________________
૫૫૬- આલોચના દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[આલોચનાવિધિ પ્રશ્ન- આલોચના કરનારા શિષ્યોનો આટલો ગુણસમૂહ કેમ જોવામાં આવે છે?
ઉત્તર- જાતિ સંપન્ન શિષ્યો પ્રાયઃ અકૃત્ય ન કરે, અને કરેલા અકૃત્યની સમ્યગૂ આલોચના કરે. કુલસંપન્ન શિષ્યો પ્રાયશ્ચિત્તને વહન કરે પૂર્ણ કરે. વિનયસંપન્ન શિષ્યો આલોચનાની વંદન વગેરે સામાચારીનું (ત્રક્રિયાનું) પાલન કરે. ઉપશમ તત્પર શિષ્યો ગુરુવડે ઠપકા આદિથી તરછોડાયેલા પણ ક્રોધ ન કરે. ઇન્દ્રિયજયથી યુક્ત શિષ્યો તપને સારી રીતે કરે. જ્ઞાનસંપન્ન શિષ્યો કૃત્ય-અકૃત્યના વિભાગને જાણે. દર્શનસંપન્ન શિષ્યો પ્રાયશ્ચિત્તથી શુદ્ધિની શ્રદ્ધા કરે, અર્થાત્ પ્રાયશ્ચિત્તથી આત્માની અવશ્ય શુદ્ધિ થાય એવી શ્રદ્ધાવાળા હોય. અનyતાપી શિષ્યો અપરાધોની આલોચના કર્યા પછી મેં આની આલોચના કેમ કરી? (ન કરી હોત તો સારું હતું) ઈત્યાદિ પશ્ચાત્તાપ ન કરે, અને હંમેશાં જ પોતાને સુકૃતી (=સારું કાર્ય કરનાર) માનતા ઘણી નિર્જરાના ભાજન થાય. અમાયાવી શિષ્યો છૂપાવ્યા વિના સમ્યમ્ આલોચના કરે. ચારિત્રસંપન્ન શિષ્યો જ શુદ્ધિને કરે, બીજાઓ નહિ. કારણ કે બીજાઓને કંઈપણ શુદ્ધિ કરવા યોગ્ય જ હોતું નથી. [૩૬૧]
હવે “આલોચના કરવા યોગ્ય” દ્વારને આશ્રયીને કહે છેमूलुत्तरगुणविसयं, निसेविय जमिह रागदोसेहिं । दप्पेण पमाएण व, विहिणाऽऽलोइज तं सव्वं ॥ ३६२॥
રાગ-દ્વેષથી, દર્પથી કે પ્રમાદથી મૂલગુણ સંબંધી અને ઉત્તરગુણસંબંધી જે પાપ સેવ્યું હોય તે સર્વ પાપની વિધિથી આલોચના કરે.
વિશેષાર્થ– દર્પથી=ચાહીને કરવાથી, પ્રમાદથી=અનાભોગ આદિથી. [૩૬૨] હવે ‘આલોચનાવિધિ' દ્વારને આશ્રયીને જ કહે છેचाउम्मासिय वरिसे, दायव्वाऽऽलोयणा चउछकन्ना । संवेयभाविएणं, सव्वं विहिणा कहेयव्वं ॥ ३६३॥
ત્રણ ચોમાસામાં અને પર્યુષણમાં આલોચના કરવી જોઇએ. આલોચના ચતુષ્કર્ણા કે ષટ્કર્ણા હોય. શિષ્ય સંવેગથી ભાવિત થઈને વિધિપૂર્વક બધા દોષો ગુરુને કહેવા જોઈએ.
વિશેષાર્થ– આલોચના પહેલાં પણ કરવી જોઇએ. પણ ત્રણ ચોમાસામાં અને પર્યુષણમાં તો અવશ્ય જ કરવી જોઇએ. તેમાં આલોચના કરનાર જો પુરુષ હોય તો ગુરુના બે કાન અને શિષ્યના બે કાન એમ ચાર કાન થવાથી આલોચના ચતુષ્કર્ણ થાય. સ્ત્રી એકલી હોય તો તેને આલોચના અપાતી નથી. તેની સાથે બીજી કોઈ સ્ત્રી હોવી જોઇએ. તેથી સ્ત્રીના ચાર અને ગુરુના બે એમ છ કાન થવાથી આલોચના ષટ્કર્ણા થાય.