________________
ભવવિરાગ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નરકગતિના દુઃખો-પ૭પ
ભવવિરાગદ્વાર હવે ભવવિરાગ દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પૂર્વારની સાથે સંબંધવાળી ગાથાને કહે છે
एवं विसुद्धचरणो, संमं विरमिज भवसरूवाओ । नरगाइभेयभिन्ने, नत्थि सुहं जेण संसारे ॥ ३७७॥
આ પ્રમાણે ( યથોક્ત વિધિથી પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવા વડે) વિશુદ્ધચારિત્રી બનેલો જીવ ચારગતિવાળા ભવસ્વરૂપથી સમ્યક્ વિરામ પામે. (કવિરાગી બને.) કારણ કે નરક આદિ ભેદોથી ભિન્ન સંસારમાં સુખ નથી.
વિશેષાર્થ આ પ્રમાણે એટલે યથોક્ત વિધિથી પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવા વડે. અહીં તાત્પર્ય એ છે કે કેવલ આલોચના કરવાથી જ સંતુષ્ટ ન રહેવું, કિંતુ ભવપ્રત્યે વિરાગી બનવું. કારણ કે આલોચના કરવા છતાં ભવવિરાગ જ ઈષ્ટકાર્યનો સાધક છે. આથી આલોચના દ્વાર પછી ભવવિરાગ દ્વારા કહેવામાં આવે છે. [૩૭૭]
નરકગતિમાં જે રીતે સુખ નથી તે રીતે દુઃખના વર્ણનદ્વારા કહે છેदीहं ससंति कलुणं, भणंति विरसं रसंति दुक्खत्ता । નેરા અવરોખરસુરવેત્તામુલ્યવિયuriÉ ૩૭૮
પરસ્પરથી, પરમાધામીથી અને ક્ષેત્રથી થયેલી વેદનાઓના કારણે દુ:ખથી પીડિત નરકના જીવો દીર્ધ શ્વાસ લે છે, કરુણ શબ્દો બોલે છે, વિરસ રડે છે.
વિશેષાર્થ- નારકોને ત્રીજી પૃથ્વી સુધી પરસ્પરોટીરિત, પરમાધામદેવજનિત અને ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી એમ ત્રણ પ્રકારની વેદના હોય છે. તેમાં વૈક્રિય(=વિકુર્તીને બનાવેલા) બાણ અને ભાલા વગેરે શસ્ત્રોથી પરસ્પરોટીરિત વેદના હોય છે. કરવતથી ફાડવા વગેરેથી પરમાધામીદેવજનિત વેદના હોય છે. ગરમી-ઠંડી વગેરે ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી વેદના છે. ચોથી પૃથ્વીથી પરમાધામી દેવજનિત સિવાય બે પ્રકારની જ વેદના હોય છે. કારણ કે પરમાધામીદેવો ત્રીજી પૃથ્વીથી આગળ જતા નથી. [૩૭૮]
નારકોનું દુઃખ સુપ્રસિદ્ધ હોવાથી અને પ્રત્યેક નારકના દુઃખનું વર્ણન કરવા વડે સર્વ નારકોના દુઃખને કહેવાનું અશક્ય હોવાથી સંક્ષેપ કરતા ગ્રંથકાર કહે છે
जं नारयाण दुक्खं, उक्कत्तणदहणछिंदणाईयं । तं वरिससहस्सेहिवि, न भणिज सहस्सवयणोऽवि ॥ ३७९॥