________________
ભાવશલ્યના વિપાકમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[આર્દ્રકકુમારનું દૃષ્ટાંત-૫૫૯ આ વાત કરી. તેથી બંધુમતીએ આ પ્રમાણે વિચાર્યું– હા ધિક્! કર્મગતિની કેવી વિષમતા છે કે જેથી તેના જેવા સ્થિરસત્ત્વવાળા જીવોને પણ દોષના ઘર એવા વિષયો આ પ્રમાણે તોળે છે=માપે છે. હમણાં હું તે સાધુના કર્મબંધનું કારણ થઇ. આથી દુર્ગતિરૂપ ફલના અદ્વિતીયવૃક્ષ સમાન મારા જીવનને ધિક્કાર થાઓ! ઇત્યાદિ વિચાર્યા પછી તે સાધ્વીએ પ્રવર્તિનીને આ પ્રમાણે કહ્યું: હે ભગવતી! હું માનું છું કે હું જ્યાં સુધી જીવતી હોઉં ત્યાં સુધી તે મુનિ સ્વીકારેલા અનુરાગને નહિ મૂકે. તેથી પ્રસન્ન થઇને મને અનુજ્ઞા આપો કે જેથી હું અનશન કરું. ઇત્યાદિ આગ્રહથી પ્રવર્તિનીની અનુજ્ઞા લઇને અનશન કર્યું. પછી ફાંસો ખાઇને મરીને દેવલોકમાં ગઇ.
આ સઘળા ય વૃત્તાંતને જાણીને સાધુએ પણ આ પ્રમાણે વિચાર્યુંઃ જો, અન્યના વ્રતભંગનું રક્ષણ કરવાને ઇચ્છતી તે મહાનુભાવાએ પોતાના જીવનનો ત્યાગ કર્યો. પણ પાપી એવા મેં આ પ્રમાણે પોતાના પણ વ્રતનો ભંગ કર્યો તે વ્રતભંગ તે મહાનુભાવાના તે રીતના મરણનું નિમિત્ત બન્યો. તેથી હજીપણ જીવીને આ જીવનથી પણ શું સાધવા યોગ્ય છે? આ પ્રમાણે વિચારીને અનશન કર્યું. પણ પ્રસ્તુત સ્થાનનું (=પત્ની ઉપર થયેલા રાગનું) આલોચન-પ્રતિક્રમણ કર્યા વિના દેવલોકમાં ગયો.
આ તરફ અનાર્યદેશોમાં સમુદ્રની મધ્યમાં ગુણયુક્ત અને આર્દ્રકદેશમાં પ્રસિદ્ધ આર્દ્રકપુર નામનું નગર છે. ત્યાં આર્દ્રક નામનો રાજા છે. તેની આર્દ્રકા નામની રાણી છે. તે સાધુનો જીવ દેવલોકમાંથી આવીને આર્દ્રકાનો પુત્ર થયો. સઘળી કલાઓનો અભ્યાસ કરે છે. ક્રમે કરીને યૌવનને પામ્યો ત્યારે એવો કોઇપણ રૂપાદિ ગુણગણ ન હતો કે જે એને પ્રાપ્ત ન થયો હોય. તેથી વિશિષ્ટ લોક તેનું શરણ સ્વીકારીને સદા તેને ઇષ્ટ દેવાદારની જેમ ધારણ કરતો હતો, અર્થાત્ જેમ લેણદાર દેણદારને છોડે નહિ, તેમ વિશિષ્ટ લોકો તેને છોડતા નહોતા, અને તેના અનુરાગી થઇને સતત ગુણસ્તુતિ કરતા હતા.
આ તરફ શ્રેણિકરાજા ક્રમથી આવેલા સ્નેહને યાદ કરીને આર્દ્રકરાજાને શ્રેષ્ઠ ભેટણું મોકલે છે. શ્રેષ્ઠ આર્દ્રકકુમાર રાજસભામાં બેઠો હતો ત્યારે રાજાને ભેટલું આપ્યું. હર્ષને પામેલો આર્દ્રકરાજા શ્રેણિકરાજાના કુશલ સમાચાર વગેરે સ્નેહપૂર્વક પૂછે છે. તે સાંભળીને વિસ્મિત બનેલો આર્દ્રકકુમાર પૂછે છેઃ હે પિતાજી! આ ગુણસમૃદ્ધ શ્રેણિક૨ાજા કોણ છે કે જેનો આપ પણ અતિશય ઘણો આદર કરો છો. તેથી રાજા કહે છેઃ મગદેશમાં રાજગૃહનગરમાં આ મહાન રાજા છે. (રપ) તેમના અને અમારા પૂર્વપુરુષો વડે રોપાયેલ સ્નેહરૂપ વૃક્ષ હમણાં ફલઋદ્ધિને પામ્યું છે. પછી હર્ષ પામેલા કુમારે શ્રેણિકના પ્રધાન પુરુષને પૂછ્યું: ત્યાં તેવા પ્રકારનો કોઇપણ યોગ્ય કુમાર પણ છે? હવે તેણે કંઇક હસીને કહ્યુંઃ હે કુમાર! શું તમે