________________
૫૭૨-આલોચના દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [હમણાં પ્રાયશ્ચિત્તનાં ગ્રંથો વિદ્યમાન છે
(૭) શબ્દાકુલ– મોટા અવાજથી આલોચના કરે, અર્થાત્ અગીતાર્થ વગેરેને પણ સંભળાવે. (૮) બહુજન– જે આલોચનામાં આલોચનાગુરુઓ ઘણા હોય તે બહુજન આલોચના કહેવાય, અર્થાત્ કોઇપણ અપરાધસ્થાન ઘણાને જણાવવું તે બહુજન દોષ છે.
(૯) અવ્યક્ત- અવ્યક્ત એટલે અગીતાર્થ. અગીતાર્થની પાસે આલોચના કરવી તે અવ્યક્ત દોષ છે.
(૧૦) તત્સવી– શિષ્ય જે અપરાધની આલોચના કરશે તે જ અપરાધને જે ગુરુ સેવે તે ગુરુ તત્સેવી છે. તત્સેવી ગુરુની પાસે આલોચના કરવી તે તત્સેવી આલોચના દોષ છે. [૩૭૦] આ આલોચનાદોષો છે તેથી શું? તે કહે છે—
एयद्दोसविमुक्कं, पइसमयं वद्धमाणसंवेगो । आलोएज्ज अकज्जं, न पुणो काहंति निच्छइओ ॥ ३७१॥
આ દોષોનો ત્યાગ કરીને, પ્રતિસમય વધતા સંવેગવાળો થઇને, અને આ દોષને ફરી નહિ કરું એવો નિશ્ચય કરીને જ આલોચના કરે.
વિશેષાર્થ આ દોષ ફરી નહિ કરીશ એવો નિશ્ચય ન કરવામાં આવે તો કરેલી આલોચના વ્યર્થ બને. [૩૭૧]
હમણાં પ્રાયશ્ચિત્ત અને પ્રાયશ્ચિત્ત આપનારા છે જ નહિ, તેથી કોની આગળ આલોચના કરશે એમ જેઓ કહે છે તેમને સમ્યક્દ્બોધ આપવા માટે છેદગ્રંથોની ગાથાઓથી જ શરૂ કરે છે—
जो भाइ नत्थि इहि, पच्छित्तं तस्स दायगा वावि । સો વ્યફ સંસાર, નન્હા મુત્તે વિિિદ્દદું ॥ ૩૭૨॥
હમણાં પ્રાયશ્ચિત્ત નથી, અને પ્રાયશ્ચિત્તને આપનારા નથી, એમ જે કહે છે તે દીર્ધસંસારને કરે છે. કારણ કે સૂત્રમાં (નીચે પ્રમાણે) કહ્યું છે.
વિશેષાર્થ હમણાં પ્રાયશ્ચિત્ત નથી. કારણ કે પ્રાયશ્ચિત્તને જણાવનારા તેવા પ્રકારના ગ્રંથો નથી. અથવા પ્રાયશ્ચિત્તને આપનારા ગીતાર્થ અને ચારિત્રી ગુરુઓ નથી. આ પ્રમાણે જે કહે તે ઉન્માર્ગની દેશના આપતો હોવાથી પોતાના દીર્ઘસંસારને જ કરે છે. કારણ કે છેદગ્રંથરૂપ સૂત્રમાં નીચે પ્રમાણે (=હવે પછીની ગાથાઓમાં કહેવાશે તે પ્રમાણે) કહ્યું છે. પ્રાયશ્ચિત્તદોષોની શુદ્ધિ કરનાર તપવિશેષ. [૩૭૨]