________________
આલોચના દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) હિમણાં પ્રાયશ્ચિત્તનાં દાતા વિદ્યમાન છે-પ૭૩
સૂત્રમાં શું કહ્યું છે તે કહે છેसव्वंपि य पच्छित्तं, नवमे पुव्वम्मि तइयवत्थुम्मि । तत्तोऽवि य निजूढा, कप्प पकप्पो य ववहारो ॥ ३७३॥
સઘળુંય પ્રાયશ્ચિત્ત નવમા પૂર્વમાં ત્રીજી વસ્તુમાં છે. તેમાંથી કલ્પ, પ્રકલ્પ અને વ્યવહાર ઉદ્ધરેલાં છે.
વિશેષાર્થ- સઘળુંય પ્રાયશ્ચિત્ત પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વની અંતર્ગત ત્રીજી વસ્તુમાં પૂજ્યોએ ગૂંચ્યું છે. કલ્પ, પ્રકલ્પ અને વ્યવહાર પ્રાયશ્ચિત્તને જણાવનાર નવમાં પૂર્વની અંતર્ગત ત્રીજી વસ્તુમાંથી ઉદ્ધરેલા છે. કલ્પ (= બૃહત્કલ્પ) અને વ્યવહાર એ બે સૂત્ર પ્રસિદ્ધ છે. પ્રકલ્પ એટલે નિશીથસૂત્ર. [૩૭૩]
તે કલ્પસૂત્ર વગેરે હમણાં નથી એમ જો કોઈ કહે તો તેનો પ્રત્યુત્તર કહે છેतेऽवि य धरंति अजवि, तेसु धरंतेषु कह तुमं भणसि । वोच्छिन्नं पच्छित्तं?, तद्दायारो य जा तित्थं ॥ ३७४॥
કલ્પ વગેરે આજે પણ વિદ્યમાન છે. કલ્પ વગેરે વિદ્યમાન હોવા છતાં તું પ્રાયશ્ચિત્તનો વિચ્છેદ થયો છે” એમ કેમ બોલે છે? પ્રાયશ્ચિત્તના આપનારાઓ પણ તીર્થ સુધી રહેશે.
વિશેષાર્થ– કલ્પ વગેરે વિદ્યમાન હોવા છતાં પ્રાયશ્ચિત્તનો વિચ્છેદ થયો છે એમ બોલવું પણ અત્યંત સંબંધ રહિત હોવાથી ઉચિત નથી. પ્રાયશ્ચિત્તને આપનારા ગીતાર્થ અને ચારિત્રીઓનો વિચ્છેદ થયો છે એ પણ યુક્ત નથી. કારણ કે દુષ્પસહ આચાર્ય સુધી તીર્થ રહેશે એથી ત્યાં સુધી પ્રાયશ્ચિત્તને આપનારા પણ પ્રાપ્ત થશે એમ આગમમાં અનેકવાર જણાવ્યું છે. [૩૭૪]
આ પ્રમાણે પ્રાસંગિક વર્ણન સાથે “આલોચનાદોષ' દ્વાર પૂર્ણ થયું. હવે આલોચના કરવામાં જે ગુણ પ્રાપ્ત થાય છે તેનું કથનરૂપ છેલ્લું દ્વાર કહે છે
कयपावोऽवि मणूसो, आलोइयनिंदिओ गुरुसगासे । होइ अइरेगलहुओ, ओहरियभरुव्व भारवहो ॥ ३७५॥
જેણે પાપ કર્યું હોય તેવો પણ મનુષ્ય ગુરુની સમક્ષ આલોચના અને નિંદા કરીને જેણે ભાર ઉતારી નાખ્યો છે તેવા મનુષ્યની જેમ અતિશય લઘુકર્મી થવાથી અતિશય હળવો થાય છે. [૩૭૫]