________________
પ્રેમના વિપાકમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [પ્રદેશ રાજાની પત્નીનું દાંત-૫૮૭ હવે પ્રદેશી રાજાની પત્નીનું દૃષ્ટાંત કહેવાય છે–
પ્રદેશ રાજાની પત્નીનું દૃષ્ટાંત શ્વેતાંબિકા નામની નગરી છે. જાણે કે તે નગરીના હિમ જેવા સફેદ મહેલોના તળિયાઓનું હરણ કરીને સફેદ કિરણવાળો ચંદ્ર પણ સફેદ બની ગયો. ત્યાં પ્રદેશી નામનો રાજા શુદ્ર, સદાય દુષ્ટાત્મા, લોભી, અકાર્યમાં તત્પર, રૌદ્રપ્રકૃતિવાળો, ક્લિષ્ટ મનવાળો, નાસ્તિકવાદમાં તત્પર, અને આ લોકના કાર્યમાં આસક્ત હતો, જીવ, પુણ્ય-પાપ અને પરલોકને કોઇપણ રીતે માનતો ન હતો. સંપૂર્ણ અંતઃપુરમાં સારભૂત એવી સૂર્યકાંતા નામની તેની પત્ની હતી. તેનો સર્વમતિરૂપ નદીઓમાં મગરમચ્છરૂપ વિચારોને ધારણ કરનારો ચિત્ર નામનો મંત્રી હતો.
ક્યારેક રાજાએ તેને કામ માટે શ્રાવસ્તિ નગરીમાં મોકલ્યો. ત્યાં ગયેલા તેણે શ્રી પાર્શ્વપ્રભુના શ્રેષ્ઠશિષ્ય અને ચાર જ્ઞાનરૂપ ઋદ્ધિથી સંપન્ન કશી નામના આચાર્યને જોયા. તેમની પાસે ધર્મ સાંભળીને તે પ્રતિબોધ પામ્યો. તેથી સમ્યકત્વમૂલ બાર પ્રકારનો ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો, અર્થાત્ સમ્યકત્વના સ્વીકારપૂર્વક શ્રાવકના બારવ્રતોને સ્વીકાર્યા. પોતાને કૃતકૃત્ય ગણીને તેણે વિચાર્યું. શું તે પણ મિત્ર છે? કે જે મિત્રનો પાપરૂપ કાદવમાંથી ઉદ્ધાર ન કરે. તે નોકરથી પણ શું? કે જે સ્વામીના દુઃખની ઉપેક્ષા કરે. મોટાં પાપકાર્યોમાં તત્પર મારો સ્વામી દુ:ખી છે. હમણાં મેં મહાન શાપરૂપ રોગને દૂર કરનારો વૈદ્ય મેળવ્યો છે. તેથી આ પરમગુરુને ત્યાં લઈ જઈને તે રાજાની પણ ચિકિત્સા કરાવું કે જેથી તે પાપરૂપ રોગોથી મુક્ત થાય. આ પ્રમાણે વિચારીને મંત્રીએ કહ્યું: હે ભગવન્! આપે જિનશાસનરૂપ વહાણમાં બેસાડીને મારો ભવસાગરથી ઉદ્ધાર કર્યો. હવે શ્વેતાંબિકા નગરીમાં વિહાર કરીને કૃપા કરો. ગુરુએ કહ્યું: તેવો યોગ થયે છતે તે પ્રમાણે પ્રયત્ન કરીશું. પછી ભક્તિથી વંદન કરીને મંત્રી શ્વેતાંબિકા નગરીમાં ગયો.
ગુરુ પણ વિહાર કરતાં ક્રમથી ત્યાં જ આવ્યા. કાર્ય માટે રાખેલા પોતાના પુરુષો પાસેથી મંત્રીએ તે જાણ્યું. મંત્રી ત્યાં જ રહીને ભાવપૂર્વક તે ગુરુને વંદન કરે છે. પોતે જિનધર્મને સ્વીકાર્યો છે એમ રાજાને મંત્રી જણાવા દેતો નથી. અશ્વોને ખેલાવવાના સ્થાનમાં જવાના બહાને મંત્રી રાજાને લઈ જાય છે. જ્યાં ગુરુ વિસ્તારથી ધર્મકથા કહી રહ્યા છે ત્યાં ઊભા રહે છે. પછી રાજા પૂછે છે કે આ મુંડિયો શું બરાડા પાડે છે? તેથી પ્રધાને કહ્યું. હું બરોબર જાણતો નથી. કિંતુ આપ આવો, ત્યાં જઈને સાંભળીએ. પછી તેઓ આચાર્યની પાસે ગયા. ગુરુએ તેમને દેવ-ગુરુનું સ્વરૂપ અને જીવાદિ તત્ત્વ કહ્યું. એટલે રાજા કહે છે કે આ નિરર્થક જ છેઃખોટું જ છે. તે આ પ્રમાણે