________________
૫૫૮- ભાવશલ્યના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[આર્દકકુમારનું દૃષ્ટાંત વિધિ દ્વાર કહ્યું: આ વિષે ઘણું કહેવા જેવું છે. તે છેદ ગ્રંથોમાંથી જાણી લેવું. કારણ કે પ્રસ્તુત પ્રયત્ન માત્ર દિશાને બતાવવા માટે છે. હવે “આલોચનાદોષ” દ્વારને કહેવાની ઇચ્છાવાળા અને સૂક્ષ્મપણ અપરાધની આલોચના ન કરવામાં આવે તો જે દોષ પ્રાપ્ત થાય છે તે દોષને દૃષ્ટાંત દ્વારા કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
अप्पंपि भावसल्लं, अणुद्धियं रायवणियतणएहिं । जायं कडुयविवागं, किं पुण बहुयाइं पावाइं? ॥ ३६७॥
રાજપુત્ર અને વણિકપુત્ર વડે નહિ ઉદ્ધરાયેલું અલ્પપણ ભાવશલ્ય કવિપાકવાળું થયું, તો પછી નહિ ઉદ્ધરાયેલાં ઘણાં પાપો માટે શું કહેવું?
વિશેષાર્થ– શલ્ય દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. હાડકું અને બાણ વગેરે દ્રવ્યશલ્ય છે. જીવઘાત અને મૃષાવાદ વગેરે (પાપો) ભાવશલ્ય છે. આ બંને પ્રકારનું શલ્ય અલ્પ-બહુત્વ ભેદથી બે પ્રકારે છે. (તે આ પ્રમાણે- અલ્પદ્રવ્યશલ્ય અને અધિકદ્રવ્યશલ્ય, અલ્પભાવશલ્ય અને અધિકભાવશલ્ય.) તેમાં રાજપુત્ર અને વણિકપુત્રે અલ્પભાવશલ્યનો ઉદ્ધાર ન કર્યો ગુરુને ન જણાવ્યું, ઉદ્ધાર ન કરાયેલું એ અલ્પપણ ભાવશલ્ય ભયંકર ફળવાળું થયું તો પછી ઉદ્ધાર ન કરાયેલાં ઘણાં પાપો માટે શું કહેવું? આ રાજપુત્ર કોણ છે તે કહેવામાં આવે છે.
રાજપુત્ર આર્દ્રકકુમારનું દૃષ્ટાંત અહીં ઘણા ગાય-બળદોના સ્વામીઓથી સમૃદ્ધ વસંતપુર નામનું ગામ હતું. તે ગામ એક બળદના સ્વામી (=શિવ)થી યુક્ત બ્રહ્માનો પણ ઉપહાસ કરે છે. ત્યાં સામાયિક નામનો કૌટુંબિકે રહે છે. તેની ગુણયુક્ત બંધુમતી નામની પત્ની છે. હવે એકવાર ધર્મને સાંભળીને સંવેગથી ભાવિત મનવાળા તે બંનેય સુસ્થિત નામના આચાર્યની પાસે જિનદીક્ષા સ્વીકારે છે. સ્થવિરોની પાસે અભ્યાસ કરીને સામાયિક ગીતાર્થ બને છે. બંધુમતી પણ સાધ્વીઓની પાસે સૂત્ર ભણે છે. પછી તે મુનિ ગચ્છની સાથે કોઈક નગરમાં આવ્યા. સાધ્વી પણ કોઇપણ રીતે દિવ્યયોગથી ત્યાં જ આવી.
પછી ત્યાં તે સાધ્વીને જોઇને અને પૂર્વે કરેલી કામક્રીડાને યાદ કરીને સહસા તે સાધુને પ્રચંડમોહનો ઉદય થયો, અને સાધ્વી પ્રત્યે અનુરાગ થયો. હજારો ભાવનાઓ ભાવવા છતાં તે કોઈપણ રીતે પોતાને અનુરાગથી પાછો હઠાવી શકતો નથી. તેથી તેણે સંઘાટક મુનિને આ વાત કહી. સંઘાટક મુનિએ પ્રવર્તિનીને આ વાત કહી. પ્રવર્તિનીએ બંધમતીને ૧. કૌટુંબિકકકુટુંબનો વડિલ કે સ્વામી.