________________
૫૭૮- તિર્યંચ-મનુષ્યગતિનાં દુઃખો] ઉપદેશમાલા (પુષ્પમાલા)
પ્રેિમનું સ્વરૂપ લોકનો પ્રેમ બાંધીને છોડેલા કંદોરાના છેડા સમાન છે. આથી લોકપ્રેમ કોઈપણ રીતે નિરંતર ( ગાઢ) બનીને દૂર અંતરવાળો થાય છે.
વિશેષાર્થ- કેડમાં કંદોરો બાંધતી વખતે તેના બે છેડા ભેગા થાય છે. આ રીતે ભેગા થયેલા બે છેડા નિરંતર (=ગાઢ) થઈને પણ ફરી કંદોરાને છોડતી વખતે તે બે છેડા અતિશય અંતરવાળા થાય છે. એ પ્રમાણે લોકોનો પણ પ્રેમ કાર્યની અપેક્ષાના કારણે કયારેક એમ જ પહેલાં ભેગા થતી વખતે નિરંતર(ગાઢ) થઈને પણ ફરી પણ સ્વકાર્યની સિદ્ધિ થઈ જતાં પરસ્પર અસત્ય (પ્રવૃત્તિના) દર્શન અને પરસ્પર અસત્યશ્રવણ આદિથી એમ જ જલદી જ ભાવ બદલાઈ જવાથી અતિશય અંતરવાળો થઈ જાય છે. તેથી વિવેકીઓને તેમાં ( પ્રેમમાં) પણ આદર ન હોય. [૩૮૪]
લોકને માતા-પિતા આદિ ઉપર જ વિશેષ પ્રેમ હોય છે, તે પ્રેમનો ભંગ થતો નથી એમ કોઈ કહે તો તેનો ઉત્તર કહે છે
माइपिइबंधुभज्जासुएसु पेम्मं जणम्मि सविसेसं । चुलणीकहाइ तं पुण, कणगरहविचेट्ठिएणं च ॥ ३८५॥ तह भरहनिवइभजाअसोगचंदाइचरियसवणेण । अइविरसं चिय नजइ, विचेट्ठियं मूढहिययाणं ॥ ३८६॥
લોકને માતા-પિતા, બંધુ, પત્ની અને પુત્ર ઉપર પ્રેમ અધિક હોય છે. તે પ્રેમ અતિવિરસ (=પરિણામે દુઃખ આપનાર) જ થાય છે.
ચલનીની કથાથી, કનકરથની ચેષ્ટાથી, ભરત ચક્રવર્તી, પ્રદેશ રાજાની પત્ની, અશોકચંદ્ર ( કૂણિક) આદિનાં ચરિત્રોના શ્રવણથી માતા-પિતા આદિનો પ્રેમ અતિવિરસ છે એમ જણાય છે. આથી જ તે પ્રેમ મૂઢ હૃદયવાળા જીવોની ચેષ્ટા છે.
વિશેષાર્થ– માતા-પિતા, બંધુ, પત્ની અને પુત્ર ઉપર લોકને પ્રેમ અધિક હોય છે એ વિષે અમારો પણ વિવાદ નથી. પણ તે પ્રેમનો પણ ભંગ થતો હોવાથી તે પ્રેમ અતિવિરસ= અતિશય નિર્વેદ ઉત્પન્ન કરનાર થાય છે. આથી જ માતા-પિતા આદિની સાથે જે પ્રેમ છે તે મૂઢ હૃદયવાળા=અજ્ઞાન સ્વભાવવાળા જીવોની ચેષ્ટા છે. કયા કારણથી પ્રેમ વિરસ છે તે કહે છે-બ્રહ્મદત્તની માતા ચુલનીની કથાથી માતાનો પ્રેમ, કનકરથ રાજાની ચેષ્ટાથી પિતાનો પ્રેમ, ભરતચક્રીનું ચરિત્ર સાંભળવાથી ભાઇનો પ્રેમ, પ્રદેશ રાજાની પત્નીનું ચરિત્ર સાંભળવાથી પત્નીનો પ્રેમ, કૂણિકનું ચરિત્ર સાંભળવાથી પુત્રનો પ્રેમ, બીજા પણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ દૃષ્ટાંતોથી પ્રેમ વિરસ છે એમ વિચારવું.