________________
ગુરુકુલવાસ ત્યાગમાં
ઉપદેશમાલા (પુષ્પમાલા) કૂિલવાલકનું દાંત-૫૪૯ છું. ચૈત્યોને વંદન કરતાં કરતાં મેં સાંભળ્યું કે આપ અહીં છો. આથી જંગમતીર્થ સ્વરૂપ આપને વંદન કરવા માટે અહીં આવી છું. શ્રી શત્રુંજય પર્વત વગેરે તીર્થોમાં આપને દેવો વંદાવ્યા છે. અર્થાત્ મેં આપનાવતી દેવોને વંદન કર્યું છે. વળી બીજું- મારી પાસે એષણી (=નિર્દોષ) ભાતું છે. તેથી તેનો સ્વીકાર કરીને મારા ઉપર અનુગ્રહ કરો. મુનિનું પારણું તે દિવસે હતું. આથી ભિક્ષા લે છે. વેશ્યા કુદ્રવ્યોથી મિશ્રિત મોદકો તેને ભક્તિથી વહોરાવે છે. તેના પ્રભાવથી મુનિને અતિશય ઘણા ઝાડા થઈ ગયા. હવે વેશ્યા તેના પાલન માટે તેને પોતાના આવાસમાં લઈ આવી. પછી ઉદ્વર્તન આદિ ક્રિયાઓને કરતી તે કમલદલ જેવા કોમળ હાથોથી તેના શરીરને સ્પર્શે છે. અન્ય પણ કામવાળી ચેષ્ટાઓને કરતી તે સંગીતધ્વનિ જેમ હરણને આકર્ષે તેમ તેના મનને પ્રતિક્ષણ આકર્ષે છે. પ્રતિપક્ષી ઔષધોથી તેને ક્રમશઃ સારો કર્યો. તેથી વશમાં કરાયેલો તે તેના ચરણોમાં પડેલા કિંકરની જેમ રહે છે.
પછી વેશ્યા તેને કોણિકની પાસે લઈ ગઈ. તેથી કોણિકે તેને કહ્યું તે પ્રમાણે કરો કે જે રીતે આ વૈશાલીનગરી લઈ શકાય. કોણિકની વાતનો સ્વીકાર કરીને તે વૈશાલીનગરીની અંદર ગયો. નૈમિત્તિકના બહાનાથી ભમતા તેણે મુનિસુવ્રતજિનના સ્તૂપનો પ્રભાવ જાણ્યો. પછી લોકોને કહ્યું: આ સૂપ અપલક્ષણવાળો છે. તેથી આ સ્તૂપ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ ઘેરાવો દૂર નહિ થાય. તેથી લોકોએ તેને પૂછ્યું: આની ખાતરી શી? તેણે કહ્યું. આ સૂપને તમે દૂર કરવાનું શરૂ કરશો કે તરત જ કોણિક પાછો હટવા માંડશે. લોકોએ સ્તૂપને દૂર કરવાનું શરૂ કર્યું એટલે તેણે સંકેત કરીને કૂણિકરાજાને કંઈક પાછલી તરફ મોકલ્યો= પાછો વાળ્યો. તેથી ખાતરી થતાં સંપૂર્ણ સ્તૂપને દૂર કર્યો=ભાંગી નાખ્યો. પછી કૂણિકે પાછા વળીને સઘળો કિલ્લો ભાંગી નાખ્યો. ત્યાં (નગરીમાંથી) બહાર નીકળતા ચેટકરાજાને કૂણિકે કહ્યું. કહો, હમણાં હું શું કરું? તેથી ચેટકરાજાએ કહ્યું: એકક્ષણ સુધી અહીં જ રહે, વાવડીમાં સ્નાન કરીને હું પાછો ફરું ત્યાં સુધી નગરીમાં પ્રવેશ ન કર. કૂણિકે તે પ્રમાણે સ્વીકાર્યું. ચેટકરાજા ત્યાં જઈને લોઢાની પૂતળી ગળે બાંધીને પોતાને વાવડીમાં નાખે છે. વાવડીમાં પડતા તેને ધરણે ઝીલી લીધો અને શ્રાવક તરીકેના બહુમાનભાવથી પોતાના ભવનમાં લઈ ગયો. ચેટકરાજા ત્યાં અનશન વિધિ કરીને આઠમા દેવલોકમાં ગયો. નગરના લોકોને સત્યકી વિદ્યાધર નીલવંત વૈતાઢ્ય પર્વત ઉપર લઈ ગયો. કૂણિકે ગધેડા જોડેલા હળોને વૈશાલીનગરીમાં ચલાવ્યા, અર્થાત્ નગરીને હળોથી ખેડાવી. ગુરુકુલવાસથી અને વ્રતોથી ભ્રષ્ટ કૂલવાલક પણ સ્તૂપલંગ વગેરે સર્વ અનુચિત કરીને અતિશય ઘણા કાળ સુધી સંસારમાં ભમશે અને ભયંકર મહાદુઃખને સહન કરશે. તેથી પ્રાણનો ત્યાગ થાય તો પણ ગુરુકુલવાસને ન છોડ. [૩૪૮]
આ પ્રમાણે ફૂલવાલકનું દૃષ્ટાંત પૂર્ણ થયું.