________________
પ્રેમનો વિપાકમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [કનકરથનું દૃષ્યત-૫૮૧ આપી. પછી રાજાને કહ્યું કે પદ્માવતીને મરેલી પુત્રી જન્મી છે. પછી રાજાએ તે પુત્રીનું મૃતકકાર્ય કર્યું. પુત્ર મંત્રીના ઘરે મોટો થવા લાગ્યો. મંત્રીએ તેનું કનકધ્વજ નામ રાખ્યું.
આ તરફ મંત્રી પોટ્ટિલાના કોઈ કર્મના દોષથી એક દિવસ નિષ્કારણ જ પોટ્ટિલા ઉપર જલદી વિરાગવાળો બન્યો. તેથી સન્માન, દાન, ભોગસુખો તો દૂર રહ્યાં, કિંતુ તેનું નામ પણ કોઇપણ રીતે સાંભળવાનું મંત્રી ઇચ્છતો નથી. તેથી ઘણા ખેદને ધારણ કરતી તેને મંત્રીએ દાનશાળામાં દાન કાર્યમાં જોડી. ત્યાં તે વિવિધ દાનોને આપતી રહે છે. તેથી તેણે ગુણવંતી સાધ્વીઓને જોઈ. પછી ધર્મ સાંભળ્યો એટલે તેને દીક્ષાના પરિણામ થયો. હવે તે તેતલિપુત્રની પાસે દીક્ષા લેવાની સંમતિ મેળવે છે ત્યારે મંત્રીએ કહ્યું: જો દેવલોકમાં ગયેલી તું અહીં આવીને મને જિનધર્મને પમાડે તો તને દીક્ષાની રજા આપું. (૨૫) પોટ્ટિલાએ તે સ્વીકાર્યું. પછી મંત્રી તેનો મહાન દીક્ષા મહોત્સવ કરાવે છે. દીક્ષા લઇને પોટિલાએ અગિયાર અંગો ભણ્યાં. ઘણાં વર્ષો સુધી દીક્ષા પર્યાય પાળ્યો. પછી અંતે એકમાસનું અનશન કરીને સમાધિપૂર્વક મૃત્યુ પામીને વૈમાનિક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ.
આ તરફ કનકરથ પણ મૃત્યુ પામ્યો. પછી મંત્રીએ સર્વ મંત્રીઓ, સામંતો અને નગરલોકોને કનકધ્વજનો સઘળો વૃત્તાંત કહ્યો. તેથી બધાએ તે કુમારનો જ રાજ્યાભિષેક કર્યો. પછી પદ્માવતી રાણીએ કનકધ્વજ રાજાને એકાંતમાં પરમ આદરથી કહ્યું કે, તેતલિપુત્રે તને જીવન અને રાજ્ય આપ્યું છે. મોટાઓ ઉપર કરેલો થોડો પણ ઉપકાર કોઇ સારા ક્ષેત્રમાં વાવેલા બીજની જેમ વિસ્તારને પામે છે. તો પછી ઘણા ઉપકાર વિષે તો શું કહીએ? તુચ્છ માણસ ઉપર કરાતો મોટો પણ ઉપકાર નાશ પામે છે. તપેલા લોઢાના ભાજનમાં નંખાતુ પણ પાણી સુકાઈ જાય છે. તેથી જો તારે મોટાઓના પગલે ચાલવું હોય, અને જો તું લક્ષ્મીને ઇચ્છે છે તો હે વત્સ! તેતલિપુત્રને જ પિતા, ગુરુ કે દેવ તરીકે જો. તેથી રાજાએ ‘તહત્તિ' એમ કહીને માતાના વચનનો સ્વીકાર કર્યો. રાજા આવતા મંત્રીનું અભુત્થાન કરે છે=મંત્રી આવે ત્યારે ઊભો થાય છે. જતા મંત્રીની પાછળ (થોડે સુધી) જાય છે. તેના વચનનું ક્યારેય ઉલ્લંઘન કરતો નથી. તેના નિર્વાહના સઘળાંય સાધનો અતિશય ઘણાં વધ્યાં.
આ તરફ પોઠ્ઠિલદેવ પૂર્વે સ્વીકારેલા વચનને યાદ કરીને સાધુનું રૂપ કરવું વગેરે વિવિધ પ્રકારોથી મંત્રીને પ્રતિબોધ પમાડે છે. આમ છતાં મંત્રી સ્વપ્નમાં પણ તેના વચનને કરતો નથી, અર્થાત્ પ્રતિબોધ પામતો નથી. હવે દેવે વિચાર્યું કે આ જ્યાં સુધી દુઃખ નહિ પામે ત્યાં સુધી ચોક્કસ ધર્મને નહિ સ્વીકારે, પ્રાયઃ અન્ય પણ સુખી પુરુષ હૃદયમાં ધર્મબુદ્ધિને ૧. અહીં વડવિના સ્થાને વળેકવિ એમ હોવું જોઇએ એમ સમજીને અર્થ કર્યો છે.