________________
૫૯૨-પ્રેમના વિપાકમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પ્રદેશીરાજાની પત્નીનું દૃષ્ટાંત તથા એમની સાથે સદા મનોહર વિલાસો કરવા લાગ્યા. દારિત્ર્યના ભારથી આક્રમણ કરાયેલો તે પુરુષ લોઢાને જોઇને દરરોજ પશ્ચાત્તાપરૂપ અગ્નિથી શરીરમાં બળવા લાગ્યો. પછી ઘણો સંતાપ કરવા છતાં તેણે કંઈ મેળવ્યું નહિ. તેથી તે કોળિયા અને ઘુંટડા માગે છે. ત્રણ પુરુષોએ કોળિયા-ઘુંટડા આપ્યા, અર્થાત્ તેને સહાય કરી.
હે રાજન! આ પ્રમાણે લોઢાના ભાર સમાન આ અજ્ઞાનને કોઇ જાતનો વિચાર કર્યા વિના છોડ અને સુખનાં કારણ એવા જ્ઞાનાદિ રત્નોને લે. આચાર્યશ્રીએ આ પ્રમાણે કહ્યું એટલે સંવેગના કારણે જેની આંખોમાંથી જલસમૂહ ઝરી રહ્યો છે એવા રાજાએ ચરણોમાં પડીને કહેવાનું શરૂ કર્યું. હે નાથ! આટલા કાળ સુધી હું અજ્ઞાનરૂપ સાગરમાં પડ્યો રહ્યો. હમણાં કરુણારસિક આપે મારો ઉદ્ધાર કર્યો. અન્યથા આલંબન રહિત હું નરકોમાં ગયો હોત. માટે જ ધર્મનું પહેલું અંગ ગુરુકૃપા છે એમ કહેવાય છે. ફરી રાજા સાધુ-શ્રાવકના ભેદથી ધર્મને વિસ્તારથી સાંભળીને બાર પ્રકારના ગૃહસ્થધર્મને સ્વીકારે છે. હવે કેટલાક દિવસો સુધી ગુરુચરણોની ઉપાસના કરતા તેને ધર્મ તે રીતે પરિણમ્યો કે જેથી દેવો પણ તેને ક્ષોભ ન પમાડી શકે.
હવે સંવેગને પામેલા તેણે એકવાર બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કર્યો. આથી કામાતુર સૂર્યકાંતા વિચારે છે કે રાજાએ જ્યારથી જિનધર્મ સ્વીકાર્યો છે ત્યારથી જ અમારી સાથે તેવા પ્રકારનું બોલવાનું પણ છોડી દીધું છે. તેથી તેને મારીને સૂર્યકાંત નામના સ્વપુત્રને રાજ્ય ઉપર સ્થાપું. જીવતો આ મારા માટે શલ્યરૂપ છે તથા મારી ઇચ્છાથી જાતે જ તેને મારું. વૈરી આને સાધુઓના ભયથી બીજો કોઇ નહિ મારે. પાપિણી તેણે આ પ્રમાણે વિચારીને એક દિવસ પૌષધના પારણામાં આહારની સાથે તીવ્ર વિષ આપ્યું. તેથી રાજાને અતિશય ઘણી વેદના થવા લાગી. તેણે કોઇપણ રીતે જાણી લીધું કે આ રમત સૂર્યકાંતાની છે.
હવે તે વિચારવા લાગ્યો કે, લોકમાં ગૃહવાસ સેવવામાં પરમાર્થથી સ્ત્રીની આસક્તિ જ કારણ છે. વળી સ્ત્રીલોકોનો આ સ્વભાવ છે કે સદ્ભાવવાળા મનુષ્યનું આ પ્રમાણે અકાર્ય કરવામાં પણ પ્રવર્તે છે. અથવા અગ્નિ જે બાળે છે, ઝેર જે મારે છે, સર્પ જે ડંસ દે છે તે તેમનો સ્વભાવ જ છે. તેમ નારીઓનો અકાર્ય કરવાનો સ્વભાવ જ છે. આથી જ સારના જાણકાર ધીરપુરુષો સ્ત્રીઓને છોડીને અને ચારિત્રને સ્વીકારીને સ્વકાર્યની સિદ્ધિને જ પામ્યા. તેથી મારે સૂર્યકાંતાની વિચારણા કરવાથી શું? હમણાં સ્વકાર્યને જ સાધું. કારણ કે હવે થોડું જ જીવવાનું છે. અહીં રહેલો પણ હું અરિહંત વગેરે પરમેષ્ઠીઓને વંદન કરું છું. દુઃખનો નાશ કરનારા તેમના જ ચરણકમલનું મારે શરણ હો. તથા વિશિષ્ટજ્ઞાની તેમની જ સમક્ષ પ્રાણિવધ વગેરે સર્વ પાપસ્થાનોની સમ્યક્ નિંદા કરું છું.