________________
પ્રેમના વિપાકમાં].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભરત ચક્રવર્તીની કથા-૫૮૫ જો તમે દીક્ષા લો તો ઇન્દ્રો પણ તમને નમે. તેથી આ લોકમાં અને પરલોકમાં સુખને લાવનારા ધર્મમાં ઉદ્યમ કરો. જિનવરે આ પ્રમાણે કહ્યા પછી સૂત્રકૃતાંગસૂત્રનું વૈતાલિક અધ્યયન પ્રરૂપ્યું એટલે બોધ પામેલા બધાએ દીક્ષા લીધી. (૨૫)
આ વૃત્તાંત સાંભળીને ભરતરાજાએ ખેદ કર્યો કે જેમણે પરમાર્થને કર્યો છે તેવા બંધુઓએ અનાથ એવા મને જ મૂકી દીધો. કેટલાક દિવસો પછી ભરતચક્રી તે પણ બધું ભૂલી ગયો. પછી દૂતદ્વારા બાહુબલિને પણ તે જ કહેવડાવે છે. બાહુબલિએ કહ્યું: રે! રે! લોભી તેણે બિચારા ભદ્રિકોને (=અઠ્ઠાણું ભાઇઓને) ત્રાસ પમાડીને દીક્ષા લેવડાવી તેવી રીતે નિષ્ફર અને ધનમાં રસવાળો તે મને પણ ગભરાવવાને ઇચ્છે છે. ખરેખર! તે મરચાઓને પણ ચણાની જેમ ખાવાને ઇચ્છે છે. તેથી જો તે સુભટસમૂહને ધારણ કરે છે તો લડવા માટે આવે. હું લડવા માટે તૈયાર છું. મેં ભરતક્ષેત્રને જીતી લીધું છે એમ અભિમાન ન કરે. મને જીત્યા વિના તેણે ભરતક્ષેત્રનું શું જીત્યું છે? તારાઓના અભાવમાં પણ ચંદ્રથી આકાશ પ્રકાશવાળું હોય છે. ભદ્રિકોનું (=અઢાણું બંધુઓનું) પરાભવ કરતા તેણે પૂર્વે પણ મારો કોપરૂપ અગ્નિ સળગાવ્યો જ છે, અને હમણાં તેને પ્રજવલિત બનાવ્યો છે. તેથી બહુ કહેવાથી શું? હમણાં તારા સ્વામીના હૃદયમાંથી અભિમાનરૂપ મલ્લને દૂર કરીને તારા સ્વામીને સુખ આપનારો કરું. તારા સ્વામી પાસે જઈને આ મારી વાત કહે. ઇત્યાદિ કહીને અને અપમાનિત કરીને દૂતને રજા આપી. દૂતે જઈને ભરતરાજાને બધું વિશેષરૂપે કહ્યું. તે સાંભળીને ભરતરાજા ગુસ્સે થયો. પછી ગુસ્સાના કારણે પોતપોતાના સૈન્યથી પરિવરેલા તે બંનેય પોતાના દેશના સીમાડાઓમાં ભેગા થયા.
પછી બાહુબલિએ કહ્યું: અપરાધથી રહિત આ કીડાસમાન ઘણા લોકને નિષ્કારણ જ શા માટે હણવામાં આવે? જો તું મને જીતીને નિષ્ફટક રાજ્યને ઇચ્છે છે તો રાજ્યની તૃષ્ણાવાળા તારે અને મારે જ યુદ્ધ કરવું યોગ્ય છે. પછી રથોમાં આરૂઢ થયેલા તે બંનેય પરસ્પર ભેગા થયા. પહેલાં નિમેષરહિત તે બંનેનું દૃષ્ટિયુદ્ધ થયું. પછી પક્ષનો સ્વીકાર અને પક્ષમાં દૂષણ આપવું ઇત્યાદિરૂપ વાગ્યુદ્ધ થાય છે. પછી વાણીવડે (સિંહનાદ કરવા વડે) યુદ્ધ કરે છે. પછી મુષ્ટિયુદ્ધ થયું. પછી મહાદંડ યુદ્ધ થયું. પણ બધા યુદ્ધોમાં બાહુબલિ જીતે છે અને ભરત હારે છે. હવે વિષાદને પામેલા ભરતરાજા વિચારે છે કે હા દેવ! આ વળી શું? શું આ જ ચક્રી છે? મારો શ્રમ નિષ્ફલ જ છે. પછી દેવે ધીરજ આપીને ભરતરાજાના હાથમાં સમસ્ત વિશ્વને ભય પમાડનારું અને પ્રકાશ કરનારું ચક્રરત્ન આપ્યું. હાથમાં લીધેલા ચક્રથી દુઃષ( દુઃખથી સહન કરી શકાય તેવો) ભરતરાજા જેટલામાં બાહુબલિ તરફ દોડ્યો તેટલામાં બાહુબલિ વિચારે છે કે ચક્રની સાથે ભારતના ચૂરેચૂરા કરી નાખું. અથવા દંડયુદ્ધમાં પરાજિત થયેલો, લજ્જાહીન અને ગૌરવથી મુક્ત આ જો કે દેવો અને મનુષ્યોની સમક્ષ