________________
આલોચના દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[કેવા ગુરુ પાસે આલોચના કરવી-૫૫૧
આલોચના દ્વારા હવે જેનો સંબંધ કહેવાઈ જ ગયો છે તેવા આલોચના દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર આલોચના દ્વારમાં રહેલા અર્થોનો સંગ્રહ કરવામાં તત્પર ગાથાને કહે છે
कस्सालोयण? १ आलोयओ २ य आलोइयव्वयं ३ चेव । आलोयणविहिमुवरि ४, तद्दोस ५ गुणे ६ य वोच्छामि ॥ ३५०॥
(૧) કોની પાસે=કેવા ગુરુની પાસે આલોચના કરવી? (૨) આલોચક=આલોચના કરનાર શિષ્ય કેવો હોય? (૩) આલોચના કરવા યોગ્ય=કયા દોષોની ગુરુની પાસે આલોચના કરવી જોઇએ? (૪) આલોચનાવિધિ, (૫) આલોચનાદોષો (૬) અને આલોચના ગુણોને કહીશ. [૩૫૦]
તેમાં પ્રથમકારને આશ્રયીને કહે છેआयारव १ मोहारव २, ववहारो ३ वीलए ४ पकुव्वे ५ य । अपरिस्साई ६ निजव ७, अवायदंसी ८ गुरू भणिओ ॥ ३५१॥
આચારવાન, અવધારણાવાન, વ્યવહારવાન, અપવ્રીડક, પ્રકર્વક, અપરિશ્રાવી, નિર્યાપક અને અપાયદર્શી ગુરુને દોષો કહેવાને માટે યોગ્ય કહ્યો છે, અર્થાત્ આવા ગુરુની પાસે આલોચના કરવી જોઇએ.
વિશેષાર્થ– આચારવાન વગેરે શબ્દોનો અર્થ આ પ્રમાણે છેઆચારવાન- જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારોથી યુક્ત.
અવધારણાવાન કહેલા અપરાધોની ધારણાથી યુક્ત. અર્થાત શિષ્ય કહેલા દોષોની ધારણા કરવામાં સમર્થ.
વ્યવહારવાન- પ્રરૂપણાદિ પ્રકારથી જીવાદિ વસ્તુનો વ્યવહાર જેનાથી કરાય તે વ્યવહાર. આગમ અને શ્રુત વગેરે પાંચ પ્રકારનો વ્યવહાર છે. પાંચ પ્રકારનો વ્યવહાર હવે પછી તુરત કહેશે. આ વ્યવહાર જેની પાસે હોય તે વ્યવહારવાન
અપવ્રડક- લજ્જાથી અતિચારોને છુપાવતા શિષ્યને વિવિધ વચનોથી લજ્જારહિત કરીને સમ્યમ્ આલોચના કરાવનાર.
પ્રકુર્વક– અપરાધોની આલોચના કર્યો છતે સમ્યક્ પ્રાયશ્ચિત્ત આપવા વડે વિશુદ્ધિ કરાવવાને માટે સમર્થ.
ઉ. ૧૨
ભા.૨