________________
ભાવશલ્યના વિપાકમાં]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [આર્તકકુમારનું દૃષ્ટાંત-પ૬૩ વરો. તેથી ધનશ્રી આદ્રકમુનિને વરી. બાકીની બાલિકાઓમાં પણ કોઈ બાલિકા કોઈ વરને તો કોઈ બાલિકા કોઈ વરને વરી. આ વખતે અહો! સારી પસંદગી કરી. સારી પસંદગી કરી. એમ બોલતી કોઈ દેવીએ ગર્જારવ કરીને રત્નોની વૃષ્ટિ કરી. ગર્જરવથી ત્રાસ પામેલી ધનશ્રી મુનીન્દ્રના ચરણોમાં વળગી પડી. ઉપસર્ગને જાણીને મુનિ બીજા સ્થળે ગયા. રત્નોને લેવા માટે રાજા પરિવારસહિત આવ્યો. દેવીએ તેને ધન લેતો રોકીને કહ્યું. મેં આ રત્નો પતિને વરવાના પ્રસંગમાં કન્યાને આપ્યા છે. તેથી આ રત્નોને લેવાનો બીજાનો અધિકાર નથી. તેથી પિતા રત્નોને અને પુત્રીને લઈને પોતાના ઘરે ગયા.
ધનશ્રીને વરવા માટે (=લગ્નનું નક્કી કરવા માટે) લોકો તેના પિતાની પાસે આવે છે. આથી ધનશ્રી પિતાને પૂછે છે કે લોકો શા માટે આપની પાસે આવે છે? પિતાએ કહ્યું: તને વરવા માટે આવે છે. ધનશ્રીએ કહ્યું: આ વિરુદ્ધ છે. કારણ કે નીતિશાસ્ત્રોમાં કહ્યું છે કે–“રાજાઓ એકવાર બોલે છે, સાધુઓ એકવાર બોલે છે, કન્યાઓ એકવાર અપાય છે, આ ત્રણ એકવાર જ કરાય છે.” હું પતિને વરી તે પ્રસંગે દેવીએ આપેલું ધન આપે સુરક્ષિત રાખ્યું છે. તે ધન જેનું છે તેને હું અપાઇ છું. આ આપને અને દેવોને પણ સંમત છે. તેથી પિતાએ કહ્યું: હે વત્સ! મુનિ બનેલ તે તને ન પરણે. કદાચ પરણે તો પણ તેને કોણ ઓળખી શકે? ધનશ્રીએ કહ્યું: વધારે કહેવાથી શું? મારું શરણ તે જ છે, અન્ય નહિ. તેમની ઓળખાણ પણ છે. તેમના જમણા ચરણમાં લાંછન છે. તે તેમની ઓળખાણ છે. તેથી પિતાએ કહ્યું: હે વત્સ! જો એમ છે તો તું દાનશાળામાં સઘળાય ભિક્ષાચરોને દાન આપ. તેથી કોઇપણ રીતે તે આવે. હવે ધનશ્રી તે પ્રમાણે કરતી રહે છે. બાર વર્ષ પછી કર્મવશથી (આ વસંતપુર છે એમ) નહિ જાણતા તે સાધુ કોઇપણ રીતે તે જ નગરીમાં આવ્યા. ધનશ્રીએ પણ તેમને જોયા. તેથી તે દોડીને તેમના ચરણોમાં વળગી પડી, અને આ પ્રમાણે બોલીઃ હે નિર્દયસ્વામી! અનાથ પણ મને મૂકીને તમે આટલા કાળ સુધી ક્યાં ભમ્યા? (૧૦૦) હે સ્વામી! જ્યારથી સ્વેચ્છાથી હું આપને વરી ત્યારથી જ “ચિત્રેલા હાથી ઉપર બેઠેલા મહાવતની જેમ” મારા મનમાં આપ જ બેઠેલા છો. તેથી આપના દર્શનરૂપ જલથી મારું જે મનોરથરૂપ વૃક્ષ સિંચાયું છે, અને જે હજી પણ ફલરહિત જ છે, તે જે રીતે ફલસહિત બને તેમ કરો. આ પ્રમાણે ધનશ્રી બોલી રહી હતી તેટલામાં શેઠ પણ ત્યાં આવી ગયો. શેઠે રાજાને ખબર આપી. તેથી રાજા પણ ત્યાં આવી ગયો. તે બંનેએ સાધુને કહ્યું હે મુનિ! આ તમને છોડીને બીજા કોઈની સાથે લગ્ન કરવા માટે કોઈપણ રીતે ઇચ્છતી નથી. તે બોલતી રહે છે કે મેં પ્રતિજ્ઞા કરી છે કે જો મને સુખદાતા તે ૧. અહીં = ના સ્થાને તા હોવું જોઈએ એમ સમજીને અર્થ કર્યો છે. ૨. ન=મુનિ. દોહે! નય ટો હે મુનિ!