________________
પર-ભાવશલ્યના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) | [આર્વકકુમારનું દૃષ્ટાંત થાય? આમ છતાં મને આજે નિષ્કારણ બંધુ એવો અભયકુમાર પ્રાપ્ત થયો છે કે જેણે કરુણાથી આ પ્રમાણે ભવરૂપ અંધારા કૂવામાંથી મારો ઉદ્ધાર કર્યો. તેથી તે જ મહાત્મા મારા ગુરુ છે, બંધુ છે અને સુખી સ્વજન છે. તેના સિવાય જગતમાં મારો કોઈ ઉપકારી નથી. કારણ કે કહ્યું છે કે- “પ્રમાદરૂપ અગ્નિથી બળેલા, ભવરૂપ ઘરના મધ્યમાં મોહનિદ્રાથી સૂતેલાને જે જગાડે છે તે તેનો પરમ બંધુજન છે.” તેથી વધારે વિચારવાથી શું? આર્યદેશમાં જઈને દીક્ષા લઉં. પછી પ્રતિમાની પૂજા કરી.
ત્યારબાદ રાજા પાસે જઈને કહ્યું હે પિતાજી! મેં અભયકુમારની સાથે મૈત્રી કરી છે. જો હમણાં પિતાજી અનુજ્ઞા આપે તો તેને જોવાને માટે જાઉં. તેથી રાજાએ કહ્યું: હે વત્સ! તેમની સાથે આપણી મૈત્રી આ પ્રમાણે સ્થાને રહીને જ છે. કયારે પણ જવાઆવવાનું થતું નથી. ઇત્યાદિ પિતાના આગ્રહને જાણીને કુમાર મૌન રહ્યો અને ત્યાંથી ઊઠ્યો. સંસારથી ઉદ્વિગ્ન મનવાળો તે વિલાસની ચેષ્ટાઓ કરતો નથી.
હવે તેના (અભયકુમારની પાસે જવાના) અભિપ્રાયને જાણીને ભય પામેલા રાજાએ તેની રક્ષા માટે પાંચસો રાજપુત્રો આપ્યા. (=રાખ્યા.) રાજકુમાર તેમની સાથે અશ્વો ખેલાવવાના સ્થાને જાય છે. અને ચલાવતો તે તેમનાથી અધિક દૂર પણ જાય છે. (૭૫) આ પ્રમાણે પ્રતિદિન કરતા તેણે રાજપુત્રોને (દૂર ગયેલો આ પાછો આવી જાય છે એવો) વિશ્વાસ પમાડ્યો. આ તરફ તેણે સમુદ્રના કિનારે એક વહાણ રત્નોથી ભર્યું. તેમાં જિનપ્રતિમા મૂકી. અતિવિશ્વાસુ પુરુષો દ્વારા આ બધું તૈયાર કરાઈ ગયું. ત્યારે કુમાર અશ્વ ઉપર બેસીને સમુદ્રના કાંઠે ગયો. વહાણમાં ચડીને આર્યદેશમાં ગયો. પછી પ્રતિમા અભયકુમારને મોકલી. પછી પોતે રત્નોનું ધર્મમાં (=સાતક્ષેત્રમાં) દાન કરીને જિનપૂજા વગેરે વિધિ કરીને જેટલામાં પંચમુષ્ઠિ લોચ કરે છે તેટલામાં દેવીએ આકાશમાં રહીને કહ્યું. અહો! હજીપણ તમારું ભોગલવાળું કર્મ બાકી છે. તેથી હે મહાયશ! તમે દક્ષા ન ગ્રહણ કરો. વીરરસની ઉત્કૃષ્ટતાથી તેણે વિચાર્યું તે કર્મથી શું? અર્થાત્ તે કર્મો મને શું કરી શકવાના છે? જે પુરુષો ભાગ્યને માથે રાખીને રહે છે તેઓ બાયલા છે. જેમનામાં તેજ સ્ફરે છે તેમનાથી ભાગ્ય પણ ગભરાય છે. પચ્ચકખાણથી છોડેલા ભોગોને જો હું પોતે નહિ ભોગવીશ તો તે ભોગફલવાળું કર્મ મારું શું કરશે?
આ પ્રમાણે દીક્ષા લઈને પૃથ્વીતલ ઉપર વિચરતા તે વસંતપુરનગરમાં બહાર કાઉસ્સગ્નમાં રહ્યા. આ તરફ પૂર્વભવની પત્ની પણ દેવલોકથી ચ્યવીને વસંતપુરમાં શ્રીમંતશેઠની ધનશ્રી નામે પુત્રી થઈ. એકવાર તે તે સ્થાનમાં બાલિકાઓની સાથે “પતિને વરવાની રમત” રમે છે. દૈવયોગથી બાલિકાઓએ પરસ્પર કહ્યું તમે સ્વરુચિ પ્રમાણે વરને