણિકનું ચરિત્ર તે એમ વિચારે છે કે પિતા જ મને ગોળના બનાવેલ મોદક અપાવે છે. તેનો વૈરભાવ પ્રતિદિન વધે છે. આ તરફ અભયકુમારે દીક્ષા લીધી એટલે શ્રેણિક વિચારે છે કે, હવે આ રાજ્ય કૂણિકને આપવાનું છે. કૂણિકે ઉતાવળ કરીને સાવકા કાલ વગે૨ે દશ બંધુઓની સાથે મંત્રણા કરી કે, અગિયાર ભાગ કરીને આ રાજ્યને લઇએ. સાવકા ભાઇઓએ આ સ્વીકાર્યું. હવે એક દિવસ કૂણિકે સભામાં બેઠેલા સ્વપિતાને બાંધ્યો. પછી ઉઠાવીને અતિશય ભયાનક જેલમાં નંખાવ્યો. હવે દ૨૨ોજ સવાર-સાંજ ચાબુકના સો પ્રહાર અપાવે છે. તથા પાપી તેણે આહાર-પાણી પણ આપવાનો નિષેધ કર્યો. ચેલ્લણા (દ૨૨ોજ) કોઇપણ રીતે પોતાના વાળોમાં અડદ છુપાવીને લઇ જાય છે, તથા સુરા પીવડાવે છે. તેના પ્રભાવથી રાજા ચાબુકના સર્વપ્રહારોને જાણતો નથી, અર્થાત્ ચાબુકના પ્રહારોની વેદનાનો અનુભવ થતો નથી, તથા તૃષા વગેરેથી પીડા પામતો નથી.
આ રીતે દુઃખથી રહેલો શ્રેણિકરાજા વિચારે છે કે, અહો! જેનો અંત અતિશય અશુભે છે, અને જે અતિશય રસરહિત છે તે આ સંસારના વિલાસને જો. જે પુત્રોની પ્રાપ્તિ માટે સેંકડો માનતાઓ કરવામાં આવે છે, જે પુત્રોનો જન્મ થતાં વિવિધ વપનકો (=જન્મોત્સવો) કરાવવામાં આવે છે, અતિશય મૂઢ પુરુષો પોતાને પણ મુશ્કેલીમાં મૂકીને જે પુત્રોનું પોષણ કરે છે, પ્રયત્નપૂર્વક જેમને કલાઓ શીખડાવવામાં આવે છે, જેમના લાખો અપરાધો છુપાવવામાં આવે છે અને સહન કરવામાં આવે છે, આશારૂપી પિશાચણીથી વિડંબનાને પામેલા અને વિવેકરહિત મનુષ્યો જેમના કાર્ય માટે તે કોઈ દુ:ખ નથી કે જેને સહન કરતા નથી. તે પુત્રોનો આ પરિણામ છે કે જેથી સદ્ભાવથી જ સારભૂત હૃદયવાળા, જન્મથી જ ઘણા લાખો ઉપકારોને કરનારા અને એકાંત વાત્સલ્યવાળા પિતૃજન વિષે પણ નિષ્કારણ તે કંઇક કરે છે, અનેકવાર લડનાર શત્રુ પણ ન કરે. અથવા આ દોષ પુત્રોનો નથી, અને બીજા કોઇનો પણ નથી. જીવોનો આત્મા જ શત્રુપણે પરિણમે છે, અર્થાત્ જીવોનો આત્મા જ શત્રુ બને છે. અન્યથા સકલ અનર્થોને રોકનાર અને શિવસુખનું પણ કારણ એવા શ્રી વીર જિનેન્દ્રના ચરણકમળને પામીને પણ મેં દુ:ખની પરંપરાનો નિવાસ એવા આ ગૃહવાસનો ત્યાગ કેમ ન કર્યો? અને આવા પુત્ર આદિમાં પ્રેમનું બંધન કેમ કર્યું? તે મારા પુત્રો મેઘકુમાર, અભયકુમાર અને નંદિષણ ધન્ય છે કે જેમણે પરમાર્થને જાણીને દીક્ષા લીધી છે. બીજા પણ ધન્ય છે કે જેમણે દીક્ષા લીધી છે. બાળકો દીક્ષા લઇ રહ્યા છે, જ્યારે મૂઢ હું વૃદ્ધ થવા છતાં ઘરોમાં રહ્યો છું. તેથી તેનું આ ફળ મેં પ્રાપ્ત કર્યું. હે જીવ! પોતાનાથી જ પોતાને અનર્થોમાં પાડતો તું જો વીજિનવચનને યાદ કરે છે તો હમણાં કોના ઉપર ગુસ્સો કરીશ?
આ તરફ પિતાના ખોળામાં બેઠેલા કૂણિકના પુત્ર ઉદાયને ભોજનની થાળીમાં