________________
દૃષ્ટિરાગાદિ ત્રણ રાગમાં અને દ્વેષમાં]
ઉપદેશમાલા(પુષ્પમાલા) [ક્રમશઃ લક્ષ્મીધર આદિનાં દૃષ્ટાંતો-૫૧૫
કહો. કારણ કે આપના બાળકોની પણ આજ્ઞાને ઇન્દ્ર પણ મસ્તકે ધારણ કરે છે. હવે કંઇક હસીને મોહરાજાએ કહ્યું: હે વત્સ! આ વિગત એ પ્રમાણે જ છે, અર્થાત્ તું જે કહે છે તે બરોબર છે. પણ ચારિત્રધર્મ નામનો રાજા અમારો પણ વિરોધી છે. તેણે મોકલેલી સૈન્યનારી પણ એકલી પણ આવીને ક્યારેક મારા સૈન્યનો વિનાશ કરે છે. તેને શું તું ભૂલી ગયો? પછી ક્ષણવાર મૌન રહીને રાગકેશરીએ કહ્યુંઃ તેણે હમણાં તમારું શું કર્યું? જેથી તમે આવા પ્રકારના ચિત્તને ધારણ કરો છો. તેથી મોહરાજાએ કહ્યું: હે વત્સ! જે કારણથી મને હમણાં આવી ચિંતા થઇ છે તે કારણને કહું છું.
વિંધ્યપુર નગરમાં વરુણ નામનો શ્રીમંત શ્રેષ્ઠી છે. તેને લક્ષ્મીધર વગેરે ચારપુત્રો છે. તે આખુંય ઘર ચારિત્રધર્મ રાજાના સમયરાજ વગેરે સૈનિકોથી આધીન કરાયું છે. પણ તે ચાર પુત્રો હજી પણ સંસ્કારિત કરાયેલા ન હોવાથી કોઇનાથી ભ્રાન્તચિત્તવાળા કરાયા નથી. તેથી મને ચિંતા થઇ કે જો તે પુત્રો કોઇપણ રીતે (આપણા) વશમાં કરાય (તો સારું). આ કાર્ય સુભટોથી થઇ શકે તેવું છે. તેથી સમયરાજ વગેરેના દેખતાં જ તેમને ખેંચીને ગ્રહણ કરવા જોઇએ. આ સાંભળ્યા પછી રાગકેશરીએ નમીને ક્રોધથી કહ્યું: જો એમ છે તો આપ આ વિષયમાં નિશ્ચિંત રહો. કારણ કે આપની કૃપાથી મારે મોટા ત્રણ રૂપો છે. નાનારૂપોની તો કોઇ સંખ્યા જ નથી, અર્થાત્ નાના રૂપો અસંખ્ય છે. તેથી મુખ્ય તે રૂપોથી પ્રયત્નવડે લક્ષ્મીધર વગેરે ત્રણ પુત્રોને બળાત્કાર કરીને તમારા વશમાં લાવું છું. પછી પૂજ્યોના (=મોહરાજા અને રાગકેશરીના) ઉપદેશથી દ્વેષગજેન્દ્ર પણ ઊભા થઇને કહ્યુંઃ ચોથો નંદનામનો વણિકપુત્ર મારી સેવા કરે છે. તેથી મોહરાજાનું શરીર હર્ષથી પુલકિત બની ગયું. પછી તેણે બંનેને મસ્તકમાં ચુંબીને કહ્યું: હે વત્સ! સારું સારું. (તમારા સિવાય બીજો) કોણ આવું કહે? આ પ્રમાણે મારું કાર્ય સિદ્ધ થશે. અથવા હે વત્સ! તેથી તમારાથી તમારા કાર્યની સિદ્ધિ થાઓ. તમે જલદી જાઓ. ભેગા મળેલા તમે બંનેય એક-બીજાને સહાય આપો. સ્વસૈન્યની સાથે હું પણ વચ્ચે વચ્ચે તમારા ભેગો ભળીશ. સમયરાજ વગેરેની પાસે રહેલા તે બાળકોનું તમે અપ્રમત્ત બનીને રક્ષણ કરો. હવે તે બંનેય મોહરાજાને નમીને ગયા.
પછી રાગકેશરી પ્રથમપુત્રને દૃષ્ટિરાગથી પોતાને આધીન કરીને, બીજાપુત્રને સ્નેહરાગથી પોતાને આધીન કરીને (૨૫) અને ત્રીજા પુત્રને વિષયરાગથી (=કામરાગથી) પોતાને આધીન કરીને રહ્યો. દ્વેષગજેન્દ્ર નંદને પોતાને આધીન કરીને રહ્યો. લક્ષ્મીધર આદિ ચાર પુત્રો કલાઓનો અભ્યાસ કરીને વિવિધ વિચારણા કરે છે. ક્રીડારસથી ઘણા મિત્રોની સાથે બધા સ્થળે ક્રીડા કરે છે. ચારેય વિશિષ્ટ લાવણ્ય અને રૂપથી યુક્ત અને અનુક્રમે શ્રી, હ્રી, ધૃતિ અને કીર્તિ નામની શ્રેષ્ઠીઓની કુલીન કન્યાઓને પરણે છે.