________________
ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ગંગા નદી કઇ દિશામાં વહે છે?-૫૩૯
દૃષ્ટાંતપૂર્વક સુશિષ્યપણાના ઉપદેશને કહે છે— निवपुच्छिएण गुरुणा, भणिओ गंगा कओमुही वहइ ? । संपाइयवं सीसो, जह तह सव्वत्थ कायव्वं ॥ ३४० ॥
રાજાથી પૂછાયેલા ગુરુએ શિષ્યને ગંગા કઇ દિશા તરફ વહે છે એમ પૂછ્યું. ત્યારે શિષ્ય જેવી રીતે સમ્યગ્ વિનયપૂર્વક તે કાર્ય કર્યું તેવી રીતે બધાં કાર્યોમાં શિષ્ય કરવું જોઇએ. વિશેષાર્થ આ પ્રમાણે અક્ષરાર્થ છે. ભાવાર્થ તો કહેવાય છે—–
વિનીત શિષ્યનું દૃષ્ટાંત
અહીં કોઇ રાજાનો અને આચાર્યનો વાર્તાલાપ થયો. તેમાં રાજાએ કહ્યુંઃ રાજપુત્રો વિનીત હોય છે. આચાર્યે કહ્યુંઃ સાધુઓ વિનીત હોય છે. પછી બંનેની પરીક્ષા કરવા માટે પહેલાં રાજપુત્રને ગંગા નદી કઇ દિશા તરફ વહે છે એ જોવા માટે મોકલ્યો. રાજપુત્રે પહેલાં જ કહી દીધું કે આમાં શું જોવાનું છે? ગંગા પૂર્વદિશા તરફ વહે છે એમ અહીં સુપ્રસિદ્ધ જ છે. પછી ઘણા કષ્ટથી કોઇપણ રીતે તેને ગંગા કઇ તરફ વહે છે એ જોવા માટે મોકલ્યો. તેણે વચ્ચેથી જ આવીને કહ્યું: ત્યાં જઇને જોઇને હું આવ્યો છું કે મારું વચન બરોબર છે. ગંગાનદી પૂર્વદિશા તરફ જ વહે છે. પછી ગુરુએ સાધુને મોકલ્યો. તેણે પહેલાં જ વિચાર્યું કે, ગંગાનદી પૂર્વદિશા તરફ વહે છે એમ ગુરુઓ પણ જાણે જ છે. પણ અહીં કોઇક કારણ હોવું જોઇએ. આમ વિચારીને તે જાણતો હોવા છતાં જોવા માટે ગંગાનદીએ ગયો. જાતે અને બીજાઓથી વિશેષ રીતે નિર્ણય કરીને ગુરુઓને કહ્યું કે- મારા વડે આ જણાયું છે કે ગંગાનદી પૂર્વદિશા તરફ વહે છે. તત્ત્વ તો પૂજ્યો જાણે છે. બંનેની આ ચેષ્ટા ગુપ્તચર પુરુષોએ રાજાને જણાવી. રાજાએ સ્વીકાર્યું કે સાધુઓનો વિનય સર્વોત્તમ હોય છે. અને રાજા પ્રતિબોધ પામ્યો. તેથી બીજા પણ મુમુક્ષુએ બધાય કાર્યોમાં સઘળું તે જ પ્રમાણે વિનયપૂર્વક કરવું જોઇએ. [૩૪૦]
સુશિષ્ય કેવો હોય છે તે કહ્યું. સુશિષ્ય 'વ્યતિરેકકથન કર્યે છતે જ સમ્યગ્ નિશ્ચિત કરી શકાય છે. આથી ગ્રંથકાર (વ્યતિરેકથી) કહે છેनियगुणगारवमत्तो, थद्धो विणयं न कुव्वइ गुरूणं । तुच्छो अवन्नवाई, गुरुपडिणीयो न सो सीसो ॥ ३४१ ॥
૧. વ્યતિરેક એટલે અભાવ. અહીં વ્યતિરેક કથન એટલે ગુણોના અભાવનું કથન. કુશિષ્યમાં ગુણોનો અભાવ હોય, અર્થાત્ દોષો હોય. સુશિષ્યમાં દોષો ન હોય.