________________
આલોચના દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [આલોચનાવિધિ-૫૫૭ શિષ્ય સંવેગથી ભાવિત થઈને સૂક્ષ્મ અને બાદર એ સર્વ દોષસમૂહને સૂત્રોક્ત વિધિથી ગુરુને કહેવા જોઇએ. [૩૬૩]
આ વિધિ શો છે તે કહે છેजह बालो जंपंतो, कजमकजं च उज्जुयं भणइ । तं तह आलोइज्जा, मायामयविप्पमुक्को उ ॥ ३६४॥
જેમ બોલતું બાળક કાર્યને કે અકાર્યને સરળપણે કહે છે તેમ માયા-મદથી મુક્ત સાધુ અપરાધની સરળતાથી આલોચના કરે.
વિશેષાર્થ– માતા આદિની પાસે બોલતું બાળક સરળપણે કાર્ય કે અકાર્યને કહે છે=કંઇપણ છૂપાવ્યા વિના જેવું હોય તેવું કહે છે, તેમ સાધુ માયા અને મદથી મુક્ત બનીને કહેવા જેવો કે નહિ કહેવા જેવો અપરાધ ગુરુને જણાવે. માયા અને મદથી યુક્ત સાધુ આલોચના બરોબર ન કરી શકે. આથી અહીં “માયા-મદથી મુક્ત” એમ કહ્યું છે. [૩૬૪]
પ્રશ્નઆ આલોચના કોઈક આત્મસાક્ષિકી પણ કરી શકે= પોતાના દોષોનું જાતે જ પ્રાયશ્ચિત્ત લઈ શકે કે પરસાક્ષિકી જ કરવી જોઈએ?= બીજાની પાસે જ પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ?
ઉત્તર- પરસાક્ષિકી જ કરવી જોઇએ. કહ્યું છે કેछत्तीसगुणसमन्नागएण तेणवि अवस्स कायव्वा । परसक्खिया विसोही, सुट्ठवि ववहारकुसलेणं ॥ ३६५॥
જે ગુરુના છત્રીસગુણોથી યુક્ત હોય અને વ્યવહારમાં સારી રીતે કુશળ પણ હોય, તેણે પણ અવશ્ય પરસાક્ષિકી જ આલોચના કરવી જોઇએ.
વિશેષાર્થ– વ્યવહારમાં કુશળ એટલે કયા અપરાધમાં કેટલું પ્રાયશ્ચિત્ત આપું એમ પ્રાયશ્ચિત્ત આપવામાં કુશળ હોય. [૩૬૫].
આ જ વિષયનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છેजह सुकुसलोवि वेजो, अन्नस्स कहेइ अत्तणो वाहिं । एवं जाणंतस्सवि, सल्लुद्धरणं परसगासे ॥ ३६६॥
જેવી રીતે વૈદ્યકશાસ્ત્રમાં અતિશય કુશળ પણ વૈદ્ય પોતાનો વ્યાધિ બીજાને કહે છે, તેમ પ્રાયશ્ચિત્તશાસ્ત્રના જાણકારે પણ પોતાના શલ્યનો ઉદ્ધાર બીજા પાસે કરવો જોઈએ, અર્થાત્ બીજાને પોતાના દોષો કહીને પ્રાયશ્ચિત્ત લેવું જોઇએ. [૩૬૬]