________________
ગચ્છની ઉપેક્ષામાં દીર્ઘસંસાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગચ્છના પાલનમાં ત્રીજે ભવે મોક્ષ-૫૩૭ તેથી શ્રેષ્ઠ અને દુષ્ટ અશ્વોની જેમ વિનીતશિષ્યોને અભિયોગ વિના અને અવિનીત શિષ્યોને અભિયોગથી અકાર્યોથી રોકવા.
વિશેષાર્થ– સારણાદિ નહિ કરનાર ગુરુને શિષ્યો પણ છોડી દે છે માટે ગુરુએ અકાર્યમાં પ્રવર્તતા શિષ્યોને પ્રયત્નથી રોકવા જોઇએ. તેમાં જે શિષ્યો વિનીત હોય તેમને જેવી રીતે શ્રેષ્ઠ અશ્વોને લગામ ચલાવવી વગેરે સુકોમળ ઉપાયથી ઉન્માર્ગમાં ગમન આદિથી પાછા હટાવાય છે, તેવી રીતે અભિયોગ વિના=બલાત્કાર કર્યા વિના કોમલવચનોથી જ અકાર્યથી રોકવા. જે શિષ્યો અવિનીત હોય તેમને જેવી રીતે દુષ્ટ અશ્વોને ચાબુક મારવી વગેરે કઠોર ઉપાયથી જ સારી પ્રવૃત્તિ કરાવાય છે તેવી રીતે અભિયોગથી પણ=નિષ્ઠુર વચનાદિરૂપ બલાત્કારથી પણ સારી પ્રવૃત્તિ કરાવવી. (આવશ્યકસૂત્ર સામાચારીના વર્ણનમાં ગાથા ૬૭૮-૬૭૯માં) કહ્યું છે કે-જેવી રીતે બહલી દેશના શ્રેષ્ઠ અશ્વો સ્વયમેવ લગામ ગ્રહણ કરે છે, અને મગાદિ દેશોમાં થયેલા અશ્વો બલાત્કારથી લગામ ગ્રહણ કરે છે, તેવી રીતે પુરુષોના પ્રકારમાં પણ જાણવું. અત્યંત વિનીત શિષ્યમાં બહલી દેશના શ્રેષ્ઠ અશ્વની જેમ અભિયોગ નથી. વિનયરહિત શિષ્યમાં મગધાદિ દેશના અશ્વની જેમ અભિયોગ છે. [૩૩૬]
સારાદિ ન કરવાથી ગચ્છની ઉપેક્ષા કરતા ગુરુને શો દોષ થાય? સારણાદિ કરવા વડે ગચ્છનું સમ્યક્ પાલન કરતા ગુરુને શો લાભ થાય? એવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે—
गच्छं तु उवेहंतो, कुव्वइ दीहं भवं विहीए उ । पालतो पुण सिज्झइ, तइयभवे भगवई सिद्धं ॥ ३३७ ॥
ગચ્છની ઉપેક્ષા કરતો ગુરુ દીર્ઘસંસારને કરે છે, અને વિધિથી ગચ્છનું પાલન કરતો ગુરુ ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે. આ વિષય ભગવતીસૂત્રમાં પ્રસિદ્ધ છે.
વિશેષાર્થ— આ વિગત ભગવતીસૂત્રમાં પ્રસિદ્ધ છે. કહ્યું છે કે-“હે ભગવંત! કંટાળ્યા વિના ગણનો સંગ્રહ અને ઉપગ્રહ કરનાર આચાર્ય અને ઉપાધ્યાય કેટલા ભવો કરીને સિદ્ધ થાય છે, યાવત્ સર્વદુઃખોનો અંત કરે છે? હે ગૌતમ! કોઇ આચાર્ય અને ઉપાધ્યાય તે જ ભવમાં સિદ્ધ થાય છે, યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. પણ ત્રીજાભવને ઓળંગતા નથી, અર્થાત્ ત્રીજાભવમાં અવશ્ય સિદ્ધ થાય છે, યાવત્ સર્વદુઃખોનો અંત કરે છે.’
૧. અન્ન નાતા: પ્રજાવવન:।
૨. વિવિધમ્-અને ધા નીત:-પ્રાપિત: વિનયો યેન સઃ ।