________________
પ૭૬-તિર્યચ-મનુષ્યગતિનાં દુઃખો] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[લક્ષ્મીનું સ્વરૂપ નારકોને ઉત્કર્તન, દહન, છેદન આદિ જે દુઃખ છે તેને હજારમુખવાળો પણ જીવ હજારો વર્ષોથી પણ ન કહી શકે.
વિશેષાર્થ– ઉત્કર્તન=કાપવું. દહન–બાળવું. છેદન=છેદવું. [૩૭૯]
નારકોનું આ દુઃખ કેવલીના વચનથી જાણી શકાય છે. તિર્યંચોનું ઠંડી-ગરમી સહન કરવી વગેરે જે દુઃખ છે તે દુઃખ તો લોકોને પણ પ્રત્યક્ષ જ છે એમ જણાવતા ગ્રંથકાર કહે છે–
सीउण्हखुप्पिवासादहणंकणवाहदोहदुक्खेहिं । दूमिजंति तिरिक्खा, जह तं लोएऽवि पच्चक्खं ॥ ३८०॥
ઠંડી, ગરમી, સુધા, તૃષા, દહન, અંકન, વાહ અને દોહ એ દુઃખોથી તિર્યંચો જે રીતે પીડા અનુભવે છે તે લોકમાં પણ પ્રત્યક્ષ છે.
વિશેષાર્થ- દહન=જંગલનો અગ્નિ વગેરેથી બળી જવું. અંકન=લોઢાના ગરમ સળિયા વગેરેથી ડામ આપીને નિશાની કરવી. વાહઃખાંધ વગેરેથી ભાર ઉપાડવો. દોહ=ગાય-ભેંસ વગેરેના આંચળમાંથી દૂધ કાઢવું. [૩૮]
મનુષ્યોમાં દરિદ્રતા, સ્વજન આદિથી પરાભવ, ઈષ્ટવિયોગ, વૃદ્ધાવસ્થા અને મરણ આદિથી ઉત્પન્ન કરાયેલું દુઃખ સર્વલોકને પ્રત્યક્ષ જ છે. લક્ષ્મીની પ્રાપ્તિ આદિ દુઃખસ્વરૂપ હોવા છતાં અવિવેકી જીવોને (હું શ્રીમંત છું ઇત્યાદિ) અભિમાનથી ઉત્પન્ન થયેલ કંઇક સુખ લાગે છે, તેનું નિરાકરણ (=નિષેધ) કરવા કહે છે
लच्छी पिम्मं विसया, देहा मणुयत्तणेऽवि लोयस्स । एयाइं वल्लहाइं, ताणं पुण एस परिणामो ॥ ३८१॥
મનુષ્યભવમાં પણ લોકને લક્ષ્મી, પ્રેમ, વિષયો અને શરીરો આ પ્રિય છે. પણ તેમનો આ (=હવે કહેવાશે તે) પરિણામ છે.
વિશેષાર્થ– લક્ષ્મી વગેરે સુખની ભ્રાન્તિ ઉત્પન્ન કરવાના કારણે લોકને પ્રિય છે. પણ તેમનો પરિણામ સ્વરૂપમાં પરિવર્તન હવે કહેવાશે તે પ્રમાણે છે. [૩૮૧]
તેમાં લક્ષ્મીનું સ્વરૂપ કહે છેन भवइ पत्त्थंताणवि, जायइ कइयावि कहवि एमेव । विहडइ पेच्छन्ताणवि, खणेण लच्छी कुमहिलव्व ॥ ३८२॥