________________
--
૫૫૪-આલોચના દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાંચ પ્રકારનો વ્યવહાર
ગીતાર્થ વડે અપાયેલ શુદ્ધિને (=પ્રાયશ્ચિત્તને) અવધારીને તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપનારની ધારણા વ્યવહાર છે. અથવા ઉદ્ધતપદોની ધારણારૂપ ધારણા વ્યવહાર છે.
વિશેષાર્થ– કોઈ ગીતાર્થ અને સંવિગ્નગુરુએ કોઈ શિષ્યને કોઈક અપરાધમાં દ્રવ્યાદિની અપેક્ષાએ જે શુદ્ધિ(=પ્રાયશ્ચિત્ત) આપી હોય તે શુદ્ધિને તે જ પ્રમાણે ચિત્તમાં ધારીને તે શિષ્ય પણ જ્યારે બીજા સ્થાને પણ તેવા જ અપરાધમાં તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે ત્યારે આ ધારણા નામનો ચોથો વ્યવહાર ઇચ્છાય છે. અથવા વેયાવચ્ચ કરવા આદિ વડે ગચ્છનો ઉપકારી કોઈ સાધુ હજી સુધી સઘળા છેદશ્રુતને ભણવાને માટે યોગ્ય થયો નથી. તેથી તેના ઉપર અનુગ્રહ કરીને ગુરુ જ્યારે ઉદ્ધરેલા જ કેટલાક પ્રાયશ્ચિત્તપદોને કહે ત્યારે તે તે પદોને ધારી રાખે તેને ધારણા કહેવાય છે. [૩૫૬]
જીતવ્યવહારને કહે છેदव्वाइ चिंतिऊणं, संघयणाईण हाणिमासज्ज । पायच्छित्तं जीयं, रूढं वा जं जहिं गच्छे ॥ ३५७॥
દ્રવ્યાદિને વિચારીને અને સંઘયણ આદિની હાનિને પામીને જે પ્રાયશ્ચિત્ત અપાય તે જીતવ્યવહાર છે. અથવા જે ગચ્છમાં જે પ્રાયશ્ચિત્ત રૂઢ હોય તે જીતવ્યવહાર છે.
વિશેષાર્થ– પૂર્વે મહર્ષિઓ જે અપરાધોમાં ઘણા તપથી શુદ્ધિ કરતા હતા તે અપરાધોમાં હમણાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવોને વિચારીને તથા સંઘયણ વગેરેની હાનિને પામીને ઉચિત કોઈ તપવડે ગીતાર્થો જે શુદ્ધિ જણાવે છે તેને શાસ્ત્રની પરિભાષાથી જીતવ્યવહાર કહેવામાં આવે છે. અથવા જે ગચ્છમાં કારણસર સૂત્રમાં કહ્યા સિવાયનું જે પ્રાયશ્ચિત્ત પ્રવર્તેલું હોય, તે ગચ્છમાં રૂઢ થયેલું તે પ્રાયશ્ચિત્ત જીતવ્યવહાર કહેવાય છે. [૩૫૭]
આ પ્રમાણે આ પાંચ વ્યવહારોમાંથી કોઈ એક પણ વ્યવહારથી યુક્ત જ ગીતાર્થ ગુરુ પ્રાયશ્ચિત્ત આપવામાં અધિકારી છે, અગીતાર્થ નહિ. અગીતાર્થ પ્રાયશ્ચિત્ત આપવામાં કેમ અધિકારી નથી તે કહે છે
अग्गीओ न वियाणइ, सोहिं चरणस्स देइ ऊणऽहियं । तो अप्पाणं आलोयगं च पाडेइ संसारे ॥ ३५८॥
અગીતાર્થ ચારિત્રની શુદ્ધિને જાણતો નથી, તેથી ઓછી કે અધિક શુદ્ધિને (=પ્રાયશ્ચિત્તને) આપે, તેથી પોતાને અને આલોચકને સંસારમાં પાડે છે. [૩૫૮]
તો પછી જો ગીતાર્થ ગુરુ નજીકના જ ક્ષેત્રમાં ન મળતા હોય તો ઉત્કૃષ્ટથી