________________
૫૪૪-ગુરુકુલવાસ લેવામાં] ઉપદેશમલા (પુષ્પમાલા) પિંથક સાધુનું દર્શત દર્શન આપશો. હે નાથ! આપ ધન્ય છો કે જેમણે નિર્મલ ચારિત્ર પ્રાપ્ત કર્યું છે. આરંભરૂપ સમુદ્રમાં પડેલા અમારો જન્મ અનર્થફલવાળો છે. ઇત્યાદિ રાજાએ પણ વારંવાર કહ્યું. આમ છતાં નિદ્રાકારક ઔષધિ આદિમાં આસક્ત તે ઉદ્યત વિહારનો જ્યારે સ્વીકાર કરતા નથી, ત્યારે ગુરુને પૂછીને એક પંથક સાધુને મૂકીને બીજા સાધુઓએ દેશમાં બીજા સ્થળે વિહાર કર્યો.
હવે શૈલક પણ સ્વેચ્છાએ સ્નિગ્ધ-મધુર-આહારનું ભોજન કરે છે. નિદ્રાકારક ઔષધિમિશ્રિત પાણી ઘણું પીએ છે. સર્વથા પ્રમાદી રહે છે. તો પણ પંથક સાધુ વિનયની પ્રવૃત્તિને અખંડપણે આચરે છે. મસ્તકે અંજલિ કરીને રાત-દિવસ આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. હવે કાર્તિક ચોમાસીના દિવસે ચોમાસી પ્રતિક્રમણમાં ક્ષમાપના કરવા માટે વિનયથી નમેલો પંથક સુશિષ્ય ભરઊંઘમાં પડેલા શૈલકના ચરણોને મસ્તકથી સ્પર્શ છે. તેથી શૈલકમુનિ અસત્યવચનોને બોલતા ઉઠ્યા. (૫૦) રે રે મહાપાપી! હે ક્ષુદ્રા! હે દુષ્ટ! મારી નિદ્રાનો નાશ કેમ કરે છે? નિદ્રાકારક ઔષધિમિશ્રિત જલપાનથી નશામાં પડેલા શૈલકમુનિ આ પ્રમાણે અનુચિત વચનોને બોલે છે. તેથી ભય પામેલા પંથકમુનિ મસ્તકે અંજલિ કરીને કહે છે કે, હે મહાનુભાવ! મેં પંથકમુનિએ કાર્તિક ચોમાસીના પ્રતિક્રમણમાં ક્ષમાપના કરવા માટે તમારા ચરણોનો સ્પર્શ કર્યો છે. તેથી પ્રસન્ન થઈને મારા આ એક અપરાધની ક્ષમા કરો. આ ઉત્તમ શિષ્ય વિનયથી આ પ્રમાણે ફરી ફરી બોલી રહ્યો હતો ત્યારે શૈલકના પણ અશુભકર્મો જલદી નાશ પામ્યા.
આથી એ વિચારે છે કે, અહો! આના સુશિષ્યપણાને જો. હું પાર્થસ્થપણાને, અવસગ્નપણાને અને કુશીલપણાને પામ્યો છું, તથા નિદ્રાકારક ઔષધિમિશ્રિત પાણી ઘણું પીને આ પ્રમાણે અનુચિત વચનોને બોલી રહ્યો છું, છતાં હજી પણ આ પ્રમાણે પરમ વિનયથી મારી સેવા કરે છે. અથવા “જેમને જિનવચન પરિણમ્યું છે, જેઓ સુકુલમાં ઉત્પન્ન થયા છે, જેઓ શુદ્ધ સ્વભાવવાળા છે, જેઓ સ્થિર અને ગંભીર છે, તેવા પુરુષોની અંત સુધી આવી જ મર્યાદા હોય છે. તથા જેમની હલકી ગતિ થવાની હોય તેવા નીચ પુરુષોમાં સાધનના (=નિમિત્તના) ભેદથી ઘણા વિકારો થાય છે. સારી રીતે, રહેલા નિર્મલ આકાશતલમાં બહુ વિકારો થતા નથી.” જ્યાં મારી આ ચેષ્ટા? અને ક્યાં આનો આવો વિનય? શુદ્ધ પુરુષ વિષવાળા પણ પાણીને નિઃશંકપણે વિષરહિત જાણે છે. તેથી મારા દુશ્ચરિત્રો અને ધીર આના સુચરિત્રો એ બંને ય હદ વિનાના છે અને લોકને વિસ્મય પમાડનારાં છે. તે આ પ્રમાણે- મેં રાજ્ય છોડવું, ભોગોને મૂકી દીધા, સંગનો ત્યાગ કર્યો, અને ઉત્તમપુરુષોથી અનુસરાયેલા મોક્ષનગરના માર્ગને પ્રાપ્ત કર્યો છે. તો પછી મેં બીજાઓને પણ અનુચિત એવું આ કેમ શરૂ કર્યું? મેં આવું શરૂ કર્યું તો