________________
ઉપદેશમાલા (પુષ્પમાલા)
૫૮૦-પ્રેમના વિપાકમાં]
હવે કનકરથનું દૃષ્ટાંત લખાય છે–
[કનક૨થનું દૃષ્ટાંત
કનકરથનું દૃષ્ટાંત
તેતલિપુર નામનું નગર હતું. તેમાં ઢગલા કરેલા સુવર્ણની પીળીપ્રભાઓના સંબંધવાળો થયેલો સઘળો લોક ગૌરવર્ણને ધારણ કરે છે. તેમાં કનકરથ રાજા રહે છે. બીજાઓને દંડ કરવા છતાં તલવાર વિષે તેને સદા જાણે શરી૨ મનથી મુક્ત હોય તેવો સૌમ્યભાવ હતો, અર્થાત્ બીજાઓને તલવારથી મારી નાખતો ન હતો. તેની સઘળા અંતઃપુરને શોભવાનારી પદ્માવતી નામની રાણી હતી. ત્યાં તેતલિપુત્ર નામનો મંત્રી રાજ્યની ચિંતા કરે છે. એકવાર હાથીના સ્કંધ ઉપર આરૂઢ થઇને રાજા પાસે જતાં રાજમાર્ગ ઉપ૨ મંત્રીએ એક મહેલમાં ઘણી સખીઓની મધ્યમાં રહેલી, સુવર્ણના દડાની રમતોથી રમતી, ત્રિભુવનના મનને મોહિત કરવાનું જાણે ઔષધિનું મૂળિયું હોય તેવી એક શ્રેષ્ઠ કન્યાને જોઇ. તેના પ્રત્યે આકર્ષાયેલા ચિત્તવાળા તેણે કોઇક પુરુષને તેનો વૃત્તાંત પૂછ્યોઃ પરમાર્થના જાણકાર તેણે કહ્યું: અતિશય ઋદ્ધિથી સંપન્ન અને ઉત્તમ કલાદ નામનો શ્રેષ્ઠી રહે છે. તેનો આ મહેલ છે અને તેની પોટ્ટિલા નામની આ પુત્રી છે. આ સાંભળીને મંત્રીએ તે શેઠની પાસે પોટ્ટિલાની માગણી કરાવી. પછી શુભદિવસે ઘણા આડંબરથી તેને પરણ્યો.
આ તરફ રાજ્યમાં આસક્ત અને મૂઢ કનકરથ રાજા વિચારે છે કે, મેં આ રાજ્ય નિષ્કંટક (=ઉપદ્રવથી રહિત) બનાવ્યું છે. પણ બલવાન કોઇ પુત્ર રાજ્યની તૃષ્ણાવાળો થાય તો મને મારીને પણ રાજ્ય જલદી લઇ લે. ઘણા પુણ્યથી રાજ્ય મળે છે. આમ વિચારીને તે પુત્રનો જન્મ થતાં જ કોઇ પુત્રનું નાક અને હોઠ કાપી નાખે છે, કોઇ પુત્રના હોઠ અને કાન કાપી નાખે છે. કોઇ પુત્રની આંખો છેદી નાખે છે. કોઇના હાથ, કોઇના પગ, તો કોઇના કાન કપાવી નાખે છે. આ પ્રમાણે નિર્દય પરિણામવાળો તે સઘળાય પુત્રોને વિકલ અંગવાળા કરે છે.
ક્યારેક પદ્માવતી રાણીને ગર્ભ ઉત્પન્ન થયો. આથી તેણે તેલિપુત્ર મંત્રીને બોલાવીને એકાંતમાં કહ્યું: જો મારે પુત્ર થાય તો તમારે એકાંતમાં તેની રક્ષા કરવી. અન્યથા મૂઢ રાજા તેનો પણ વિનાશ કરાવશે. તેથી નગર-દેશસહિત સઘળું રાજ્ય આપણા જોતાં જ ક્ષય પામશે. તેથી જો મારું વચન કરો=મારા કહ્યા પ્રમાણે કરો તો તારો, મારો અને રાજ્યનો તે એક જ આધાર થશે.
મંત્રીએ તે વચનનો સ્વીકાર કર્યો. ભવિતવ્યતાવશથી પોટ્ટિલાને પણ તે જ દિવસે ગર્ભ રહ્યો. તે બંનેની એકદિવસે સાથે જ પ્રસૂતિ થઇ. પોટ્ટિલાને મરેલી જ પુત્રી જન્મી. રાણીએ રૂપાળા પુત્રને જન્મ આપ્યો. મંત્રીએ એકાંતમાં તેને લઇ લીધો. મરેલી પુત્રી રાણીને