________________
પ૩૨- ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ગુરુના ગુણો (૩) ક્ષેત્રજ્ઞાન- આ ક્ષેત્ર સંયમનો નિર્વાહ કરવા માટે અનકૂલ છે કે નહિ? અથવા
સાધુથી ભાવિત છે કે અભાવિત ઇત્યાદિ વિચારવું. (૪) વસ્તુશાન- આ આહાર વગેરે વસ્તુ મને હિતકર છે કે નહિ ઇત્યાદિ જોવું.
(૮) સંગ્રહપરિજ્ઞા સંપત્તિ- સંગ્રહપરિજ્ઞા સંપત્તિના પણ ચાર પ્રકાર છે. (૧) બાલ, દુર્બલ, ગ્લાન અને ઘણા સાધુઓના નિર્વાહને યોગ્ય ક્ષેત્રનું ગ્રહણ કરવું તે
પહેલી સંગ્રહપરિજ્ઞા સંપત્તિ છે. (૨) આસન વગેરે મલિન ન થાય એ માટે પાટલો અને પાટિયા વગેરેનું ગ્રહણ કરવું
તે બીજી સંગ્રહપરિક્ષા સંપત્તિ છે. જતકલ્પસૂત્રમાં કહ્યું છે કે–“પાટલો અને પાટિયા
વગેરેનું ગ્રહણ કરવાથી આસન વગેરે મલિન ન થાય.” (૩) જાતે જ સ્વાધ્યાય કરવો, પડિલેહણ કરવું, ભિક્ષાટન કરવું, ઉપધિને ઉત્પન્ન
કરવી=મેળવવી એ ત્રીજી સંગ્રહપરિણાસંપત્તિ છે. (૪) દીક્ષા આપનાર, ભણાવનાર, રત્નાધિક વગેરેની ઉપધિ ઉપાડવી, વિશ્રામણા કરવી, અભુત્થાન કરવું, દાંડો લેવો વગેરે ચોથી સંગ્રહપરિજ્ઞાસંપત્તિ છે.
આ પ્રમાણે આચાર વગેરે આઠેય ગણીસંપત્તિના પ્રત્યેકના ચાર ચાર ભેદો બતાવ્યા. હવે ચાર પ્રકારે વિનયપ્રતિપત્તિ કહેવાય છે
વિનયપ્રતિપત્તિ- તેમાં વિનય ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે- આચારવિનય, શ્રુતવિનય, વિક્ષેપણાવિનય અને દોષનિર્ધાતના વિનય. (૧) આચારવિનય- તેમાં આચારવિનય ફરી પણ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે
સંયમસામાચારી, તપસામાચારી, ગણસામાચારી અને એકાકીવિહાર સામાચારી. (૧) સંયમસામાચારી- પોતે સંયમને આચરે અને બીજાને આચરાવે, અર્થાત્ જે સંયમમાં
સીદાતો હોય તેને સ્થિર કરે અને સંયમમાં ઉદ્યમ કરનારની પ્રશંસા કરે. (૨) તપસામાચારી– પાક્ષિક પર્વ વગેરેમાં સ્વયં તપ કરે અને બીજાને કરાવે. ભિક્ષાચર્યા
સ્વયં કરે, અને બીજાને તેમાં જોડે. (૩) ગણસામાચારી- પ્રત્યુપેક્ષણા અને બાલ-વૃદ્ધ આદિની વૈયાવચ્ચ આદિ કાર્યોમાં સ્વયં
ઉત્સાહથી ઉદ્યમ કરે અને ગણને તેમાં પ્રેરણા કરે. (૪) એકાકીવિહારસામાચારી- એકાકી વિહાર-પ્રતિમાને સ્વયં સ્વીકારે અને બીજાને
સ્વીકાર કરાવે. (૨) શ્રતવિનય- શ્રુતવિનય પણ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે (૧) સૂત્રવાચના આપે. (૨) અર્થનું વ્યાખ્યાન કરે. ૧. “વાસ વિસે' ઇત્યાદિ ગાથાનો આધાર ગ્રંથ ન મળવાના કારણે અનુવાદમાં અર્થ લખ્યો નથી.