________________
પ્રેમના વિપાકમાં].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભરત ચક્રવર્તીની કથા-પ૮૩ તેથી પોટ્ટિલ દેવ પણ અવસર જાણીને પ્રત્યક્ષ થાય છે. પછી મંત્રીને કહે છે કે, જેવી રીતે રોગીઓને ઔષધનું શરણ છોડવા યોગ્ય નથી, બલવાનોથી પીડા પામેલાઓને વિષમ કિલ્લાઓ શરણ છે, તેવી રીતે ભય પામેલા જીવોને પણ દીક્ષા શરણ થાય છે. કારણ કે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવનારા અને ઉપશમની પ્રધાનતાવાળા મુનિઓને આ લોકસંબંધી પણ ભયો આવતા નથી, અને ઉત્તમમુનિઓ પરભવમાં સુખી જ થાય છે. પછી મંત્રી “આ શું છે?” એ પ્રમાણે સઘળો ય વૃત્તાંત દેવને પૂછે છે. દેવ પણ કહે છે કે તમને બોધ પમાડવા માટે મેં આ બધું (દિવ્યશક્તિથી) કર્યું છે. હવે પ્રધાને દેવને કહ્યું: જો તું રાજાને મારા ઉપર મહેરબાનીવાળો કરે તો હું દીક્ષા લઉં. અન્યથા લોક કહેશે કે, રાજા તેના ઉપર ગુસ્સે થયો એટલે શરણરહિત તેણે દીક્ષા લઈ લીધી. દેવે તેની વાતનો સ્વીકાર કર્યો. રાજાને મંત્રી પ્રત્યે સારા પરિણામવાળો કર્યો. પદ્માવતી રાણીએ રાજાને અનેક રીતે ઘણો ઠપકો આપ્યો. રાજા મંત્રીને મનાવીને ઘણા આડંબરથી ઘરે લઈ જાય છે.
પછી દરરોજ વિનાશશીલ સંસારસ્વરૂપને મનમાં વિચારતા મંત્રીને જાતિસ્મરણ- જ્ઞાન થયું. તેથી પૂર્વે જ અનુભવ્યું હતું તેને યાદ કરે છે. તે આ પ્રમાણે- હું આ જંબૂતીપમાં મહાવિદેહક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરિકિણી નગરીમાં મહાપદ્મ નામનો રાજા હતો. ત્યાં દીક્ષા લઈને ચૌદપૂર્વોનો અભ્યાસ કર્યો હતો. દીક્ષાને પાળીને સાતમાં દેવલોકમાં ઉત્પન્ન થયો. અધિક સંવેગને પામેલા તેણે રાજાની પાસે દીક્ષાની સંમતિ મેળવી. રાજા પણ મંત્રીને શિબિકામાં બેસાડવા વગેરે ઘણા આડંબરથી અમદવન ઉદ્યાનમાં જાતે લઈ જાય છે. ત્યાં મંત્રી પાંચ મહાવ્રતની પ્રધાનતાવાળા ચારિત્રને સ્વીકારે છે. હવે શુભચિંતનમાં સારી રીતે રહેવાથી પૂર્વભવમાં ભણેલાં સંપૂર્ણ ચૌદપૂર્વેનું સ્મરણ કરે છે. આ પ્રમાણે ક્રમશ: શુભપરિણામ વધતાં તેના ઘાતકર્મોનો ક્ષય થયો. તેથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. નજીકમાં રહેલા વાણવ્યતર વગેરે દેવોએ કેવલજ્ઞાનનો મહિમા કર્યો. પછી કનકધ્વજ રાજા વગેરે પર્ષદાને ધર્મ કહ્યો. રાજાને દેશવિરતિધર્મ આપ્યો. બીજા ઘણા લોકોને પ્રતિબોધ પમાડ્યો. ક્રમે કરીને તે મુનિ મોક્ષને પામ્યા.
આ કથામાં પ્રસ્તુત એ છે કે પિતા પણ કનકરથરાજા પુત્રો પ્રત્યે તે રીતે (અનુચિત) વર્તન કરે છે. આથી આ સંસારમાં પિતૃજનના પ્રેમમાં પણ આગ્રહ શો રાખવો?
આ પ્રમાણે કનકરથરાજા અને તેતલિપુત્ર પ્રધાનની કથા પૂર્ણ થઈ. હવે ભરત ચક્રવર્તીનું દૃષ્ટાંત કહેવામાં આવે છે–
ભરત ચક્રવર્તીની કથા ઋષભદેવે વીસલાખ પૂર્વ કુમાર અવસ્થામાં પસાર કર્યા. ત્રેસઠલાખ પૂર્વ રાજ્યનું પાલન કર્યું. વિનીતા નગરીમાં ભરતરાજાનો રાજ્યાભિષેક કર્યો. અઢાણું પુત્રોને તે તે ઉ. ૧૪ ભા.૨