________________
ગુરુકુલવાસ સેવામાં]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [પંથક સાધુનું દૃષ્ટાંત-૫૪૩ અનુજ્ઞા આપી. પૃથ્વી ઉપર વિહાર કરતા થાવાપુત્ર મુનિનાથ શૈલક નગરમાં આવ્યા. ત્યાં પંથક વગેરે પાંચસો મંત્રી સહિત શૈલકરાજાને પ્રતિબોધ પમાડીને શ્રાવક કર્યો. (૫) પછી તે સોગંધિકા નગરીમાં ગયા. ત્યાં પાંચ યમ અને પાંચ નિયમથી દશ પ્રકારના અને દાન-શૌચથી પરિશુદ્ધ એવા ધર્મની પ્રરૂપણા કરતો શુકનામનો પરિવ્રાજક હતો. તે લોકમાં પ્રસિદ્ધ હતો. શ્રમણગણના નાથ શ્રી થાવસ્ત્રાપુને પરિવ્રાજકોમાં ઉત્તમ તે શુકને તેના એકહજાર શિષ્યોની સાથે લાખો યુક્તિઓથી પ્રતિબોધ પમાડીને દીક્ષા આપી.
પછી શુકમુનિએ ચૌદ પૂર્વે ક્રમશઃ ભણી લીધા. પછી થાવગ્સાપુત્ર તેને પણ તેના જ હજાર શિષ્યોને શિષ્ય તરીકે આપે છે. હવે તે પૃથ્વીતલ ઉપર સ્વતંત્ર વિહાર કરે છે. હજાર શ્રમણોથી પરિવરેલા શ્રી થાવસ્ત્રાપુત્ર શ્રી શત્રુંજય પર્વત ઉપર જઈને અનશન કરીને મુક્તિને પામ્યા. મુનિઓમાં ઉત્તમ શુકમુનિ શૈલકપુરમાં પંથક વગેરે પાંચસો મંત્રી સહિત શૈલકરાજાને પ્રતિબોધીને દીક્ષા આપી. તે શુકમુનિની પાસે અગિયાર અંગોને ભણે છે. પછી શુકમુનિએ તેમને પંથક વગેરે પોતાના પાંચસો શિષ્યો આપ્યા. પછી શુકમુનિ પણ શ્રી શત્રુંજય પર્વત ઉપર જઈને મુક્તિને પામ્યા.
હવે કોઇવાર અંત-પ્રાંત અને સુખી ભિક્ષાવૃત્તિથી શૈલક(સૂરિ)ના શરીરમાં ઘણા રોગો થયા. પછી તે વિહાર કરતાં કરતાં શૈલકપુરમાં આવ્યા. ત્યાં તેમનો મંડુકનામનો પુત્ર રાજ્યને પાળે છે. વંદન માટે આવેલા તેણે શૈલકમુનિનાથને રોગથી ઘેરાયેલા જોઇને કહ્યું: હે ભગવંત! તમારી નિર્દોષ સર્વ આહાર-ઔષધવડે શુદ્ધ ચિકિત્સાને હું કરાવું. આથી આપ પ્રસન્ન થઈને મારી અશ્વશાલામાં પધારો. આથી શૈલક મુનિનાથે ત્યાં ગયા. નિદ્રાકારક ઔષધિમિશ્રિત જલપાન પૂર્વક રાજવૈદ્યો તેમની ચિકિત્સા કરવા લાગ્યા. નિદ્રાકારક ઔષધિમિશ્રિત જલપાનથી તેમને આરોગ્ય પ્રાપ્ત થયું. પરંતુ તેવા જલપાનમાં ગૃદ્ધ બનેલા તે તેવા જલપાનથી વિરમતા નથી. હવે શિષ્યોએ તેમના ચરણોમાં પડીને વિનયભરી વાણીથી કહ્યું. અમારા પુણ્યથી આપનું શરીર નિરોગી થઈ ગયું. તેથી તે સ્વામી! કૃપા કરીને આપ અન્ય સ્થળે વિહાર કરો. કારણ કે નિષ્કારણ આ પ્રમાણે એકસ્થળે રહેવું સાધુઓ માટે અયોગ્ય છે. ઇત્યાદિ કહેવા છતાં આહાર અને નિદ્રાકારક ઔષધ વગેરે વસ્તુઓમાં આસક્ત બનેલા તે કોઇપણ રીતે વિહાર કરવાને ઇચ્છતા નથી. તેથી મંડુક રાજાએ વિનયપૂર્ણ કોમલવાણીથી તેમને કહ્યું આપ પૂજ્યશ્રીએ રોગચિકિત્સાની મારી વિનંતિનો સ્વીકાર કરીને મારા ઉપર સમ્યમ્ અનુગ્રહ કર્યો. કોઈક પુણ્યોદયથી અમારી મહેનત સફલ થઇ. તેથી હમણાં વિહાર કરીને ફરી પણ આપના ચરણોના
૧. અંત એટલે નીરસ પ્રાંત એટલે ગૃહસ્થોના ભોજન કર્યા પછી વધેલ. ૨. આતંક એટલે દુઃસાધ્ય રોગ, અથવા શીધ્ર પ્રાણઘાતક રોગ.