________________
પ્રેમના વિપાકમાં].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ણિકનું ચરિત્ર-૫૯૫ થયો કે શ્રેણિક રાજાના ઉદરને ફાડીને માંસનું ભક્ષણ કરું. ખિન્ન બનેલી તે સતત પોતાની નિંદા કરે છે. વિલાપ કરતી તે બોલે છે કે, હા ભાગ્ય! મારા પતિનો પરમશત્રુ આ મને કેમ આપ્યો? કે જે મારી પણ આ રીતે કુમતિ કરે છે. જે પુત્ર મારા પ્રત્યે તેવા પ્રકારના અનુરાગી, મારા પ્રત્યે સદ્ભાવવાળા અને મારા પ્રિય એવા રાજા વિષે આ પ્રમાણે પ્રયત્ન કરે છે તે આ પુત્રથી સર્યું મારે એની જરૂર નથી. આ પ્રમાણે ચિંતન કરતી તે દિવસો પસાર કરે છે. પણ દોહલાને કહેતી નથી. (દોહલો પૂર્ણ ન થવાથી રાણી ક્ષીણ થતી જાય છે.) આથી શ્રેણિકરાજા રાણીને એકાંતમાં રાખીને અતિશય ઘણા આગ્રહથી તેને (ક્ષીણ થવાનું કારણ) પૂછે છે. તેથી રડતી રાણી પોતાની સખીઓના મુખથી (પોતાનો દોહલો) કહે છે. રાજા (આ સાંભળીને) હૃદયમાં ખિન્ન થવા છતાં સાહસના કારણે કહે છે કે હે દેવી! આ મારા માટે કેટલું માત્ર છે? હું તે રીતે કરું છું કે જેથી તારો દોહલો જલદી પૂર્ણ બને. રાણીને આ પ્રમાણે સ્વસ્થ રાખીને કરીને રાજા અભયકુમારને રાણીનો આ દોહલો પૂર્ણ થાય તેમ કરવાનું કહે છે.
સબુદ્ધિથી યુક્ત અભયકુમાર રાણીને મહેલની ઉપર ઝરુખામાં બેસાડે છે. રાજાના ઉદર ઉપર સસલાના સૂક્ષ્મ ચામડાથી પશુના માંસને બાંધે છે. પછી રાજાને ભૂમિમાં શયામાં ચત્તા રાખે છે સુવાડે છે. પછી ઉદરમાંથી માંસ કાપીને (આ રાજાનું માંસ છે એમ કહીને) રાણીને માંસ આપવામાં આવે છે. (જ્યારે માંસ કાપે છે ત્યારે) રાણીના સંતોષ ખાતર રાજા ખોટું આક્રન્દન કરે છે. રાજાનું ચિંતન કરતી રાણી પોતાની ઘણી રીતે નિંદા કરે છે. ગર્ભના કારણે થયેલા દોહલાના કારણે રાણી તે સઘળુંય માંસ ખાવાની ઈચ્છા કરે છે. પછી ક્રમે કરીને અતિશય ખિન્ન બનેલી રાણી પુત્રને જન્મ આપે છે. પછી ચેલ્લણા તે બાળકનો અશોકવનિકા ઉદ્યાનમાં ત્યાગ કરે છે. ત્યાં કુકડાના પીંછાથી તે બાળકની આંગળી છેદાઈ. આ જાણીને રાજા ચેલણાને ઠપકો આપે છે. પછી પોતાના પુત્રને મંગાવે છે. બીજી ધાવમાતાઓ દ્વારા તેનું પાલન કરાવે છે. રાજાએ તેનું અશોકચંદ્ર નામ રાખ્યું. આંગળી અતિશય કોમળ હોવાના કારણે સડી ગઈ. આથી કુમારોએ તેનું કૂણિક એવું બીજું નામ કર્યું. આંગળીમાંથી ઘણું પરૂ ગળે છે. તો પણ પુત્રસ્નેહથી મૂઢ બનેલ રાજા તે આંગળીને પોતાના મુખમાં નાખે છે. તેથી બાળક રડતો નથી, અન્યથા રડે છે. આ રીતે તે બાળક તેના ઘરમાં ક્રમે કરીને વધે છે. પછી ચલ્લણાને બીજાપણ હલ્લ અને વિહલ એ બે પુત્રો થયા. (૫૦)
પુત્રો અને રાજા (કોઈ કારણથી) બહાર ગયા ત્યારે ચેલણા કૂણિકને ગોળના બનાવેલા મોદક મોકલે છે, અને હલ્લ-વિહલ્લ વગેરેને ખાંડ-સાકરના બનાવેલા મોદક મોકલે છે. તેથી જન્માંતરના સંસ્કારોના કારણે કૂણિક શ્રેણિક ઉપર દ્વેષ ધારણ કરે છે.