________________
પ૯૪-પ્રેમના વિપાકમાં ઉપદેશમાલા (પુષ્પમાલા)
[કૂણિકનું ચરિત્ર કહ્યું. રાજાને દયા થઇ. તેથી ત્યાં જઈને સેનકને કહ્યું: હે મહાયશ! પૂર્વે મેં તમને ઘણો સંતાપ પમાડ્યો છે. તે સર્વની મને ક્ષમા કરો. વળી બીજું- આપે પ્રસન્ન થઈને (પારણામાં) મારા ઘરે આહાર લેવો. આ પ્રમાણે રાજાનો આગ્રહ થતાં તેણે તે સ્વીકાર્યું. પારણાના દિવસે તે કેટલામાં રાજાના ઘરે ગયો. તેટલામાં કોઈ કર્મવશથી રાજાનું શરીર અસ્વસ્થ થયું. તેથી દ્વારપાલોએ દરવાજા આગળ તેને પ્રવેશ ન કરવા દીધો. સકલ લોકને વ્યાક્ષિત જોઈને તે પાછો ફરી ગયો. તેથી કુંભિકામાં પ્રવેશ કરીને તેણે બીજું પણ મા ખમણ કર્યું. સારું થતા રાજાએ તે વૃત્તાંત પૂછ્યો, અને જાણ્યો. તેથી લજ્જા પામેલા તેણે સેનકની પાસે જઈને ઘણી રીતે પોતાની નિંદા કરી. પછી ફરી પારણા માટે કહ્યું. કોઈપણ રીતે તેણે પણ એનો સ્વીકાર કર્યો. બીજીવાર પણ તે જેટલામાં રાજાના ઘરે ગયો તેટલામાં રાજાને ફરી પણ રોગ ઉત્પન્ન થયો. તે જ રીતે તે પાછો ફરી ગયો. તે જ રીતે ત્રીજું પણ માસખમણ કર્યું. અતિશય વિલખો થયેલો રાજા પણ તે જ રીતે કોઈપણ રીતે તેની પાસે જઈને તેના ચરણોમાં પડીને ફરી ફરી બહુવાર તેને ખમાવે છે. ફરી પણ ઘણા આગ્રહથી પારણાનો સ્વીકાર કરાવે છે. પછી પણ ત્રીજીવાર તે જેટલામાં રાજાના ઘરે ગયો તેટલામાં ભવિતવ્યતા વશથી રાજાના શરીરે પૂર્વથી પણ અધિક તીવ્ર વેદના થઈ રહી છે. તેથી સઘળોય લોક ખિન્ન થઈ ગયો હતો. તેથી દ્વારપાળોએ તેને ગાઢ તિરસ્કારીને અને લાકડી આદિથી પરિતાપ પમાડીને કહ્યું: હે લક્ષણહીન! તારા કારણે અમારા સ્વામી વારંવાર આ અવસ્થાને પામે છે. માટે તું ફરી અહીં ન આવીશ. પછી તેને હાથોથી ગળામાં મજબૂત પકડીને ઘરમાંથી બહાર કાઢ્યો.
હવે તેના સર્વ અંગો ક્રોધરૂપ અગ્નિથી સળગી ગયા. પોતાના સ્થાને જઈને તેણે વિચાર્યું કે, આ રાજાએ કુમાર અવસ્થામાં મારી વિડંબના તે રીતે કરી કે (રપ) જેથી મેં આ વ્રત લીધું. તેને તેટલાથી સંતોષ ન થયો કે જેથી આજે પણ આ રીતે મારી વિડંબના કરે છે. અન્યથા જો તે સાચે જ ભક્તિથી મને નિમંત્રણ કરે છે તો આ વિષે પ્રધાન વગેરેને આદેશ કેમ ન કરે? તેથી જો મારા આચરેલા તપનો પ્રભાવ હોય તો હું પરભવમાં આ દુષ્ટના વધ માટે થાઉં. તે આ પ્રમાણે નિદાનસહિત મરીને વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થયો.
તે નિર્વેદના કારણે રાજા પણ તાપસીનું વ્રત સ્વીકારે છે. ત્યાં અજ્ઞાનતપ કરીને અને મરીને પ્રથમ વ્યંતર થયો. ત્યાંથી નીકળીને રાજગૃહ નગરમાં પ્રસિદ્ધ ઉત્તમ રાજા થયો. સેનકનો જીવ પણ ત્યાંથી ચેલણા રાણીના ગર્ભમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તેથી ગર્ભના પ્રભાવથી રાણી વિચારે છે કે જો શ્રેણિકરાજા આંખોથી ન જોવામાં આવે તો સુંદર થાય. આ પ્રમાણે બીજા પણ દ્વેષને ધારણ કરે છે. પાછળથી તેણે જાણ્યું કે ગર્ભનો જ આ પ્રભાવ છે. તેથી ચેલણા રાણી સતત ગર્ભવિનાશના ઘણા ઉપાયોથી ગર્ભનો વિનાશ કરે છે પણ ગર્ભનો કોઈપણ રીતે વિનાશ થતો નથી. રાણીને દોહલો